વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો મુખ્યમંત્રીને પત્ર, કીડની, હાર્ટ, કેન્સર જેવા ગંભીર રોગો અંગે શું કરી વાત?


Updated: April 10, 2020, 9:30 PM IST
વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો મુખ્યમંત્રીને પત્ર, કીડની, હાર્ટ, કેન્સર જેવા ગંભીર રોગો અંગે શું કરી વાત?
પરેશ ધાનાણીની ફાઈલ તસવીર

ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કોરોના મહામારીના સમયે રાજ્યમાં તમામ ખાનગી તથા ટ્રસ્ટરની હોસ્પિદટલોમાં કીડની, હાર્ટ, કેન્સર વગેરે જેવા ગંભીર તથા અન્ય  રોગોની સારવાર ચાલુ રાખવા બાબત બાબતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખી ભલામણ કરવામાં આવી છે.

  • Share this:
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કોરોના મહામારીના સમયે રાજ્યમાં તમામ ખાનગી તથા ટ્રસ્ટરની હોસ્પિદટલોમાં કીડની, હાર્ટ, કેન્સર વગેરે જેવા ગંભીર તથા અન્ય  રોગોની સારવાર ચાલુ રાખવા બાબત બાબતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખી ભલામણ કરવામાં આવી છે. મુખ્ય મંત્રીને સંબોધતા વિપક્ષના નેતાએ પત્રમાં જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે.

વિશ્વના 205 ઉપરાંત દેશોમાં આ રોગ અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલો છે. જેના કારણે હજારો લોકો મોતનો શિકાર બનેલા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા,(WHO)એ પણ આ વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરેલી છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્‌યો છે. કોરોના વાયરસને આગળ વધતો/ફેલાતો અટકાવવા, સરકાર દ્વારા સમગ્ર દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે હેતુસર તા. 22-3-2020ના રોજ જનતા કર્ફ્યૂ અને ત્યારબાદ તા. 24-3-2020થી 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેનું ચુસ્ત પાલન ગુજરાતની જનતા દ્વારા પણ કરવામાં આવી રહ્‌યું છે.

અમદાવાદ શહેરની જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ કરાવતા દર્દીઓ દ્વારા કરવામાં આવેલી તા. 9-4-2020ની રજૂઆતની નકલ આ સાથે સામેલ છે.

તાજેતરમાં જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે કીડનીના દર્દીને કોરોના પોઝિટિવ આવેલા, જેના કારણે આ હોસ્પિટલમાં કીડની વિભાગના સ્ટાફને ક્વોરન્ટાઈન કરી કીડની વિભાગ તા. 19-4-2020 સુધી બંધ કરી દેવામાં આવેલ છે. આ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલ છે અને હાલ તેમાં 63 જેટલા કીડનીના પેશન્ટ ડાયાલીસીસ અર્થે આવેલ છે. આ હોસ્પિટલમાં ડાયાલીસીસ ટોકન ચાર્જથી કરવામાં આવે છે, જેના કારણે ગરીબ દર્દીઓને ખૂબ જ મોટો લાભ મળે છે.

જો આવા દર્દી ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવા જાય તો તેમના પર ખૂબ જ મોટું આર્થિક ભારણ આવી શકે તેમ છે અથવા તો ખાનગી હોસ્પિટલ દ્વારા તેમના કેસ ન સ્વીકારાય તેવી પણ ભીતિ રહેલી છે. ડાયાલીસીસ એ અતિ આવશ્યક છે અને જો દર્દીને ડાયાલીસીસ ન કરવામાં આવે તો તેનું મૃત્યુ થવાનો ભય રહેલો છે.

રાજ્યમાં મળતી માહિતી મુજબ, અંદાજીત દરરોજ ડાયાલીસીસના 3,000 દર્દી, હાર્ટ એટેકના 300 દર્દી કે જેઓને એન્જીયોપ્લાસ્ટીની જરૂર હોય, કેન્સરના 1,500 દર્દી કે જેઓને કિમોથેરાપીની જરૂર હોય, પ્રસુતિના 4,000 કેસ હોય છે.છેલ્લા 20 દિવસમાં ડાયાલીસીસ માટે 60,000 દર્દી, એન્જીયોપ્લાસ્ટી માટે 6,000 દર્દી, કિમોથેરાપી માટે કેન્સરના 30,000 દર્દી તથા પ્રસુતિના 80,000 કેસ આવ્યા  છે. વર્તમાન પરિસ્થિતિ જોતાં ખાનગી હોસ્પિ્ટલો દ્વારા ડરના કારણે દર્દીઓને પાછા કાઢી આખી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવે છે.

રાજ્યમાં કીડની, કેન્સીર, હાર્ટ, લીવર વગેરે જેવા ગંભીર પ્રકારના રોગોની સારવાર બંધ કરવામાં આવશે તો કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓ કરતાં સારવારના અભાવે ગંભીર રોગોથી મૃત્યું પામનાર વ્યક્તિઓની સંખ્યા વધી જશે તેવું જણાઈ રહ્‌યું છે, ત્યારે દર્દીઓના હિતમાં ફક્ત જીવરાજ મહેતા હોસ્પિટલ જ નહીં પરંતુ રાજ્યમાં ખાનગી અને ટ્રસ્ટની એમ તમામ હોસ્પિટલો કીડની, કેન્સર, હાર્ટ, લીવર વગેરે જેવા ગંભીર રોગોની સારવાર માટે ચાલુ રહે તે અત્યંત જરૂરી છે.

રાજ્ય સરકાર ઉક્ત‍ બાબતને ખૂબ જ ગંભીરતાથી લે અને રાજ્યની પ્રજાના આરોગ્યના હિતમાં રાજ્યની તમામ ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલો દ્વારા ગંભીર રોગોની સારવાર સમાંતર ધોરણે ચાલુ રહે તે માટે જરૂરી કાર્યવાહી થવા મારી ખાસ આગ્રહભરી વિનંતી છે.

અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં વીજ કંપની ટોરેન્ટ પાવર બિલ ભરવાની મુદતમ?
વિધાનસભા વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે આ પત્ર માં જણાવ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી,જય ભારત સહ જણાવવાનું કે COVID-19 કોરોના મહામારીને રોકવા સમગ્ર ભારતમાં તા.૨૪મીએ રાતથી ઓચીંતુ જ લોકડાઉન જાહેર કરતાં આખો દેશ થંભી ગયો. જેના કારણે નાના વેપાર, ધંધા બંધ થયા છે. જેના કારણે લાખો લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ છે. વિશેષ તો મજુરી-કામગીરી સાથે સંકળાયેલા વર્ગની વધુ મુશ્કેલીઓ ઉભી થઈ છે. કોરોનાના કપરા સમયમાં લોકડાઉનમાં ખેડૂતો, મજુરો, વેપારીઓ, કારખાનેદારો, ઉદ્યોગો અને રહેઠાણના વીજ કનેકશનોમાં સરકારી કંપનીઓ દ્વારા ગુજરાતના તમામ વર્ગને માર્ચ અને એપ્રિલના બિલો ભરવાની મુદ્દત ૧૫મી મે સુધી ભરવાની છુટ આપવામાં આવી છે. આવા બિલોમાં કોઈ વ્યાજ કે પેનેલ્ટી લગાવવામાં આવશે નહીં તેમજ લોકડાઉનના કારણે બંધ વેપાર-ઉદ્યોગના વ્યવસાયિક ઉત્પાદન બંધ હોઈ તેવા દુકાનો-ઉદ્યોગોના નાના-મોટા વેપારીઓને એપ્રિલ મહિનાના બિલમાં ફીકસ ચાર્જ કે મીનીમમ ચાર્જ વસુલવામાં નહીં આવે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે તે આવકારદાય છે, પરંતુ અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં રહેઠાણ અને ઔદ્યોગિક હેતુ માટે વીજ પુરવઠો પુરો પાડવામાં આવતા ટોરેન્ટ પાવર ખાનગી એકમ દ્વારા સરકારે કરેલ રાહત અંગેની જાહેરાતનો અમલ કરવામાં આવશે કે કેમ તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી.

રાજ્ય સરકારે કરેલ જાહેરાત મુજબ અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં વીજ રહેઠાણ અને ઉદ્યોગિક હેતુ માટે વીજ પુરવઠો પુરો પાડવામાં આવતા ટોરેન્ટ પાવર દ્વારા રહેઠાણના માર્ચ અને એપ્રિલમાં આપવામાં આવેલ બિલો ભરવાની મુદતમાં કોઈ પણ વ્યાજ કે પેનલ્ટી વગર ૧૫મે સુધી કરવા અને દુકાનો-ઉદ્યોગોના નાના-મોટા વેપારીઓને માર્ચ-એપ્રિલ મહિનાના બિલમાં ફીકસ ચાર્જ કે મીનીમમ ચાર્જ ન વસુલવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી છે.
First published: April 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading