ફરી LRDની મહિલાઓ મેદાનમાં, ઓર્ડર નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

ફરી LRDની મહિલાઓ મેદાનમાં, ઓર્ડર નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી
'સરકાર હવે નક્કર પગલા નહીં લે તો અમે કોરોનાકાળમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને પણ આંદોલન કરીશું.'

'સરકાર હવે નક્કર પગલા નહીં લે તો અમે કોરોનાકાળમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને પણ આંદોલન કરીશું.'

 • Share this:
  ગાંધીનગર : આજે ગાંધીનગર ખાતે એલઆરડીની મહિલાઓએ પોતાના ઓર્ડર અંગે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે સરકારે ચાર મહિના પહેલા એલઆરડીની મહિલાઓને ત્રણ સપ્તાહમાં ઓર્ડર આપવાનું જણાવ્યું હતું. જે નિર્ણય લેવાયો હતો તેને પણચાર મહિના થયા પરંતુ મહિલાઓને ઓર્ડર આપવામાં આવ્યો નથી. જેથી તેમણે આજે આવેદન પત્ર આપ્યું હતું. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે, સરકાર હવે નક્કર પગલા નહીં લે તો અમે કોરોનાકાળમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને પણ આંદોલન કરીશું.

  આ મહિલા ઉમેદવાર સાથે ન્યૂઝ18 ગુજરાતીએ જ્યારે તેમની માંગ અંગે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, અમને અમારો ઓર્ડર મળે તે સિવાય અમારી કોઇ માંગ નથી. જો અમને 20 તારીખ સુધીમાં ઓર્ડર નહીં મળે તો અમે 21મી તારીખે ઉગ્ર આંદોલન કરીશું. આ આંદોલનની જવાબદારી પછી સરકારની રહેશે.  આ પણ વાંચો - સુરત/અમદાવાદમાં મહત્વનો નિર્ણય : પ્રતિમા 2 ફૂટથી મોટી નહીં હોય, ગણેશ સ્થાપના ઘરે જ થશે મંડપ નહીં બંધાય

  આ પણ જુઓ - 

  અન્ય એક મહિલા ઉમેદવારે જણાવ્યું કે, અમે આ પહેલા પણ 72 દિવસનું આંદોલન કર્યું હતું. ત્યારે અમને સરકારે કહ્યું હતું કે, તમને ત્રણ સપ્તાહમાં ઓર્ડર આપી દેવામાં આવશે. પરંતુ તે વાતને ચાર મહિના થયા છતાં સરકારે અમારા કોઇ સવાલનો જવાબ આપ્યો નથી. અમે આજે આવેદન પત્ર આપ્યું છે સરકાર જાગે તો ઠીક છે નહીં તો અમે 21મી તારીખે આંદોલન શરૂ કરીશું. અમે કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને આંદોલન કરીશું.
  Published by:Kaushal Pancholi
  First published:July 02, 2020, 14:25 pm

  ટૉપ ન્યૂઝ