ગાંધીનગરઃ રાજ્યસભાની ટિકિટ મેળવા કમલમ ખાતે મૂરતિયાઓની લાઇન


Updated: February 28, 2020, 11:04 PM IST
ગાંધીનગરઃ રાજ્યસભાની ટિકિટ મેળવા કમલમ ખાતે મૂરતિયાઓની લાઇન
ફાઈલ તસવીર

રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશ જાહેર થઈ ગયું છે આજે કમલમ ખાતે યોજાયેલી બેઠક બાદ ટિકિટ વાંછુકો એ જાણે કે લાઈન લગાવી હતી. તો કેટલાક નેતાઓએ પોતાના ટેકેદારોને ટીકીટ મળે તેના માટે પ્રયાસ તેજ કરી દીધા હતા.

  • Share this:
ગાંધીનગરઃ રાજ્યસભાની (Rajyasbha election) ચૂંટણી માટે નોટિફિકેશ જાહેર થઈ ગયું છે આજે કમલમ ખાતે યોજાયેલી બેઠક બાદ ટિકિટ (ticket) વાંછુકો એ જાણે કે લાઈન લગાવી હતી. તો કેટલાક નેતાઓએ પોતાના ટેકેદારોને ટીકીટ મળે તેના માટે પ્રયાસ તેજ કરી દીધા હતા.

રાજ્યસભાની 4 બેઠક પર યોજાનાર ચૂંટણી માટે અત્યારથી જ મથામણ ચાલુ થઈ ગઈ છે. 4 પૈકી ત્રણ બેઠક ભાજપ પાસે હતી જેમાં એક શંભુપ્રસાદ ટુન્ડિયા, ચુનીભાઈ ગોહિલ અને એક લાલસિંહની સીટ ખાલી પડી રહી છે. શંભુપ્રસાદની સીટ પર તેમને રિપીટ નહિ કરવા માટે પાર્ટીએ મન બનાવી લીધું છે. અને એ વાતની જાણ લગભગ પાર્ટીના તમામ મોટા નેતાને થઈ ગઈ છે જેને કારણે એસસી-એસટી સમાજ માંથી આવતા નેતાઓએ પોતાનો બાયોડેટા પહોંચાડવા પ્રયાસ હાથ ધરી દીધા છે.

અને આ નેતાઓને તો આજે જાણે કે ભાવતું હતું ને વૈદ્ય કહ્યું જેવી સ્થિતિ સર્જાઈ હતી કારણ કે આજે કમલમ ખાતે એસસી-એસટી મોરચાની બેઠક યોજાઈ હતી જેથી પ્રદેશ પ્રમુખ જીતું વાઘણી પણ હાજર હોય એટલે આ બેઠકમાં અપેક્ષિત કેટલાક નેતાઓ પોતાનો અને પોતાના ટેકેદારોનો બાયોડેટા લઈને પહોંચ્યા હતા.

આધારભૂત સૂત્રો કહી રહ્યા છે કે આજે કેટલાક ટિકિટ ઇચ્છુંકો પોતાને રાજ્યસભામાં ટિકિટ મળે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે... જેમાં વાત કરીએ તો શંભુપ્રસાદ ટૂંડિયા કે જેઓ હાલમાં રાજ્યસભા સંસદ છે તેમને રિપીટ કરવામાં આવે તેના માટે પ્રયત્નશીલ છે.

આ સિવાય અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી પોતાના ટેકેદારોને ટિકિટ મળે તેના માટે કેટલાક ટેકેદારોની પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરાવી અને બાયોડેટા પહોંચાડ્યા હતા.. તો આ સિવાય પૂનમ પરમાર જેમે ગત વિધાનસભા ચૂંટણી દરમીયાન ટિકિટ કાપવામાં આવી હતી,જીતુ વાઘેલા જેઓ અગાઉ ધારાસભ્યો રહી ચૂક્યા છે.

જેઠા સોલંકી જેની ગત વિધાનસભા વખતે ટિકિટ કાપવામાં આવી હતી. અમરાઈવડી ના પૂર્વ ધારાસભ્ય આર એમ પટેલ પણ પ્રભારી સાથે મુલાકાત કરી હતી,આ સિવાય આત્મારામ પરમાર પણ પહોંચ્યા હતા અને તેમણે પણ રાજ્યસભામાં ટિકિટ મળે તેના માટે પ્રયાસ તેજ કરી દીધા આમ આજ દિવસભર ટિકિટ ઇચ્છુકની લાંબી લાઈન લાગી હતી. આજે કમલમ ખાતે બેઠક યોજાઇ હતી જેના લીધે આ તમામ નેતાઓને સંગઠન અધ્યક્ષ સુધી બાયોડેટા પકહોચાડવાનો મોકો મળી ગયો હતો પરંતુ જોવાનું રહેશે કે હાઈ કમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે.
First published: February 28, 2020, 10:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading