Lockdown: રાજ્યના APL-1 કાર્ડધારકોને 13થી 17 એપ્રિલ દમિયાન વિનામૂલ્યે અનાજ વિતરણ થશે


Updated: April 10, 2020, 7:03 PM IST
Lockdown: રાજ્યના APL-1 કાર્ડધારકોને 13થી 17 એપ્રિલ દમિયાન વિનામૂલ્યે અનાજ વિતરણ થશે
APL-1 કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગને આપેલા છે.

APL-1 કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગને આપેલા છે.

  • Share this:
ગાંધીનગરઃ કોરોન વાયરસ (coronavirus) સામે લડવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન (lockdown) ચાલું છે ત્યારે ગુજરાત સરકાર (Gujarat Government) પણ લોકડાઉનમાં લોકોનું ધ્યાન રાખી રહી છે. મુખ્યમંત્રી  વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં 8 એપ્રિલે મળેલી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ પ્રજાહિતલક્ષી ક્રાંતિકારી નિર્ણયના પગલે હવે, રાજ્યભરમાં આગામી તા. 13 એપ્રિલ-2020થી 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી 60 લાખ APL-1 કાર્ડધારકો એટલે કે 2.50થી 3 કરોડ જેટલા મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.

આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન લોકડાઉન અને કોરોના વાયરસની પરિસ્થિતીમાં આવા અનાજના વિતરણ દરમ્યાન ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સૌને પૂરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ તાકીદ કરી છે. આ હેતુસર રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં સરળતાથી જળવાઇ રહે તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ એક-એક સમિતીની રચના કરવામાં આવશે. આ સમિતીમાં શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણીનો સમાવેશ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું.આ સમિતીએ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય, વિતરણની સુચારૂ વ્યવસ્થા અને સાચા લાભાર્થીઓને કોઇ પણ જાતની અવ્યવસ્થા વગર અનાજ મળી રહે તે માટે તમામ કાર્યવાહી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ-Lockdown તોડનાર લોકોની પોલીસે ઉતારી આતરી પછી કાન નીચે...

APL-1 કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગને આપેલા છે. આ અનાજ વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે પાંચ દિવસ એટલે કે તા. 13 એપ્રિલથી 1૭ એપ્રિલ દરમ્યાન રેશનકાર્ડના પાછલા આંકડાની સંખ્યા મુજબ અનાજ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે.

તદ્દઅનુસાર, NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા APL-1 રેશનકાર્ડ ધારકોના કાર્ડના છેલ્લા અંક-આંકડા નંબર 1 અને 2 છે તેમને તા. 13 એપ્રિલ-2020, 3 અને 4 છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને તા. 14 એપ્રિલ-2020, 5 અને 6 છેલ્લા આંક ધરાવતા હોય તેને તા. 15 એપ્રિલ તેમજ 7 અને 8 છેલ્લા અંક ધરાવતા APL-1 કાર્ડધારકે તા. 16/4/2020 તેમજ 9 અને 0 છેલ્લો આંક હોય તેવા રેશનકાર્ડ ધારકને તા. 1૭ એપ્રિલ-2020ના દિવસે અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે. મુખ્યમંત્રીના  સચિવ અશ્વિની કુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, APL-1 કાર્ડધારકો તેમના રેશનકાર્ડના છેલ્લા આંકડા મુજબ જે તારીખો-દિવસો ફાળવાયા છે તે જ દિવસે સસ્તા અનાજની દુકાને અનાજ લેવા માટે જાય તે આવશ્યક અને પ્રવર્તમાન સ્થિતીમાં સુરક્ષિત પણ છે.

આ પણ વાંચોઃ-OMG! કોરોનાથી બચવા માટે ડોક્ટરોનો અનોખો જુગાડ, અડ્યા વગર જ કરે છે સારવારતેમણે એમ પણ ઉમેર્યુ કે, અનિવાર્ય સંજોગોના કારણે જો કોઇ APL-1 કાર્ડધારક આ પાંચ દિવસ દરમ્યાન અનાજ વિતરણનો લાભ ન મેળવી શકે તો એવા લાભાર્થીઓને તા. 1૮ એપ્રિલ-2020ના દિવસે અનાજ વિતરણ કરવામાં આવશે. જેથી જે-તે દિવસે જો કોઇ લાભાર્થી અનાજ ન મેળવી શકે તો બીજા દિવસે દુકાને નહિ જઇને તા. 1૮મી એ જ પોતાનું અનાજ મેળવવાનું રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નાના-મોટા ઊદ્યોગ એકમો, કોન્ટ્રાકટર્સ, ખાનગી એકમો પોતાના કમર્ચારીઓને છૂટા કરી શકશે નહિ તેમજ વેતન પણ આ સમય દરમ્યાન આપવાનું રહેશે તેવા જે દિશાનિર્દેશો આપેલા તેને પણ રાજ્યના ઊદ્યોગ-વેપાર એકમોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો છે.

આ સંદર્ભમાં અશ્વિની કુમારે જણાવ્યું હતું કે , રાજ્યભરમાં આવા ર0ર14 જેટલા નાના-મોટા એકમોએ તેમના કુલ 7 લાખ 38 હજાર જેટલા કામદારો-કારીગરો-શ્રમિકોને રૂ. 1264 કરોડનું વેતન માન ચૂકવ્યું છે.હાલની લોકડાઉનની સ્થિતીમાં શ્રમજીવી વર્ગોને નાની-મોટી બિમારીના ઇલાજ સારવાર માટે રાજ્યમાં 34 જેટલા ધન્વંતરી રથ કાર્યરત છે અને તેની OPDમાં 4૬  હજારથી વધુ શ્રમિકોને લેબર કોલોની, રેનબસેરા તથા પરપ્રાંતિય શ્રમિકોની વસાહતોમાં જઇને આરોગ્ય તપાસ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

પ્રવર્તમાન લોકડાઉનના સત્તરમા દિવસે શુક્રવારે દૂધ, શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા અને વિતરણની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, શુક્રવારે રાજ્યમાં 46.76 લાખ લિટરનું વિતરણ થયેલ છે. 90164 કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં બટાટા ર4,792 કવીન્ટલ, ડુંગળી-16,979 કવીન્ટલ, ટામેટા-7557 કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી 40,734 કવીન્ટલનો સમાવેશ થાય છે. ફળફળાદિની કુલ 12,410 કવીન્ટલ આવક છે તેમાં સફરજન 379 કવીન્ટલ કેળાં 1246 કવીન્ટલ અને અન્ય ફળો 10,785 કવીન્ટલ જેટલા થાય છે.

તેમણે જણાવ્યું કે, રાજ્યના નગરો-મહાનગરોમાં એકલવાયું જીવન જીવતા નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને જરૂરતમંદ એવા વ્યકિતઓને પ્રવર્તમાન સ્થિતીમાં બે ટાઇમ વિનામૂલ્યે ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૂચનાથી અત્યાર સુધીમાં શહેરી સત્તાતંત્રોએ સેવા સંગઠનોના સહયોગથી 80 લાખ 69 હજાર 263 ફૂડપેકેટસનું વિતરણ કર્યુ છે.
First published: April 10, 2020, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading