નર્મદા ડેમમાં 11 લાખ ક્યુસેક પાણીની આવક, ઉચ્ચ અધિકારીઓ રાખી રહ્યાં છે ચાંપતી નજર : નીતિન પટેલ

નર્મદા ડેમમાં 11 લાખ ક્યુસેક પાણીની આવક, ઉચ્ચ અધિકારીઓ રાખી રહ્યાં છે ચાંપતી નજર : નીતિન પટેલ
નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમ અને નર્મદા નદીનાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે મધ્યપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમ અને નર્મદા નદીનાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે મધ્યપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

 • Share this:
  હાલ મધ્યપ્રદેશમાં (Madhyapradesh) અનરાધાર વરસાદ (Monsoon) વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમમાં (Narmada Dam) ભરપૂર પાણીની આવક થઇ રહી છે. જે આવકમાંથી નર્મદા નદીમાં (Narmada River) પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને લોકોને સ્થળાતંર કરવાની ફરજ પડી રહી છે. આ વિકટટ પરિસ્થિતમાં રાજ્યનાં નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ (Dy.CM Nitin Patel) મીડિયા સાથે વાત કરી હતી

  ' 10 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાયુ છે'  નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમ અને નર્મદા નદીનાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે મધ્યપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બધું જ પાણી હાલ સરદાર સરોવર બંધમાં ઠલવાઇ રહ્યું છે. અત્યારે મળતી માહિતી પ્રમાણે 11 લાખ ક્યુસેક પાણી બંધમાં આવી રહ્યું છે જેમાથી 10 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એટલે એક લાખ ક્યુસેક પાણી રાખવામાં આવી રહ્યું છે. જો આપણે બધું જ પાણી નદીમાં છોડીએ તો ભરૂચ અને નર્મદા ડેમની આસપાસનાં નિચાણવાળા વિસ્તારોમાં, ખેતરોમાં નુકસાન થાય. આ સાથે જ ભરૂચ શહેરમાં પણ ચારેબાજુ પાણી પહોંચી જાય અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે. હજી ઉપરવાસમાંથી વધારે પાણી આવી જાય તેવી સ્થિતિ છે. જેથી સરદાર સરોવર ડેમના બધા જ ઉચ્ચ કક્ષાનાં એન્જિનીયરો, રાજીવકુમાર ગુપ્તા સાથે બધાની નજર આવતા પાણી પર છે. ક્યારે અને કેટલા પ્રમાણમાં પાણી છોડવું તેની પર પણ ધ્યાન આપવામાં આવે છે.

  આ પણ વાંચો - નર્મદા નદીની જળ સપાટી વધતા ભરૂચના બજારમાં ઘૂસ્યા પાણી, હોડીઓ ફરતી થઇ, બે NDRFની ટીમ તૈયાર

  'નર્મદા ડેમની કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ'

  તેમણે વધુમાં જણાવ્યું કે, દર એક કલાકે નર્મદા ડેમના ગેજ આપણે જોઇ રહ્યાં છે. સરદાર સરોવર ડેમ માટે એક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. ડેમના દરવાજા કેટલા ખોલવા, ક્યારે ખોલવા અને કઇ બાજુના ખોલવા તે બધું જ કોમ્પ્યુટર સિસ્ટમ પ્રમાણે થાય છે અને થોડી પણ ચૂંક ન થાય તે બધી જ કામગીરી સતત જોઇ રહ્યાં છે.  પાણી આવે તે જરૂરી છે. આપણો નર્મદા બંધ 137 મીટરની ઉંચાઇવાળો છે. પરંતુ નિયમો પ્રમાણે અત્યારે આપણે 132 મીટર પાણીનો સંગ્રહ કરી શકીએ તેવું છે. આપણે ઓગસ્ટ મહિના સુધી જેટલું પાણી ભરી શકાય તેટલું આપણે ભર્યું છે અને આવતીકાલથી આપણે વધારે પાણી ભરી શકીશું.

  આ પણ જુઓ - 

  આ પણ વાંચો - ભડલા ડેમ ઓવરફ્લો થતા ધંધુકા અમદાવાદ હાઇવે બંધ, સૌરાષ્ટ્રથી આવતા તમામ વાહનોને રોકાયા

  'સપ્ટેમ્બરની આખરમા આખો ડેમ ભરવાની મંજૂરી છે'

  નીતિન પટેલે આગળ જણાવ્યું કે, આખા ગુજરાતને વર્ષ માટે સિંચાઇનું પાણી, પીવાનું પાણી મળી રહે તે રીતે આપણે પાણીનો જથ્થો ભેગો કરી રહ્યાં છે. સપ્ટેમ્બર આખર સુધીમાં આખો ડેમ ભરી શકાય તેવી મંજૂરી છે.
  Published by:Kaushal Pancholi
  First published:August 31, 2020, 14:48 pm

  ટૉપ ન્યૂઝ