ગુજરાત બજેટ 2020 : નીતિન પટેલે 605 કરોડની પુરાંત વાળું અંદાજપત્ર રજૂ કર્યુ, વાંચો બજેટની મુખ્ય જાહેરાતો

News18 Gujarati
Updated: February 26, 2020, 6:40 PM IST
ગુજરાત બજેટ 2020 : નીતિન પટેલે 605 કરોડની પુરાંત વાળું અંદાજપત્ર રજૂ કર્યુ, વાંચો બજેટની મુખ્ય જાહેરાતો
નાણા મંત્રી નીતિન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર

નાણા મંત્રી નીતિન પટેલે 8મી વાર બજેટ રજૂ કર્યુ, બજેટનું કુલ કદ 2,17,287 કરોડ રૂપિયા

 • Share this:
ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ થયું હતું. નાણામંત્રી નીતિન પટેલે સદનમાં આઠમી વાર બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટનું કુલ કદ 2,17,287 કરોડ રૂપિયા છે. 605 કરોડ રૂપિયાની પુરાંત વાળું બજેટ રજૂ કરતા નીતિન પટેલ જણાવ્યું હતું કે રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના ધ્યેય સાથે અમે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, જળ વ્યવસ્થાપન, ગ્રામ અને શહેરી વિકાસ, સામાજિક વિકાસ જેવા ક્ષેત્રો પર ખાસ ભાર મૂક્યો છે. આ સાથે સાથે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના મહત્તમ ઉપયોગ અને પર્યાવરણની જાળવણીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

બજેટની મુખ્ય જાહેરાતો

શહેરી વિકાસ માટે રૂ.13440 કરોડની જોગવાઈ


 • સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના માટે રૂ.4544 કરોડ

 • ભૂગર્ભ ગટર, પાણી પુરવઠા માટે રૂ.1169 કરોડ
 • નગરપાલિકાઓને પાણી વિતરણ માટે રૂ.500 કરોડ

 • મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ.500 કરોડની જોગવાઈ

 • ટ્રાફિક સમસ્યા નિવારવા ફ્લાયઓવર માટે રૂ.500 કરોડ

 • જળકુંભી કાઢવા મનપાને સાધન ખરીદવા રૂ.15 કરોડ

 • અમૃત યોજના હેઠળ 8 મનપા, 23 નપાને રૂ.800 કરોડ

 • સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 6 શહેરો માટે રૂ.597 કરોડ

 • ડાયમંડ સિટી સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂ.406 કરોડ

 • ફાયર સ્ટેશનો ખાતે આધુનિક સાધનો વસાવવા રૂ.106 કરોડ

 • ગિફ્ટ સીટી આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફાયનાન્શિયલ હબ બનશે

 • આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જની સ્થાપનાથી રોજગારી વધશે

 • ગિફ્ટ સિટી માટે શેરમૂડી ફાળા પેટે રૂ.200 કરોડની જોગવાઈ


માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.10200 કરોડ

 • 7 વર્ષથી વધુ સમય સુધી રીકાર્પેટ ન થયેલા રસ્તાને લઈ જાહેરાત

 • 9500 કિમીના રસ્તાના રિકાર્પેટ માટે રૂ.1436 કરોડ

 • જૂના પુલોનો સર્વે અને બાંધકામ માટે રૂ.80 કરોડ

 • વારંવાર અકસ્માત થતા હોય તેવા રસ્તાનું સેફ્ટી ઓડિટ કરાશે

 • અકસ્માત સ્થળોએ સુધારા માટે રૂ.26 કરોડની જોગવાઈ

 • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ.100 કરોડની જોગવાઈ

 • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ.2500 કરોડની જોગવાઈ

 • જિલ્લા માર્ગો, મુખ્ય માર્ગે અને થ્રુ રૂટને પહોળા કરવા રૂ.291 કરોડ

 • હયાત કોઝવે, ડીપ, સાંકડા નાળાને સ્થાને પુલ બાંધકામ માટે રૂ.286 કરોડ

 • આદિજાતિ વિસ્તારોમાં રસ્તાના માર્ગો માટે રૂ.91 કરોડ

 • મહાનગરો, બંદરો, ઔદ્યોગિક, પ્રવાસન, યાત્રાધામોને જોડતા માર્ગ

 • 1543 કિલોમીટરના 63 રસ્તાને ફોર લેન બનાવવા રૂ.2963 કરોડ

 • 1206 કરોડની અંદાજિત રકમના 41 નવા પુલોની કામગીરી પ્રગતિમાં


શિક્ષણ વિભાગ માટે 31,955 કરોડની જોગવાઈ

 • સ્કૂલ ઓફ એક્સેલન્સ’ માટે 500 કરોડ, 7000 નવા ક્લાસ માટે 650 કરોડ

 •  મધ્યાહ્ન ભોજન માટે 980 કરોડ, કોલેજ વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે 200 કરોડ

 • RTE હેઠળના 4.22 લાખ વિદ્યાર્થીઓને યુનિફોર્મ-સ્ટેશનરી માટે 550 કરોડ

 • વિદ્યાર્થીઓ માટેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 935 કરોડ


ઉદ્યોગ અને ખાણ ખનીજ માટે રૂ.7017 કરોડ

 • રોજગાર સર્જન કરતા ઉદ્યોગોને પ્રોત્સાહન માટે રૂ.950 કરોડ

 • પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ, એરોસ્પેસ, ડિફેન્સ સેક્ટરને પ્રોત્સાહન

 • ખાનગી ઈન્ડ. પાર્ક, લોજીસ્ટિક પાર્ક માટે રૂ.37 કરોડ

 • સ્ટાર્ટઅપ – ઈનોવેશન યોજના માટે રૂ.18 કરોડની જોગવાઈ

 • એનવાયરમેન્ટ સ્ટડી રિપોર્ટ તૈયાર કરવા રૂ.20 કરોડ

 • અંબાજી, ધ્રાંગધ્રાના સ્ટોન આર્ટીઝન પાર્ક માટે રૂ.10 કરોડ

 • માનવ કલ્યાણ યોજના હેઠળ રૂ.48 કરોડની જોગવાઈ


ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠામાં સબસિડી માટે રૂ.7385 કરોડ

 • આગામી 3 વર્ષ સુધીમાં ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી અપાશે

 • ટ્રાન્સમિશન નેટવર્કને સુદ્રઢ કરવા રૂ.3500 કરોડનું આયોજન

 • એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણ માટે રૂ.1489 કરોડ

 • ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠામાં સબસિડી માટે રૂ.7385 કરોડ

 • સૂર્ય ગુજરાત યોજના હેઠળ સોલર રૂફટોપ માટે રૂ.912 કરોડ

 • તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામૂલ્યે વીજળી અપાશે

 • 140 નવા સબસ્ટેશનો સ્થાપવા માટે રૂ.421 કરોડની જગવાઈ

 • પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત રૂ.125 કરોડ

 • 18500 ગ્રીડ કનેક્ટેડ પંપને સોલારાઈઝ કરાશે

 • રાજ્યના 46250 પરિવારને વીજજોડાણ માટે રૂ.25 કરોડ

 • ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે રૂ.13917 કરોડ

 • કચ્છમાં દુનિયાના સૌથી મોટા હાઈબ્રીડ પાર્કનું નિર્માણ થશે.

 • પવન ઊર્જાથી વાર્ષિક 25000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે.


કરવેરામાં રાહત

 • ધાર્મિક સ્થળો પરનો વીજ કર હાલ 25 ટકા છે જે ઘટાડીને ગ્રામ્ય વિસ્તારોમાં 7.5 ટકા અને શહેરી વિસ્તારોમાં 15 ટકા

 • ધર્મશાળા પર 25 ટકાથી ઘટાડીને 15 અને 10 ટકા કરાયો

 • બજેટમાં દરખાસ્ત બાદ પુરાંત રૂ 605.43 કરોડ


વીજ કરમાં સૂચિત રાહત રૂ 330.16 કરોડ

 • એકંદરે અંદાજિત પુરાંત રૂ. 275.57 કરોડ

 • વેપારી અને વાણિજ્યિક વર્ગ સહિત ની કેટેગરી પાર વિજકર 25 ટકા માથી 20 કરાયો

 • 202 જેટલી યોજનાઓ 100 ટકા મહિલાલક્ષી

 • મહિલાઓની સહભાગિતા ના ટકાવરીમાં 30 થી 99 ટકા હોય તેવી 631 યોજના

 • 2019-20 ની સરખામણી માં 2020-21 ના જેન્ડર બજેટમાં 15077.41 કરોડનો વધારો


આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11243 કરોડની જોગવાઈ

 • સયાજી હોસ્પિટલ, વડોદરામાં 600 બેડની નવી ચાઈલ્ડ હોસ્પિટલ

 • સગર્ભા માતા અને 2 વર્ષ સુધીના બાળકને પોષણ માટે 2000 કરોડ

 • મા-અમૃતમ, મા-વાત્સલ્ય, આયુષ્યમાન યોજના માટે 1555 કરોડ

 •  નવસારી, રાજપીપળા, પોરબંદરની 3 નવી મેડિકલ કોલેજ માટે 125 કરોડ


સામાજિક ન્યાય, અધિકારિતા માટે 4321 કરોડની જોગવાઈ

 • એસસી-વિચરતી જાતિના વિદ્યાર્થીઓને સહાય

 • શિષ્યવૃત્તિ-રૂ. 750, મહિને ભોજનબિલ રૂ. 150

 •  બૂટ-મોજા- રૂ. 400, ગણવેશ- રૂ. 600, કન્યાને મફત સાઈક

 •  સાત ફેરા યોજના- સંસ્થાને રૂ. 3000, યુગલને રૂ. 12,000

 • 75 વર્ષથી મોટા વૃદ્ધને માસિક રૂ. 1000ની પેન્શન સહાય

 • માનસિક દિવ્યાંગોને માસિક રૂ. 1000ની સહાય

 •  કુટુંબની મુખ્ય વ્યક્તિના આકસ્મિક મોતમાં રૂ. 20,000 સહાય


પાણી પુરવઠા માટે રૂ. 4317 કરોડની જોગવાઈ

 •  17 લાખ ઘરોમાં પીવાના પાણીની યોજના માટે 724 કરોડ

 •  સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની બલ્ક પાઇપલાઇન માટે રૂ. 500 કરોડ

 • રિયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર યોજનામાં શહેરો માટે રૂ.100

 •  ગાંધીનગરમાં 24 કલાક પાણી વિતરણ માટે રૂ.240 કરોડ


શ્રમ અને રોજગાર માટે રૂ.1461 કરોડની જોગવાઈ

 • કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદમાં 20 એકરમાં ઈન્સ્ટીટ્યુટ

 • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સનું નિર્માણ કરાશે

 • મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના માટે રૂ.92 કરોડ

 • 70 હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ માટે રૂ.50 કરોડ

 • સ્ટ્રાઈવ પ્રોજેક્ટમાં તાલીમ સંસ્થાઓને રૂ.33 કરોડ

 • ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના માટે રૂ.30 કરોડ

 • ITIની માળખાકીય સુવિધાઓ માટે રૂ.264 કરોડ

 • કડિયાનાકાથી સિટી બસથી મુસાફરી ખર્ચમાં સહાય અપાશે

 • મુસાફરી ખર્ચમાં સહાય માટે રૂ.35 કરોડની જોગવાઈ

 • ધન્વન્તરી આરોગ્ય રથ યોજના હેઠળ વધુ 16 રથ માટે રૂ.25 કરોડ

 • બાંધકામ શ્રમિક મહિલાને પ્રસૂતિ સહાય પેટે 7500ની સહાય

 • સગર્ભા અવસ્થા દરમિયાન 4 માસ સુધી સહાય અપાશે

 • રાજ્ય સરકારે બાંધકામ શ્રમિક મહિલાઓ માટે રૂ.6 કરોડની જોગવાઈ


મહિલા અને બાળવિકાસ માટે 3150 કરોડની ફાળવણી

 • અમદાવાદ , સુરત , વડોદરા અને રાજકોટ જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મીની આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે .

 • ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના હેઠળ અંદાજિત ૫ લાખ લાભાર્થી

 • વિધવા બહેનોને સહાય આપવા માટે રૂ 500 કરોડની જોગવાઈ

 • બેટી બચાવો બેટી ભણાવોને પ્રોત્સાહન આપતી લોકપ્રિય વ્હાલી દીકરી યોજના માટે રૂ.50 કરોડની જોગવાઇ

 • 181 - અભયમ મહિલા હેલ્પ લાઈન અંતર્ગત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ બહેનોને મદદ કરવા અને જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓનું કાઉન્સેલીંગ કરવા રૂ 12 કરોડની જોગવાઇ

 • દૂધ સંજીવની યોજના આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો , ધાત્રી માતાઓ સહિત અંદાજિત 30 લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે કુલા રૂ.342 કરોડની જોગવાઈ


First published: February 26, 2020, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading