Home /News /north-gujarat /

ગાંધીનગરમાં સુરત જેવી ઘટના! સંજયે સગીરાનું ગળું કાપી હત્યાનો કર્યો હતો પ્રયાસ, 30થી વધુ ટાંકા આવ્યા

ગાંધીનગરમાં સુરત જેવી ઘટના! સંજયે સગીરાનું ગળું કાપી હત્યાનો કર્યો હતો પ્રયાસ, 30થી વધુ ટાંકા આવ્યા

ગાંધીનગરના અમરાપુરમાં નદીની કોતરમાં પ્રેમી સંજય ઠાકોરે સગીર પ્રેમિકાનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો

Gandhinagar News: ફેનિલ ગોયાણીએ કરેલી હત્યા જેવી ઘટનાનું પુનરાવર્તન થયું. કોતરમાં પ્રેમિકાના ગળે કટર ફેરવ્યું, સગીરાને 108 દ્વારા સારવાર અપાઈ. સગીરા અને સંજય વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું

Gandhinagar News : પ્રેમ સંબંધમાં એક બાદ એક હુમલાઓ અને હત્યાની (Murder) ઘટનાઓ બની રહી છે. સૂરતની ઘટનાની (Surat Grishma Vekariya Murder Case) સાહિ હજુ સુકાઈ નથી ત્યાં માણસામાં (Mansa) આવી જ જધન્ય ઘટના સામે આવી છે. કટરથી સગીર પ્રેમિકાનું (Minor Girl Raped and Neck Cutdown by Lover Sanjay Thakor) ગળું કાપવાની કોશિશ કરવાની ઘટના બની હતી. વિડીયો એટલો હચમચાવી દે તેવો છે કે પોલીસ પણ ઈચ્છે છે કે આરોપીને બને તેટલી કડક સજા મળે અને એ માટે પોલીસ યોગ્ય કાર્યવાહી પણ કરી રહી છે.

પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપ્યું હોવાનો આ વીડિયો તમને વિચલિત કરી શકે છે. સુરત બાદ ગાંધીનગરમાં પ્રેમી કાળ બની પ્રેમિકા પર ત્રાટક્યો હતો. નદી કિનારે પ્રેમિકાને લઈ આવી કટરથી ગળું કાપતા સગીરા ને સારવાર અર્થે ખસેડાઇ હતી. તો પોલીસે પણ આરોપીની ધરપકડ કરી છે. પ્રેમી સગીરાને તેના કાકા બોલાવે તેમ કહી નદીના કોતરમાં લઈ ગયો હતો.

માથાકૂટ થતાં કટરના ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો

જ્યાં માથાકૂટ થતાં કટરના ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો. ઇજાગ્રસ્ત સગીરાના ગળાના ભાગે 30થી વધુ ટાંકા લેવા પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતમાં સરાજાહેર ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમી દ્વારા કરાયેલી હત્યાના બનાવના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. તેના અઠવાડિયામાં જ પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે એક પ્રેમીએ તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડી અને પોલીસે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો :  સુરત : ગ્રીષ્મા હત્યા કેસ બાદ અન્ય માતાપિતા જાગ્યા, રત્નકલાકારની દીકરી સાથે બળજબરી કરનાર યુવક ઝડપાયો

અમરાપુર નદીના કોતરમાં ઘટના ઘટી

આ ઘટના ગાંધીનગરનાં અમરાપુર નદીનાં કોતરમાં બની હતી. જ્યાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં સગીરા ત્યાં હાજર બે મજૂર વર્ગના લોકો પાસે ગઈ અને કાકા સાથે રહેતી હોવાથી તેઓને ફોન કરી જાણ કરી. સગીરાના કાકાએ તાત્કાલિક 108ને બોલાવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

Gandhinagar Lover Cut Neck of Minor Girl
સુરત જેવી ઘટટના ઘટી, સદનસીબે સગીરાનો જીવ બચી ગયો હવાનો અહેવાલ


સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે

સગીરાને સિવિલમાં સઘન સારવાર શરૂ કરાઈ. ગળાના ભાગે ગંભીર ઈજા થતા 30થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી. ઇજાગ્રસ્ત સગીરા ગાંધીનગરનાં લીંબોદરા ગામે ધોરણ - 12માં અભ્યાસ કરે છે. શુક્રવારે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે બપોરના સમયે ગામમાં રહેતો શખ્સ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. બાદમાં સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે એટલે સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતી

આ પણ વાંચો : ગાંધીનગરના અમરાપુરમાં સુરત જેવી ઘટના, યુવકે સગીરાના ગળે કટર ફેરવી ઉપરાછાપરી ઘા ઝીંક્યા

બળજબરી કરવા લાગ્યો અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા

. ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. અને બાદમાં મરી જવા કે લગ્ન માટે ભાગી જવાની માથાકૂટ થતા આરોપીએ સગીરાને ગળાના ભાગે ઘા ઝીંક્યા હતા.

સગીરાએ પ્રતિકાર કરતા સંજય ત્યાંથી નાસી ગયો

ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી દેતા સગીરાએ પ્રતિકાર કરતા સંજય ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ ગળામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા. જેનાં પગલે તેનાં કાકા પણ કોતરમાં દોડી ગયા હતા. ગળામાં ઘા 2 MM ઊંડો ઊતરી ગયો હોત તો પ્રિયંકા બચી ન શકી હોત તેવું ડૉક્ટરોનું માનવું છે. જોકે હાલ સગીરા સારવાર હેઠળ છે અને સતત ડોકટર ના ઓબ્સેર્વેશન માં રખાઇ છે.

 મોડું થયું હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત 

જો ઘા ઊંડો હોત અને સારવાર માં મોડું થયું હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત અને બચાવી શકાઈ ન હોત. બોચીના ભાગે પણ ઘા વધારે થયો હોત તો બોચીનું હાડકું તૂટી ગયું હોત. પોલીસ દ્વારા હાલ આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

ત્યારે સૂત્રો નું કહેવું છે કે આરોપીની પૂછપરછ માં અનેક ખુલાસા થયા છે. આરોપી સગીરા ને સ્કૂલેથી લઈ પ્રેમ લગ્ન કરવા નીકળ્યો હતો.બાદમાં બાઇક પર બને મંદિર માં ગયા, મંદિરથી નીકળી બનાવ સ્થળ પાસે સીમમાં આરોપીએ સગીરા સાથે  શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ : 'રેશાદ મારી જાતીય સતામણી કરતો હતો, મારૂં ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો,' હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

સગીરાનું ગળું કાપવાની કોશિશ કરી

બાદમાં સગીરાએ લગ્ન કરી ભાગવાની મનાઈ કરતા અથવા સાથે મરી જવાની વાતની મનાઈ કરતા પ્રેમી આવેશમાં આવી ગયો અને આ બબાલ થયા બાદ કટર સાથે હોવાથી સગીરાનું ગળું કાપવાની કોશિશ કરી હત્યાની કોશિશ કરી તે ભાગી ગયો હતો. તો ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘરે જઈને કપડાં બદલી નીકળી ગયો હતો.

આરોપી માણસા ટાઉનમાં તેની બેઠક પર જ હતો ને પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ સુરત જવાની ફિરાકમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ તમામ બાબતોનું પોલીસે સવારે સગીરાનું નિવેદન લીધુ છે.

8માં ધોરણથી બને એકબીજાના પરિચયમાં હતા. અનેક વાર શારીરિક સંબંધ પણ બાંધ્યો છે

જેમાં સગીરાએ નિવેદનમાં કહ્યું કે 8માં ધોરણથી બને એકબીજાના પરિચયમાં હતા. અનેક વાર શારીરિક સંબંધ પણ બાંધ્યો છે. હાલ તો પોલીસે બળાત્કાર, પોકસો, અપહરણ અને હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પણ એક બાદ એક ઘટનાઓ બનતા ગૃહ વિભાગ અને પોલીસે આવા પ્રેમી કે રોમિયો ને પાઠ ભણાવી પૂરતા કડક પગલા લેવા જરૂરી બન્યા છે અને આવી ઘટનાઓ રોકવા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે.
Published by:Jay Mishra
First published:

Tags: Grishma Vekaria murder case, ગાંધીનગર, ગુજરાતી સમાચાર, પ્રેમી, હત્યા

આગામી સમાચાર