Home /News /north-gujarat /લૉકડાઉનમાં રીક્ષા અને ટેક્સીને પરવાનગી નથી, ભીડ એકઠી થાય તો 100 નંબર ફોન કરો : DGP

લૉકડાઉનમાં રીક્ષા અને ટેક્સીને પરવાનગી નથી, ભીડ એકઠી થાય તો 100 નંબર ફોન કરો : DGP

DGP શિવાનંદ ઝા

બોટાદમાંથી ગઈકાલે દૂધની પરમિટના નામે હેરાફેરી કરતા વાહનમાંથી દારીનો જથ્થો ઝડપાયો, પોલીસની ડ્રોન, CCTV અને પેટ્રોલિંગથી બાઝ નજર

    ગાંધીનગર : રાજ્યના પોલીસ વડાએ આજે ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ચિતાર આપતા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે લૉકડાઉનનો કડકાઈથી અમલ થશે અને લોકો જો લૉક઼ાઉન તોડશે તો કાર્યવાહીથશે. લૉકડાઉનમાં ટેક્સી કે રીક્ષાને પરવાનગી અપાઈ નથી અને જો આવા ધંધાદારી વાહનો ઝડપાશે તો કાર્યવાહી થશે. લોકો ભીડ એકઠી ન કરે અને જો ભીડ સર્જાય તો 100 નંબર પર પોલીસને જાણ કરવી. ગઈકાલે 10,488 વાહનો જપ્ત થયા છે. લૉકડાઉનમાં બીજી વાર વાહન પકડાશે તો કાર્યવાહી થશે. ઉપરાંત લોકો એ પણ ધ્યાનમાં રાખે આવશ્યક વસ્તુઓ લેવા માટે ખાનગી વાહનોને છૂટ છે. રીક્ષા કે ટેક્સી મળી આવશે તો જપ્ત થશે.

    રાજ્યના પોલીસ વડાએ આપેલી માહિતીના મુખ્ય અંશો

    કન્ટેનમેન્ટ એરિયામાં સખત અમલ કરાવવામાં આવશે. ભીડ દેખાય તો 100 નંબર પર ફોનથી માહિતી આપો, જેથી તાત્કાલિક કાર્યવાહી થાય. ગઈકાલે 100 નંબર પર આવેલા ફોનના આધારે 45 ગુના નોંધાય છે જ્યારે ડ્રોનની મદદથી : 363 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

    બોટાદમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ છે. આ વાહન દૂધ વિતરણ માટે પાસ આપવામાં આવ્યો હતો જેમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. ગઈકાલે 5770 વાહનો ગઈકાલે ડિટેન્શનમાંથી મુક્ત કર્યા છે.

    આ પણ વાંચો :  સુરત : વરાછાની સોસાયટીએ 'કોરોના યોદ્ધા'નું કર્યુ શાનદાર સ્વાગત, મહિલા તબીબ જોડાયેલા છે સારવારમાં

    સોસાયટીના CCTV આધારે આજ સુધીમાં 291 ગુનાઓ દાખલ કરી 504 લોકોની અટકાયત કરવામાં આવેલ છે.

    અફવાઓને પણ પોલીસ આંતરી રહી છે. પોલીસે ડ્રોનથી ગઈકાલે 363 ગુના નોંધ્યા અત્યારસુધી 8910 ગુના દાખલ કરી 17768 લોકોની ધરપકડ કરી છે.

    સોશિયલ મીડિયા મોનટિરીંગ દ્વારા 22 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આવા 479 ગુનામાં અત્યારસુધી 979 લોકોની ધરપકડ થઈ છે.
    " isDesktop="true" id="977279" >
    Published by:Jay Mishra
    First published:

    Tags: COVID19, Lockdown, Shivanand Jha, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन