ગાંધીનગર : પેટ્રોલપંપે સરકારના 9 વિભાગના વાહનોએ બિલ ન ચૂકવતા અજમાવ્યો અનોખો કીમિયો


Updated: June 10, 2020, 10:51 AM IST
ગાંધીનગર : પેટ્રોલપંપે સરકારના 9 વિભાગના વાહનોએ બિલ ન ચૂકવતા અજમાવ્યો અનોખો કીમિયો
જુદા જુદા બોર્ડ નિગમ અને સરકારી વિભાગોના વાહનોના ડીઝલના નાણાં ચૂકવવાના બાકી.પમ્પ મશીન પર ગાડી નંબર સાથે ઇંધણ ભરવું નહીં નું પોસ્ટર લ

જુદા જુદા બોર્ડ નિગમ અને સરકારી વિભાગોના વાહનોના ડીઝલના નાણાં ચૂકવવાના બાકી.પમ્પ મશીન પર ગાડી નંબર સાથે ઇંધણ ભરવું નહીં નું પોસ્ટર લ

  • Share this:
ગાંધીનગર : સેક્ટર 21માં આવેલા પેટ્રોલ પમ્પ પર અનોખા પ્રકારની જાહેરાત લગાવેલા બોર્ડ જોવા મળ્યા. સેક્ટર 21 ના આ પેટ્રોલ પંપે રાજ્ય સરકારના જુદા જુદા સરકારી વિભાગોની ગાડી નંબર સાથેના લીસ્ટ લગાવ્યું છે. જેમાં આ ગાડીઓ પેટ્રોલ અથવા ડીઝલ પુરાવવા આવે તો પહેલા આગળની બાકી રકમ ચૂકવવા સુચના આપવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી સેક્ટર 21ના આ પેટ્રોલ પંપ પર નવ જેટલા સરકારી વિભાગના અધિકારી અને બોર્ડ નિગમના ચેરમેનની ગાડીના ડીઝલની ચૂકવણી બાકી હોવાથી પેટ્રોલ પમ્પ સંચાલક દ્વારા આ બોર્ડ લગાવવામાં આવ્યા છે.

ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયાની ગાડી એ છેલ્લા એક વરસથી ડીઝલના બીલ ચૂકવ્યા નથી. આ જ રીતે અન્ય વિભાગની આઠ જેટલી ગાડીઓના બિલ છેલ્લા ત્રણ મહિના અને છ મહિનાથી ચૂકવવામાં આવ્યા નથી.આ પણ વાંચો - સારા સમાચાર : ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા Covid-19ની હર્બલ આયુર્વેદિક દવા શોધાઇ

સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્ય સરકારના તમામ સરકારી વિભાગોની ગાડીઓ આ પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. જેનુ અત્યાર સુધીનું પેટ્રોલ પંપનું બાકી બીલ ૩ કરોડની આસપાસ થાય છે. પેટ્રોલ પંપ સંચાલક જુદા જુદા સરકારી વિભાગોને બિલ ચૂકવવા માટે પત્ર લખે છે. પરંતુ અનેક વિભાગો એવા છે કે જે, પેટ્રોલ કે ડીઝલનું બિલ ચૂકવવાની તસ્દી લેતા નથી.

આ પણ જુઓ -
First published: June 10, 2020, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading