ગુજરાતમાં વધી રહ્યો છે લોકલ ચેપનો ખતરો, આંકડા છે ચોકાવનારા, ચાર જિલ્લા વધુ પ્રભાવિત

News18 Gujarati
Updated: April 6, 2020, 1:51 PM IST
ગુજરાતમાં વધી રહ્યો છે લોકલ ચેપનો ખતરો, આંકડા છે ચોકાવનારા, ચાર જિલ્લા વધુ પ્રભાવિત
રાજ્યનાં 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે.

રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યનાં 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં નવા 16 પોઝિટિવ કેસ સાથે કુલ 144 કેસ થયા છે. રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવનાં જણાવ્યાં પ્રમાણે, હાલ લોકલ ટ્રાન્સમિશનનાં કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. આ સાથે મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે.

ચાર જિલ્લામાં 100 ટકા લોકલ ટ્રાન્સમિશનનાં કેસ

ગુજરાત સરકાર પાસેથી મળતી માહિતીનું પૃથ્થુકરણ કરતા સામે આવે છે કે રાજ્યનાં 4 જિલ્લાઓમાં તો 100 ટકા લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગેલો છે. રાજ્યમાં પોરબંદર, પંચમહાલ, જામનગર, મોરબીમાં 100 ટકા લોકલ ટ્રાન્સમિશનનાં કારણે લોકો સંક્રમિત થયા છે. આ ચારેય જિલ્લાઓ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. અહીં એકપણ દર્દી વિદેશથી આવ્યો નથી. જ્યારે 50 ટકા કે તેથી વધુ ટકા લોકલ ટ્રાન્સમિશનનાં કેસમાં 9 જિલ્લાનો સામાવેશ થાય છે. જેમાં ભાવનગર, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, ગીર સોમનાથ, પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદમાં પણ કુલ 64 કેસ નોંધાયા છે ત્યાં 24 લોકો લોકલ ટ્રાન્સમિનશનનો ભોગ બન્યાં છે. રાજ્યમાં 9 તો એવા દર્દીઓ છે જેમને કઇરીતે ચેપ લાગ્યો તે અંગે તંત્રને કે પરિવારને કાંઇ ખબર જ નથી પડતી. એટલે આવી પરિસ્થિતિમાં ઘરમાં રહેવું જ વધારે હિતાવહ છે.આ પણ વાંચો - સુરતમાં વધુ એક કેસ પોઝિટિવ, વડોદરામાં આખો વિસ્તાર ક્વૉરનટાઇન કરાયો

કુલમાંથી 60 ટકા લોકલ ટ્રાન્સમિશનનાં કેસગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોમાં હવે ફ્લાઇટ્સ સંપૂર્ણપણે બંધ કરતા વિદેશી પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશનનું કારણ વધવા લાગ્યું છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોમાં 60 ટકા જેટલા લોકલ ટ્રાન્સમિશનને કારણે થયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ છે જેમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશનનાં છે. 22મી માર્ચે તમામ ફ્લાઈટો બંધ કરી દેવાઈ હતી. જેને પણ હવે 14 દિવસ પૂરા થઈ ગયા છે. કોરોના વાયરસ 14 દિવસ શરીરમાં રહેતો હોય છે એટલે જ સીધા વિદેશ પ્રવાસનો એકેય નવો કેસ નોંધાયો નથી.

આ વીડિયો પણ જુઓ - 
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading