ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત નહી, પરંતુ રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ કરી શરુ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત નહી, પરંતુ રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ કરી શરુ
પ્રતિકાત્મક તસવીર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સામાન્ય ચૂંટણીઓની સમગ્ર તૈયારીઓ કોવિડ 19ની ગાઈડલાઈન મુજબજ કરવા માટે અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આરોગ્ય લક્ષી સેવાઓ અને સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવી શકાય તે માટે વિશેષ સુચના આપી છે.

  • Share this:
ગાંધીનગરઃ ગુજરાતમાં (Gujarat) આવી રહેલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ ઉપરાંત રાજકોટ શહેર, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ (election) કોરોનાના (coronavirus) કારણે આગામી ફેબ્રુઆરી 2021માં યોજવા માટેની તૈયારીઓ રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા શરુ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર પણ કોરોના હળવો થવા ની રાહ જોઈ રહી છે. જોકે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સામાન્ય ચૂંટણીઓની સમગ્ર તૈયારીઓ કોવિડ 19ની ગાઈડલાઈન (covid-19 Guideline) મુજબજ કરવા માટે અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આરોગ્ય લક્ષી સેવાઓ અને સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવી શકાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરને વિશેષ સુચના આપી છે.

ગુજરાતમાં સ્વરાજ્ય એકમોની ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણી દરમિયાન કોરોના યથાવત રહે કે ન રહે પરંતુ ચૂંટણી લક્ષી કામગીરી અને તેમાં વપરાતી તમામ સાધન સામગ્રીથી સંક્રમણ ન ફેલાય તે માટે આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ સમયસર વહીવટી તંત્રને ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુથી રાજય ચૂંટણી આયોગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને આ માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલાકટરો અને રાજકોટ , જામનગર , ભાવનગર , અમદાવાદ ,સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરો ને સુચના આપી છે.



આગામી ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન યોજાનારી સામાન્ય ચૂંટણીઓની કામગીરીમા સંકળાયેલા કોઇપણ અધિકારી કે કર્મચારી કોરોના સંક્રમિત થાય નહીં તેમજ મતદાન અને મતગણતરી જેવા સમયે પણ કોરોનાનો સંક્રમણથી ફેલાય નહીં તે માટે તકેદારી રાખવા તેમજ ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુઓની આપણે દરમિયાન સંક્રમણ થાય નહીં તે હેતુથી ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ આરોગ્યલક્ષી સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય ચૂંટણી આયોગે આદેશ કર્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

આગામી ફેબ્રુઆરી 2021માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મતદાન મથકો અને મતગણતરીના ઉપર પીપીઈ કીટ, થર્મલ ગન, ફેસ શિલ્ડ, થ્રિ લેયર અને N 95 માસ્ક, સેનેટાઇઝર સ્પ્રે, યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોઝ , હાથ ધોવા માટે લોકવિડ શોપ, સહિતની તમામ આરોગ્યલક્ષી વસ્તુઓ ગુજરાત મેડિકલ કોર્પોરેશનલી. મારફતે જિલ્લા અને કોર્પોરેશન મથકો ઉપર પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

આ પણ વાંચોઃ-જામનગર ફરી થયું શર્મશાર! ખરીદી કરવા આવેલી સગીરા સાથે કાપડની દુકાનમાં આચર્યું દુષ્કર્મ, મારી નાંખવાની આપી ધમકી

ત્યારે જે તે જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોવિડ 19ની મહામારીને ધ્યાને રાખી સંક્રમણ ન ફેલાય તેની તકેદારી સાથે ગાઈડલાઈન મુજબ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને આ માટે આજે જ રાજ્યના તમામ ચૂંટણી અધિકારીઓ કલેકટર તેમજ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો ને ચૂંટણી આયોગ દ્વારા સૂચના આપવામાં આવી છે.



ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીઓ પહેલાં સમયસર આરોગ્ય લક્ષી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે તે હેતુથી આગોતરા આયોજનના ભાગરૂપે આદેશ કરવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:December 04, 2020, 16:50 pm

ટૉપ ન્યૂઝ