Home /News /north-gujarat /

21 ડિસેમ્બરના રોજ 800 વર્ષ બાદ બે મોટા ગ્રહો ગુરૂ અને શનિ આવશે નજીક, રાત પણ હશે સૌથી લાંબી

21 ડિસેમ્બરના રોજ 800 વર્ષ બાદ બે મોટા ગ્રહો ગુરૂ અને શનિ આવશે નજીક, રાત પણ હશે સૌથી લાંબી

પ્રતીકાત્મક તસવીર

આ સાથે આવતીકાલે 21ની રાત્રિ લાંબામાં લાંબી રાત અને ટૂંકોમાં ટૂંકો દિવસ હશે.

    સોમવારે બે ખગોળીય ઘટના ઘટવાની છે. સૂર્ય માળાના સૌથી મોટા બે ગ્રહો એકબીજાથી 65 કરોડ કિલોમીટર દુર રહીને સૂર્યની પરિક્રમા કરે છે. 21મી ડીસેમ્બરના રોજ એટલે આવતી કાલે આ બંને ગ્રહો પૃથ્વી સાથે એકજ સમતલમાં હોવાથી ગુરૂનો ગ્રહ શનિના ગ્રહનું અધિક્રમણ કરશે. આ સમયે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર 0.1 ડીગ્રી હશે. 794 વર્ષ પછી સૌરમંડળના બે ગ્રહો શનિ અને ગુરૂ એકબીજાની નજીક એ રીતે આવશે કે પૃથ્વીવાસીઓ સરળતાથી નિહાળી શકશે. આ સાથે આવતીકાલે 21ની રાત્રિ લાંબામાં લાંબી રાત અને ટૂંકોમાં ટૂંકો દિવસ હશે.

    21મી ડિસેમ્બરે ગ્રેટ કન્જક્શન

    સૌથી મોટા ગ્રહ ગુરૂ 11.86 વર્ષે અને શનિ 29.5 વર્ષે સૂર્યની પરિક્રમા કરે છે. જેથી ગણિત પ્રમાણે, તેઓ 19.6 વર્ષ પછી બન્ને એકબીજાની નજીક આવે છે જેને કન્જક્શન (ભેગા થવા- યુતિ) કહે છે. પરંતુ આવતીકાલે એટલે 21મી ડિસેમ્બરે ગ્રેટ કન્જક્શન છે. એટલે કે, ત્યારે આ બન્ને ગ્રહો વચ્ચે પૃથ્વી પરથી જોતા કૂલ 360 ડિગ્રીમાં માત્ર 0.1 ડિગ્રીનું જ અંતર હશે. જાણકારોના મતે આ પહેલા વર્ષ 1623માં આ ગ્રહો સૌથી નજીક આવ્યા હતા.

    નલિયા 3.8 ડિગ્રી સાથે રહ્યું ઠંડુંગાર, રાજ્યનાં આ વિસ્તારોમાં બે દિવસ પડશે હાડ થીજવતી ઠંડી

    રવિવારે કઇ રાશિના જાતકોનો દિવસ વિતશે આરામમાં અને કોનો કામમાં, જાણો આપનું આજનું રાશિ ભવિષ્ય

    હવે આ ઘટના 2040માં થશે

    હવે પછી આ ખગોળીય ઘટના ઓકટોબર 2040માં બનશે. ત્યારે આ બંને ગ્રહો આટલા નજદીક નહી હોય 800 વર્ષ બાદ આ બંને ગ્રહો આટલા નજદીક આવશે. આ ઘટના 21 ડીસેમ્બરે સૂર્યાસ્ત બાદ માત્ર 1 કલાક સુધી દક્ષિણ-પશ્ચિમ દિશામાં નિહાળી શકાશે. પૃથ્વી પરથી જોતા ગુરૂનો ગ્રહ પહેલા અને પછી શનિનો ગ્રહ આવેલ હોવાથી ગુરૂનો ગ્રહ શનિના ગ્રહનું ગ્રહણ કરશે. નરી આંખે ગુરૂનો ગ્રહ વધુ તેજસ્વી હોવાથી માત્ર ગુરૂનો ગ્રહ જ દેખાશે. જયારે ટેલીસ્કોપથી આ ઘટના વધુ સારી રીતે જોઇ શકાશે. અત્યારે પણ પશ્ચિમ દિશામાં સૂર્યાસ્ત પછી આ બન્ને ગ્રહો નજીક જોવા મળી રહ્યા છે અને સોમવારે તે મહત્તમ નજીક આવશે.



    21 ડિસેમ્બરની રાત સૌથી લાંબી

    આ સાથે, તારીખ 21 ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ રહેશે. અમદાવાદમાં આ રાત 13 કલાક 17 મિનિટની રહેશે. આવતીકાલની રાત સૌથી લાંબી રાત્રિ રહેશે. પૃથ્વીના ધરીભ્રમણના પગલે દિવસ લાંબો થતો જશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Astrology, Jupiter, Saturn, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन