Home /News /north-gujarat /

ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની પસંદગી, પ્રથમ વખત બીન ગુજરાતી ચહેરાને સ્થાન

ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની પસંદગી, પ્રથમ વખત બીન ગુજરાતી ચહેરાને સ્થાન

ફાઇલ તસવીર

જનસંઘથી અત્યાર સુધી જે પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ રહ્યાં છે તેમાં આ વખતે પહેલીવાર કોઇ નૉન ગુજરાતીને આ પદ મળ્યુ છે.

  ગાંધીનગર : ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની (C R Patil) પસંદગી કરવામા આવી છે. કેટલાય દિવસોથી ચાલતી અટકળોનો આજે અંત આવ્યો છે. ગુજરાત ભાજપે (Gujarat BJP President) પોતાના નવા પ્રદેશ પ્રમુખની વરણી કરી લીધી છે. હંમેશા ભાજપ ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપે છે.  આ વખતે જીતુ વાઘાણીની (Jitu Vaghani) જગ્યાએ સી.આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યાં છે.

  જનસંઘથી અત્યાર સુધી જે પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ રહ્યાં છે તેમાં આ વખતે પહેલીવાર કોઇ નૉન ગુજરાતીને આ પદ મળ્યુ છે.  સી.આર. પાટીલ દક્ષિણ ગુજરાતનાં સૌથી કદાવર નેતા છે. જોવા જઇએ તો દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા બાદ કોઇ પ્રદેશ પ્રમુખ બન્યા છે. આ વખતે જ્ઞાતિ જાતિમાંથી બહાર નીકળીને એક અલગ જ વ્યક્તિને આ પદ પર બેસાડવામાં આવ્યાં છે.

  'સામાન્ય કાર્યકર્તાને મોટી જવાબદારી સોંપશે તેની મને ખબર નહોતી'

  સી.આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તામાથી પ્રમુખ બનવાની તક આપી છે, તે તમામનો આભાર માનું છું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, કોરોના એક ચેલેન્જ છે . કોરોના સામે લડતા પાર્ટીની જવાબદારી પૂરી કરીશુ. ગુજરાતી નૉન ગુજરાતીનો મુદ્દો મને ક્યારેય નડ્યો નથી. એક સામાન્ય કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી સોંપશે તેની મને ખબર નહોતી.  લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ લીડ મેળવી હતી

  લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠક પર જીત મેળવી હતી. જેમા નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલને સૌથી વધારે (689668 મત) લીડ મળી હતી. સી.આર. પાટીલ કોંગ્રેસના ધર્મેશ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા. એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

  આ પણ વાંચો - રાજ્યમાં શાળાઓ શરુ કરવા માટે ઉતાવળ નહીં કરાય : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

  2016માં જીતુ વાઘાણીની નિમણૂક કરાઇ હતી

  મહત્વનું છે કે, ઓગસ્ટ, 2016માં જ્યારે જીતુ વાઘાણીની નિમણૂક કરવામાં આવી ત્યારે તેઓ સૌથી યુવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ વાઘાણી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 2017માં ફરીથી ભાવનગરની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. પ્રદેશ પ્રમુખ પદે તેમની નિયુક્તિ કરાઈ તે પહેલા તેઓ પક્ષની યુવા વિંગ સાથે કામ કરતાં હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: C.R Patil, Gujarat BJP, ગુજરાત, જીતુ વાઘાણી

  આગામી સમાચાર