Home /News /north-gujarat /

શું તમે ભારતની એકમાત્ર શિક્ષકો માટેની શૈક્ષણિક સંસ્થા IITEથી પરિચિત છો?

શું તમે ભારતની એકમાત્ર શિક્ષકો માટેની શૈક્ષણિક સંસ્થા IITEથી પરિચિત છો?

ફાઇલ તસવીર.

પીએમ નરેન્દ્ર મોદી કેટલા વિઝનરી હતા અને છે એનો અંદાજ એ રીતે આવે કે તાજેતર અરવિંદ કેજરીવાલે ભારતની જે પહેલી શિક્ષક યુનિવર્સિટી સ્થાપવાની વાત કરી છે તેની સ્થાપના ગુજરાતમાં આજથી 10 વર્ષ પહેલા થઈ ચૂકી છે.

ગાંધીનગર: જો તમે પણ એક સારા શિક્ષક બનવા માગંતા હોવ તો જાણી લો કે ભારતની એકમાત્ર શિક્ષકો માટેની શૈક્ષણિક સંસ્થા IITE તમારા માટે ઉપયોગી છે. તાજેતરમાં જ દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને માહીતી આપી હતી કે તેઓ ભારતની પહેલી શિક્ષક યુનિવર્સિટીની સ્થાપના કરશે. તેમના આવા ટ્વીટ બાદ કેટલાય ગુજરાતીઓએ ટ્વીટ કર્યું હતું કે, શિક્ષક યુનિવર્સિટીઓ વિવિધ રાજ્યોમાં ઊભી થાય તે સારી વાત છે પરંતુ તેને ભારતની પહેલી શિક્ષક યુનિવર્સિટી કહેવી ઉચિત નથી. કારણ કે એશિયાની સૌપ્રથમ શિક્ષક યુનિવર્સિટી ગુજરાતમાં આજથી 10 વર્ષ પહેલા બની ચૂકી છે. જેનો પાયો વર્તમાન પીએમ અને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ નાંખ્યો હતો. આજે આ યુનિવર્સિટી ફેલાઇને વટ વૃક્ષ બની ચૂકી છે. પીએમ નરેન્દ્ર મોદી કેટલા વિઝનરી હતા અને છે એનો અંદાજ એ રીતે આવે કે તાજેતર અરવિંદ કેજરીવાલે ભારતની જે પહેલી શિક્ષક યુનિવર્સિટી સ્થાપવાની વાત કરી છે તેની સ્થાપના ગુજરાતમાં આજથી 10 વર્ષ પહેલા થઈ ચૂકી છે.

IITEના વાઇસ ચાન્સેલર હર્ષદ પટેલે ન્યૂઝ 18 સાથે કરેલી વાતચીત પ્રમાણે ભવિષ્યના શ્રેષ્ઠ શિક્ષકોના ઘડતર માટે કટિબદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન પીએમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો અભિનવ વિચાર છે. જેની સ્થાપના 2010માં થઈ હતી.

તેમણે એક એવી યુનિવર્સિટીનું સ્વપ્ન જોયું હતું જેમાં વિશ્વ કક્ષાના શિક્ષકોનું ઘડતર થાય અને તેમને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી શકાય. જ્યારે વૈશ્વિક સ્તરે શિક્ષકોની ઘટ છે ત્યારે નરેન્દ્ર મોદીએ આજથી દસ વર્ષ પહેલા વિઝનરી બનીને ગાંધીનગર ખાતે આઇઆઇટીઇની સ્થાપના કરી હતી. પીએમ મોદી ઇચ્છતા હતા ભારત સમગ્ર વિશ્વમાં શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રમાં નેતૃત્વ કરે.

 આ પણ વાંચો:  આઝાદીના 75 વર્ષની ઊજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂલ કોલેજોને શું આપી સલાહ?

મોદીના વિચારનું નેતૃત્વ સુપ્રસિદ્ધ ભારતીય શિક્ષણવિદ્ અને તત્વજ્ઞાની કિરીટભાઇ જોશીએ લીધું હતું. તેમની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્વાનોની સહભાગિતા મળી હતી. જેમણે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના અભ્યાસક્રમને આકાર આપ્યો હતો. IITEમાં નીચે મુજબના વિભાગો કાર્યરત છે. જે શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓએ જાણી લેવા જરુરી છે.

1) સેન્ટર ઓફ રિસર્ચ (CoR): આ આઈ.આઈ.ટી.ઈ.ની કરોડરજ્જુ સમાન વિભાગ છે. આ સેન્ટર આઈ.આઈ.ટી.ઈ.ની રિસર્ચ કાઉન્સિલના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે. તે શિક્ષણ અને ખાસ કરીને શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રમાં કાર્ય કરતાં મહત્ત્વાકાંક્ષી યુવાનોને મદદરૂપ થાય છે. સેન્ટર ઑફ રિસર્ચ એ સાંપ્રત શિક્ષકો, વિશિષ્ટ પ્રતિભાવાળા બાળકો, માનસિક અને શારીરિક દિવ્યાંગો માટે કામ કરે છે. તે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થાને લગતી સમસ્યાઓના-નિરાકરણ જેવા વિષયોમાં સંશોધન કાર્યને ઉત્તેજન આપે છે. તે ભારતીય શિક્ષણશાસ્ત્રના સંદર્ભમાં દાર્શનિક અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સંશોધન માટે કાર્યરત છે.

2) સેન્ટર ઓફ સ્પેશિયલ એજ્યુકેશન (CSE): આ સેન્ટરની સ્થાપના ૯ એપ્રિલ ૨૦૧૯ ના રોજ થઈ હતી. જેની હેઠળ બે વિભાગ કાર્યરત છે. પ્રજ્ઞાચક્ષુઓ માટે બૌદ્ધિક અક્ષમતા માટે સેન્ટર ઓફ સ્પેશિયલ એજ્યુકેશન દ્વારા રિહેબિલિટેશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા માન્ય કાર્યક્રમો અહીંયા ચલાવવામા આવે છે. તેનો હેતુ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને શિક્ષણ પૂરું પાડનારા શિક્ષકોની તાલીમ સુનિશ્ચિત કરવાનો છે. સમાજના દરેક વર્ગને શિક્ષણ પ્રક્રિયામાં જોડી શકાય તે રીતે સર્વ સમાવેશક શિક્ષણના ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડવા માટે આ સેન્ટર કાર્યરત છે.

આ પણ વાંચો: સાબરમતી આશ્રમમાં આવીને તપ અને ત્યાગની ભાવના વધી જાય છે: પીએમ મોદી

3) સેન્ટર ઑફ એક્સટેન્શન (CoEx): સેન્ટર ઓફ એક્સટેન્શન આઈ.આઈ.ટી.ઈ.ખાતે કાર્યરત છે. તે બહુ આયામી માળખું ધરાવે છે. તેની નીચે ચાર વિભાગો કાર્ય કરે છે.

૧. અભ્યાસક્રમ વિકાસ
૨. પ્રશિક્ષણ
૩. પ્રકાશન અને શિક્ષણ
૪. શૈક્ષણિક અભ્યાસસામગ્રી

સેન્ટર ઑફ એક્સટેન્શનના માધ્યમથી સેવારત વિવિધ લોકો માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જેથી તેમને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં કૌશલ્યોનો વિકાસ કરવા તેમજ પોતાનું જ્ઞાન વધારવાની તક મળે છે.

આ પણ વાંચો: કોરોના પછી વધુ એક મહામારીનો ખતરો, Disease Xથી 7.5 કરોડ લોકોનાં મોત થવાની ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિકો 

4) કથક ભરતનાટ્યમ 'T ટૅક્વૉન્ડો રમતગમત સેન્ટર ઓફ ટ્રેનિંગ (CoT): સેન્ટર ઓફ ટ્રેનિંગ એ આઈ.આઈ.ટી.ઈ.નું એક મહત્ત્વનું કેન્દ્ર છે. આ કેન્દ્ર આઈ.આઈ.ટી.ઈ.ના વિદ્યાર્થીઓ તેમજ વ્યાપક શૈક્ષણિક સમુદાયની કૌશલ્યલક્ષી જરૂરિયાતને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોના કૌશલ્ય વિકાસ અને ક્ષમતા વિકાસને સુનિશ્ચિત કરવા સેન્ટર ઓફ ટ્રેનિંગ પ્રતિબદ્ધ છે. સેન્ટર ઓફ ટ્રેનિંગ હેઠળ સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ કાર્યરત છે. તે આઈ.આઈ.ટી.ઈ.ના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, પ્રશિક્ષકોને તાલીમ પૂરી પાડનારા લોકો માટે સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ ચલાવે છે. સેન્ટર ઉચ્ચશિક્ષણ, શાળાશિક્ષણ, શિક્ષક પ્રશિક્ષણ જેવી સમુદાયોની તાલીમલક્ષી જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપે છે. સેન્ટર ઓફ ટ્રેનિંગનું ખાસ ધ્યાન શીખનાર વ્યક્તિની જ્ઞાનાત્મક, ભાવાત્મક વિકાસ પર કેન્દ્રિત છે.

5) રાઇફલ શૂટિંગ મલખમ સેન્ટર ઓફ એજ્યુકેશન (CoE): સેન્ટર ઑફ એજ્યુકેશન આઈ.આઈ.ટી.ઈ.નું મહત્ત્વનું કેન્દ્ર છે. શાળા શિક્ષણમાં વ્યાવસાયિક રીતે સજ્જ શિક્ષકોની ખૂબ જરૂર છે, તે માટે શીખવું અને શીખવવાની પ્રક્રિયા યોગ્ય રીતે અસરકારક બનાવવી જરૂરી છે. વૈશ્વિક કક્ષાએ થયેલા વિકાસને પરિપ્રેક્ષ્યમાં રાખીને રાષ્ટ્રની જરૂરિયાતોને આધારે શિક્ષક પ્રશિક્ષણને આકાર આપવાની જરૂર છે. આઈ.આઈ.ટી.ઈ.એ સમગ્ર વિશ્વમાં અસરકારક, સક્ષમ અને ઉત્કૃષ્ટ શિક્ષકોની જરૂરિયાતને પહોંચી વળવાનો ધ્યેય ધરાવે છે. શિક્ષક તથા શિક્ષક પ્રશિક્ષક તૈયાર કરવાના લક્ષ્ય સાથે સેન્ટર ઓફ એજ્યુકેશન સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવે છે.

આમ વિવિધ લેવલે શિક્ષકોને અહીંયા વૈશ્વિક લેવલે કામ કરી શકવા માટે સક્ષમ બનાવવામા આવે છે. ગુજરાતની IITE ગુજરાત જ નહી, સમગ્ર ભારતનું ગૌરવ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: IITE, Teacher, University, અરવિંદ કેજરીવાલ, ગાંધીનગર, શિક્ષણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन