શું છે ગુજરાતની રાજ્યસભા બેઠકોનો ઇતિહાસ, જાણો અતથી ઇતિ


Updated: February 27, 2020, 8:03 AM IST
શું છે ગુજરાતની રાજ્યસભા બેઠકોનો ઇતિહાસ, જાણો અતથી ઇતિ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો છે.

ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોના દિગજ નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભામાં પોહચ્યા છે.

 • Share this:
ગાંધીનગર : રાજ્યસભાએ ભારતનાં સંસદનું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો છે. ગુજરાતનાં 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત 6 વર્ષની હોય છે. જેમાનાં 12 નામાંકિત સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.

રાજ્યસભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોકસભા જેટલી જ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. લોકસભાનાં સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી 3 વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે. છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટાનો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.

ભારતનાં બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનાં અધ્યક્ષ છે. રાજ્યસભાનાં સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્યસભાની પ્રથમ બેઠક 13મે 1952માં મળી હતી.

અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે. જેમાં કોંગ્રેસનાં 41 સભ્યો,ભાજપનાં 36 સભ્યો, જનતપાર્ટીનાં 5 સભ્યો, 4 અપક્ષ સભ્યો અને  2 જનસંઘના સભ્યો સહિત 88 સભ્યોને રાજ્ય સભામાં મોકલવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સાંસદ સભ્યો:-
 • પ્રેમજી ભવાનજી ઠાકેર કોંગ્રેસ 03–04–1952થી  26–7 – 1952

 • ઈકબાલ મહોંમદખાલ લોપાણી કોંગ્રેસ 1960-64

 • ખેમચંદ ચાવડા કોંગ્રેસ 60-66 અને 1966થી 72

 • મનુભાઈ શાહ કોંગ્રેસ 1956-62 અને 1970-76

 • માણેક શાહ કોંગ્રેસ 1962-68

 • મણીબેન વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ 1964-70

 • મોમીન ગુલામ હૈદર વલીમહોંમદ કોંગ્રેસ 1964-70

 • પુષ્પાબેન મહેતા કોંગ્રેસ 1966-72

 • સુરેશ દેસાઈ કોંગ્રેસ 1960-66 અને 66થી 72

 • મગનભાઈ પટેલ કોંગ્રેસ 1960-62 અને 1962થી 62-68

 • ત્રિભોવનદાસ પટેલ કોંગ્રેસ 1967-68 અને 1968-74

 • શામપ્રસાદ વસાવડા કોંગ્રેસ 1968-70 અને  1970-76

 • યોગેન્દ્ર મકવાણા કોંગ્રેસ1982-88, 76-82 અને 73-76

 • સુમિત્રા કુલકર્ણી કોંગ્રેસ 1972-78

 • હિંમત સિંહ કોંગ્રેસ 1972-78

 • ગોલંદાઝ મોહમધુલાઈં કોંગ્રેસ 1976-82

 • કુમુદબેન જોષી કોંગ્રેસ 1982-88 અને 76-82 અને 73-76

 • તીલોક લોલોઈ કોંગ્રેસ 1977-80

 • કલાણીયા ઈબ્રાહીમ કોંગ્રેસ 1972-78 અને 78-84

 • હરિસિંહ મહિડા કોંગ્રેસ 1975-81 અને 81-87

 • ભટ્ટ જીતેન્દ્ર કોંગ્રેસ 1987-93

 • પ્રણવ મુખર્જી કોંગ્રેસ 14-8-1981 થી 87

 • રઉફ વલીઉલ્લાહ કોંગ્રેસ 1984-90

 • સાગર રાયકા કોંગ્રેસ 1986-88

 • ઉર્મીલાબેન ચીમનભાઈ પટેલ કોંગ્રેસ 1993-99

 • છોટુભાઈ પટેલ કોંગ્રેસ 1987-93

 • ચીમન મહેતા કોંગ્રેસ 1984-90

 • ઈર્શાદ મિર્ઝા કોંગ્રેસ 1983-84 અને 84થી 90

 • રાજુ પરમાર કોંગ્રેસ 1988-94, 94-2000 ,2000-06

 • વિઠ્ઠલભાઈ પટેલ કોંગ્રેસ 1982-88 અને 88-94 તેઓ પત્રકાર હતા

 • રામસિંહ રાઠવા કોંગ્રેસ 1982-88 અને 88-94

 • પી. શિવશંકર કોંગ્રેસ 1985-87 અને 87થી 93

 • માધવસિંહ સોલંકી કોંગ્રેસ 1988-94 અને 94-2000

 • બ્રહ્મકુમાર ભટ્ટ કોંગ્રેસ 1996-02

 • વાય કે અલઘ કોંગ્રેસ 1996-2000

 • અલ્કા ક્ષત્રિય કોંગ્રેસ 2002-08 અને 08-14

 • પ્રવિણ રાષ્ટ્રપાલ કોંગ્રેસ 2006-12 અને 12-18


ચાલુ સાંસદ સભ્યો:-

 • અહેમદ પટેલ (બાબુભાઈ) કોંગ્રેસ

 • નારણ રાઠવા કોંગ્રેસ

 • અમી યાજ્ઞિક કોંગ્રેસ

 • ટર્મ પુરી થનાર સાંસદ સભ્ય:-

 • મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસ


અપક્ષ અને અન્ય પક્ષના સાંસદ સભ્યો:-

અપક્ષ:

 • યુ. એન. મહીડા અપક્ષ 1968-74

 • બિહારીલાલ અંતાણી અપક્ષ 1966-72

 • વિરેન શાહ અપક્ષ 1975-81

 • કિશોર મહેતા અપક્ષ 1981-87


જનસંઘ:

 • એલ. કે. અડવાણી જનસંઘ 1976-82

 • ડી.કે. પટેલ જનસંઘ 1970-76


જનતાદળ:

 • દિનેશ ત્રિવેદી જનતાદળ 1990-96

 • ચીમન મહેતા  90-96 જનતાદળ


જનતપાર્ટી:

 • પીલુ મોદી જનતાપાર્ટી 1978-84

 • રમણલાલ પરીખ જનતાપાર્ટી 1975-81

 • મનુભાઈ પટેલ   જનતાપાર્ટી 1978-84

 • એચ. એમ. ત્રિવેદી જનતાપાર્ટી1972-79

 • ઘનશ્યામ ઓઝા જનતાપાર્ટી 1978-84


રાજ્ય સભાની ચૂંટણી માં પણ ગુજરાત ભાજપ એ નો રિપીટ થિયરી અપનાવી રહી છે.જો અત્યાર સુધીના સાંસદોની વાત કરવાં આવે તો 23 રાજ્યસભા સાંસદો ને બીજી ટર્મ આપવામાં આવી નથી.

મોટાભાગના નેતાઓ પર લાગી નો રિપીટ થિયરી :-

 • સૂર્યકાંત આચાર્ય-2005 થી 2011

 • લેખરાજ બચાણી -2000-2006

 • બાંગારુ લક્ષણ-1996-2002

 • બારોટ જૈનતીલાલ-2002-2008

 • ગોરડિયા પ્રફુલ-1998-2000

 • ક્રિષ્ન મૂર્તિ કે જાની -2002-2008

 • માંગરોલા કનકસિંહ -1994-2000

 • મહેતા લલિત -1999-2005

 • પ્રવીણ નાયક -2010-2011

 • દિલીપ પંડ્યા -2011-2017

 • ભરતસિંહ પરમાર-2008-2014

 • એ કે પટેલ -2000-2006

 • આનંદી બેન પટેલ -1994-2000

 • કાનજીભાઈ પટેલ -2006-2012

 • કેશુભાઈ પટેલ -2002-2008

 • સુરેન્દ્ર પટેલ -2005-2011

 • વિજય રૂપાણી 2006-2012

 • અમિત શાહ -2017-2019

 • શારદા સવિતા -1999-2005

 • ચીમનભાઈ શુક્લ-1993-1999

 • નટુજી ઠાકોર-2008-2014

 • શંકર વેગડ-2012-2018

 • શંકરસિંહ વાઘેલા 1984-1990


ગુજરાત ભાજપીઓ દ્વારા માત્ર ગણતરીના સાંસદ સભ્યોને રાજ્યસભામાં બીજી અથવા ત્રીજી ટર્મ આપી છે.જેમાં વાત કરવામાં આવેતો અરુણ જેટલી,પુષોત્તમ રૂપાલા,મનસુખ માંડવયા,સ્મુતિ ઈરાની,અનંત દવે અને ગોપાલસિંહ સોલંકી ને રાજ્ય સભામાં મોકલવામાં આવ્યા હતા...

ભાજપમાં રાજ્ય સભામાં અત્યાર સુધી મોટા નેતાઓને કરાયા રિપીટ :-

 • અરુણ જેટલી -2000-2006 અને 2006-2012 અને 2012-2018

 • પુષોત્તમ રૂપાલા-2008-2014 અને 2016-2018 અને 2018-2024

 • મનસુખ માંડવયા -2012-2018 અને 2018-2024

 • સ્મુતિ ઝુબીન ઈરાની-2011-2017 અને 2017-2019

 • અંનત દવે- 1990-1996 અને 1996-2002

 • ગોપાલસિંહ સોલંકી  1990-96 અને 96-02


ચાલુ સાંસદ સભ્યો:-

 • જુગલ ઠાકોર ભાજપ

 • એસ.પી. જયશંકર ભાજપ

 • મનસુખ માંડવીયા ભાજપ

 • પરસોત્તમ રૂપાલા ભાજપ

 • ટર્મ પુરી થનાર સાંસદ સભ્યો:-

 • ટુંડિયા મહંત શંભુપ્રસાદજી ભાજપ

 • વડોદિયા લાલસિંહ ભાજપ

 • ગોહેલ ચુનીભાઇ ભાજપ


આ વીડિયો પણ જુઓ :
First published: February 27, 2020, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading