ગાંધીનગર : રાષ્ટીય સંયમ સેવક સંઘની ત્રણ દિવસીય સમન્વય બેઠકનો આજે છેલ્લો દિવસ હતો, જેમાં સહ સરકાર્યવાહક ડો.કૃષ્ણ ગોપાલ અને અરુણ કુમારે પત્રકાર પરિષદ યોજી આરએસએસના આગામી એજન્ડા વિશે માહિતી આપી હતી, જેમાં તેણે દેશભરમાં સંયુક્ત કટુંબ, પર્યાવરણ અને દેશભરમાં સમરસતા પર ભાર મુક્યો હતો, અને આ ત્રણ એજન્ડા પર કાર્ય કરવામાં આવશે. આ માટે 10 કરોડ પરિવારનો સંપર્ક પણ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટીય સંયમ સેવક સંઘની નિયમિત બેઠક મળે છે. વર્ષમાં બે વખત અખિત ભારતીય બેઠકમાં અમારા કાર્યકરો આવે છે. કોરોનાને કારણે સપ્ટેમ્બર મહિનામાં જે બેઠક થવાની હતી તે થઈ શકી ન હતી. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં અમારા જુદા જુદા સંગઠનોના કાર્યકરોએ સારી એવી કામગીરી નીભાવી છે. કોરોના કાળમાં શાળાઓ ચાલુ ન હતી પરંતુ વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય ચાલુ રહે તે માટે અમારા દ્વારા યોજના બનાવવામાં આવી હતી. દેશમાં હજારો સ્થળોએ અમારા કાર્યકરોએ શિક્ષણ આપ્યું છે. જે જગ્યા એ મોબાઈલ ન હતા ત્યાં મોબાઈલ અને આઇપેડ આપી અમે કામ કર્યું છે. આ ગંભીર બીમારીને રાષ્ટીય આપદા માની અમારા સંયમ સેવકોએ કામ કર્યું છે. બધા કાર્યકરો અને નાગરિકોના સહયોગ ના કારણે આપણે કોરોના સામે લડી શકવામાં સફળ રહ્યા છીએ.
રામ મંદિર માટે 5 લાખ ગામડાનો સંપર્ક કરાશે
તેમણે વધુમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં દેશ ઝડપથી આત્મનિર્ભર તરફ આગળ વધે, અને દેશ આર્થિક વિકાસ તરફ આગળ વધે તે માટે અમારા કાર્યકરો હાલમાં કૌશલ્ય વિકાસ તરફ આગળ વધ્યા છે. રામ જન્મ ભૂમિનો વિષય પણ મહત્વનો છે. વિશ્વ હિન્દુ પરિષદને અમે કહ્યું છે કે, દેશ ભરના કાર્યકરોના સહયોગ સાથે રામ મંદિર નિર્ણય માટે કાર્યક્રમ બનાવે છે. લગભગ 5 લાખ ગામડાઓનો સંપર્ક કરવામાં આવશે. 10 કરોડથી વધુ પરિવારનો સંપર્ક પણ કરવામાં આવશે. અમારી અપેક્ષા છે કે, દરેકે લોકો સહયોગ આપશે. 10 રૂપિયાથી લઈ સંપન્ન પરિવાર વધુ સહયોગ આપશે.
આ પણ વાંચો - આ પણ વાંચો - પોલીસ જવાનોને રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપી શિખામણ
દેશના જુદા જુદા મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. નવી શિક્ષણ નીતિ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. 30થી વધુ સંગઠનના કાર્યકરોએ મળી ચર્ચા કરી છે. આ સિવાય કુટુંબ પ્રોબોધન એ ખૂબ જરૂરી છે, પરિવારમાં બાળકોને સ્નાનતન સંસ્કાર મળે. પરિવારમાં લોકો તમામ વ્યસનોથી દુર રહે તે માટે કામ કરી રહ્યા છીએ. સમરસતા એ મહત્વનું છે સમાજમાં કોઈ કારણોસર ઉચ્ચ નીચનો ભેદ આવ્યો ત્યારે ભગવાન સામે આપણે બધા સમાન છીએ એટલા માટે ભેદભાવને દૂર કરવાની ગતિ વધે અને સમગ્ર સમાજ એક થાય તે માટે કામ કરાશે. જાતિગત, વર્ણગત અને ભાષાગત ભેદભાવ દૂર થાય તે અંગે ચર્ચા કરવામાં આવી અને આહવાન કરવામાં આવ્યું છે. બંગાળમાં થઈ રહલે હિંસાની અમે નિંદા કરીએ છે. અમારૂ માનવું છે કે, કિસાન બિલ અંગે મળીને ચર્ચા કરી સમાધાન લાવું જોઈએ.
આ પણ વાંચો -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ એક લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો કરશે
આ 3 એજન્ડા પર અગામી સમયમાં કામ કરાશે
1. પર્યાવરણની સમસ્યા પર કામ કરાશે - આગામી સમયમાં પાણીની સમસ્યા દેશમાં ઉભી થઈ શકે છે, ત્યારે ગામડાઓના તળાવથી માંડી નદીઓમાં પાણીનો સંગ્રહ થાય. તથા દેશ પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવે તે જરૂરી છે.
દેશમાં વૃક્ષારોપણ કરવું, તથા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન પણ શરૂ કરાશે.
2. સંયુક્ત કુટુંબ અને પારિવારિક મૂલ્યો જળવાઈ રહે એ માટે કેમ્પઈન ચલાવશે.
3. દેશ ભરમાં સમરસતા અભિયાન આગળ વધારવામાં આવશે, કેટલાક કારણ સર સમાજમાં ઊંચ નીચનો ભેદ હજુ પણ જોવા મળી રહ્યો છે, જેથી જાતિ ભેદ હટાવવા અને ભેદભાવ દૂર કરી દેશભરમાં એકતા અને સમરસરતા પર કામ કરવામાં આવશે.