ગુજરાતમાં lockdown થવાનું નથી.. નથી.. અને નથી, અફવાઓ ઉપર વિશ્વાસ ન કરવો, CM રૂપાણીનો પ્રાજજોગ સંદેશ

ગુજરાતમાં lockdown થવાનું નથી.. નથી.. અને નથી, અફવાઓ ઉપર વિશ્વાસ ન કરવો, CM રૂપાણીનો પ્રાજજોગ સંદેશ
પ્રજાજોગ સંદેશો આપતા સીએમ રૂપાણી

માસ્કના દંડના રૂપિયામાં સરકારને કસો રસ નથી. આતો હાઈકોર્ટના ઓર્ડરથી આપણે હજાર રૂપિયા દંડ કરીએ છીએ. આ હાઈકોર્ટનો ઓર્ડર છે કે જેણે માસ્ક નથી પહેર્યા એની પાસે 1000 રૂપિયા વસુલવાના.

  • Share this:
ગાંધીનગરઃ ગુજરાતમાં (Gujarat) અત્યારે કોરોના વાયરસ (coronavirus) ફેલાવવાની સ્થિતિ વધારે ખરાબ છે ત્યારે લોકોમાં એક અફવા ચાલી રહી છે કે ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવશે. આવી સ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Gujarat CM vijay rupani) આજે રવિવારે ફરીથી ગુજરાતની પ્રજાને એક સંદેશો આપ્યો હતો.

જેમા તેમણે ગુજરાતમાં હવે લોકડાઉન (lockdown) નહીં લાગે એવી ખાત્રી આપી છે. સાથે સાથે માસ્કના દંડ (mask fine) અંગે હાઇકોર્ટના ઓર્ડર (highcourt order) હોવાથી દંડ વસૂલીએ છીએ એવું પણ જણાવ્યું હતું. ગુજરાતની જનતાને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અને સાવચેતી રાખવા માટે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અપીલ કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશો આપતા જણાવ્યું હતું કે હું સમજું છું કે આપણા રોજીંદા જીવનમાં અગવડતા પડશે. સરકાર પહેલાથી જ કોરોના સમયમાં લોકો હેરાન ન કરે અને ધંધા રોજગાર ઉપર અસર ન પડે એની ચિંતા કરે છે અને હજી પણ કરીશું. અત્યાર સુધી કોરોના સામે લડાઈમાં જે પણ નિર્ણય કર્યા છે. જેમાં જનતાએ પુરો સહયોગ આપ્યો છે. આપણા પ્રયત્નોની પ્રસંશા સુપ્રીમ કોર્ટ, ડબ્લ્યુએચઓ જેવી સંસ્થાઓએ પ્રસંશા કરી હતી.

આ પણ વાંચોઃ-જેતપુરઃ છરીના 28 ઘા મારી યુવતીને રહેંસી નાખનારો યુવક ઝડપાયો, મરી ગયા બાદ પણ મારતો રહ્યો છરીના ઘા

આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

જ્યારે પણ કેસોમાં વધારો થયો છે. ત્યારે હું તમામ લોકો પાસેથી મદદની આશા રાખીએ છી. અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમને ખાત્રી આપું છું કે હવે કોઈપણ પ્રકારનું લોકડાઉન થવાનું નથી.. નથી.. અને નથી.. કોઈના રોજગાર ધંધાને તકલિફ ન પડે એનું અમે ધ્યાન રાખવાના છીએ. થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવું છે.

આ પણ વાંચોઃ-હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, 12 યુવતી અને 11 યુવકો ઝડપાયા, 'વસ્તુઓ'નો ઢગલો જોઈ પોલીસ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સાડીના ધંધાના નામે મહિલા ચલાવતી હતી દેહવ્યાપારનો વેપલો, વિધવા મહિલાઓ પાસે કરાવતી 'ગંદુ' કામ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની અફવાઓ ઉપર વિશ્વાસ કરવો નહીં. ગભરાવવાની પણ જરૂર નથી. જરૂર છે થોડા ધૈર્યની. કેસો વધ્યા છે આપણે પગલા લીધા અને કેસ ઘટશે ત્યારે ફરીથી બધુ રાબેતા મૂજબ કરાશે.માસ્કના દંડના રૂપિયામાં સરકારને કસો રસ નથી. આતો હાઈકોર્ટના ઓર્ડરથી આપણે હજાર રૂપિયા દંડ કરીએ છીએ. આ હાઈકોર્ટનો ઓર્ડર છે કે જેણે માસ્ક નથી પહેર્યા એની પાસે 1000 રૂપિયા વસુલવાના . આપણે આશા રાખીએ કે કોઈએ દંડ ન ભરવો પડે. બધા માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે. સંક્રમણ વધ્યું હોય ત્યારે જરૂર પુરતા જ ઘરની બહાર નીકળીએ.
Published by:ankit patel
First published:March 21, 2021, 18:42 pm

ટૉપ ન્યૂઝ