Home /News /north-gujarat /

આંદોલન એંધાણ! ગુજરાત માલધારી મહાપંચાયતનો નિર્ણય, ઢોર નિયત્રંણ કાયદોનો સમગ્ર ગુજરાતમાં કરાશે વિરોધ

આંદોલન એંધાણ! ગુજરાત માલધારી મહાપંચાયતનો નિર્ણય, ઢોર નિયત્રંણ કાયદોનો સમગ્ર ગુજરાતમાં કરાશે વિરોધ

ગુજરાત માલધારી મહાપંચાયત

Gujarat latest News: ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના માલધારી સમાજની ગુરૂ ગાદી શેરથા ખાતે ગુજરાત માલધારી મહાપંચાયત (Gujarat Maldhari mahapanchayat) મળી હતી. સરકાર દ્વારા પસાર થયેલા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં ઠરાવ પ્રસ્તાવ કરાયા હતા.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ ગુજરાતમાં વધુ એક આંદોલનના (protest) ભણકાર વાગી રહ્યા છે. ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા વિધાનસભા (Assembly) ગૃહમાં ઢોર નિયંત્રણ કાયદા (Cattle control laws) બહુમતીથી પસાર કરાયો છે. કાયદાના વિરોધમાં  માલધારી સમાજ (Maldhari samaj) દ્વારા ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના માલધારી સમાજની ગુરૂ ગાદી શેરથા ખાતે ગુજરાત માલધારી મહાપંચાયત (Gujarat Maldhari mahapanchayat) મળી હતી. સરકાર દ્વારા પસાર થયેલા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં ઠરાવ પ્રસ્તાવ કરાયા હતા.

કોંગ્રેસ ધારાસભ્ય અને માલધારી સમાજના આગેવાન રઘુ દેસાઇએ મહા પંચાયત બેઠકમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતુ કે ''તમારી મા અને બાપ જો માલધારી હોય તો બહાર નિકળો મદદ કરજો, રાજકારણ તો રાજકારણ રીતે રહેશે. પણ જો સમાજની વાત આવશે તો રઘુ દેસાઇ રાજકારણ છોડવા પણ તૈયાર છે''

ગુજરાત માલધારી મહાપંચાયતમાં ઠરાવ કરાયો હતો કે સમગ્ર રાજ્યના માલધારી સમાજ તમામ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્રો આપશે. માલધારી સમાજના આગેવાનો તમામ સમાજના સાધુ સંતો અને મહંતો પાસેથી સમર્થન માગવામા આવશે. ગુજરાતમાં ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજના આગેવાનો પાસે સમર્થન માંગવામાં આવશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મને ગમત નથી, હું મારી પ્રેમિકા સાથે સબંધ ચાલુ રાખીશ,' પતિએ પત્નીના લાખ્ખો રૂપિયા ઉડાવ્યા

આગામી ચાર મહિના સુધી આંદોલન ચાલે તે પ્રકારના રણનિતી તૈયાર કરાઇ છે. સરકાર ઢોર નિયત્રંણ નામે માલધારી સમાજ પર ખોટા કેસ કરવામાં આવશે . અને માલધારીઓ સરકારના કાયદાથી નુકસાન થશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું નોકરી કરે છે તો સમાજવાળા ખરાબ વાતો કરે છે,' પરિણીતા પર સાસરિયાઓનો અસહ્ય ત્રાસ

ગુજરાત શહેરી વિસ્તારોમા ઢોર નિયંત્રણ કાયદો( રાખવા અને હેરફેર કરવા) બાબત વિધેયક ગૃહમાં બહુમતીથી પસાર કરાયું છે . બીલમાં દંડના જોગવાઇમા સુધારો કરવામાં આવ્યો છે. 10 હજારથી 50 હજાર દંડની જોગવાઈ હતી જેમાં 1થી 5 હજાર કરવામાં આવી છે.  50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઈ હતી. જેમાં 5 હજારથી 25 હજાર દંડ કરવામાં આવ્યો છે.

શું છે કાયદાની જોગવાઇ
ઢોર રાખવા માટે પશુપાલકે લાયસન્સ લેવું પડશે.
લાયસન્સ ધરાવનારે ૧૫ દિવસમાં ઢોરને ટેગ લગાવી પડશે
મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવા ફરજિયાત રહેશે.
કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ રાખવામાં આવશે.
બિલમાં 5 હજારથી 20 હજાર સુધીની આર્થિંક દંડની જોગવાઇ પણ કરવામાં આવશે.
કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાયસન્સ લેવું પડશે
પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસચારો પણ નહીં વેચી શકાય
રખડતા ઢોરના માલિક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરાશે.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarati news, Maldhari

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन