ડૉ. ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવીને બીજેપી હાઇ કમાન્ડે એક તીરે અનેક કામ પાર પાડ્યાં!


Updated: September 28, 2020, 11:20 AM IST
ડૉ. ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવીને બીજેપી હાઇ કમાન્ડે એક તીરે અનેક કામ પાર પાડ્યાં!
ભારતીબેન શિયાળ. (ફાઇલ તસવીર)

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી એકમાત્ર ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળતાં અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

  • Share this:
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (BJP President J P Nadda)એ રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ગુજરાતના ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ (Bhavnagar MP Bhartiben Shiyal)ને સ્થાન આપ્યું છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી એકમાત્ર ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળતાં અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

વર્તમાન સમયમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં સૌરાષ્ટ્રમાંથી બે પાટીદાર નેતાઓને મોદી સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાલ મોદી સરકારમાં મંત્રી તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે. ત્યારે સૂત્રોનું કહેવું છે કે સૌરાષ્ટ્રના કોળી સમાજને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળે તે માટે ભાવનગરના સંસદ સભ્ય ભારતીબેન શિયાળને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આકાશમાં હતા રતન ટાટા, બંધ થઈ ગયું હતું વિમાન, આ રીતે ટાટાએ બચાવ્યો હતો બધાનો જીવ

આ પહેલા સામાન્ય રીતે પરંપરા આવી રહી હતી કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સ્થાન મળે છે. પરંતુ ભાવનગરમાંથી ઓબીસી સમાજના પ્રતિનિધિત્વની એક મહિલાને જવાબદારી સોંપવામાં આવતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું વિજય રૂપાણી સરકારમાં મંત્રી પદ નક્કી થઈ ગયું હોવાનું હોવાનું પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે.

જીતુ વાઘાણી (ફાઈલ ફોટો)


જો, જીતુ વાઘાણીને વિજય રૂપાણી સરકારમાં મંત્રી પદ ન આપવાનું હોત તો તેમનું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવાનું નિશ્ચિત હતું. હવે જ્યારે ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ત્યારે પાર્ટી હાઈ કમાન્ડે તેમની નિમણૂક કરતા એક તીરે અનેક શિકાર કર્યાં છે. જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું મંત્રી પદ નક્કી થઈ ગયું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય કક્ષાએ મહિલા તેમજ ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ આપી દીધું છે.આ પણ વાંચો: રાજકોટ: ફેંફસા, કિડની અને હાર્ટ સહિત બીમારીથી પીડિત 68 વર્ષીય ખેડૂતે 22 દિવસમાં કોરોનાને મ્હાત આપી

સાથે જ વર્તમાન સમયમાં વિજય રૂપાણી સરકારમાં એક માત્ર મહિલા મંત્રી તરીકે કામગીરી કરતા વિભાવરીબેન દવેને હવે પછી થનારા મંત્રીમંડળના વિસ્તરણમાં પડતા મૂકી કોઈ અન્ય મહિલાને મંત્રીમંડળમાં સ્થાન મળે તે પ્રકારની હિલચાલ પણ ચાલી રહી છે. એટલે કે જીતુ વાઘાણીને વિજય રૂપાણી સરકારમાં એન્ટ્રી મળતા વિભાવરીબેન દવેનું પત્તું કપાશે. બીજી તરફ ભાવનગરમાંથી ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવી સંતુલન જાળવવાનો પ્રયાસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.

ભારતીબેન શિયાળની વાત કરવામાં આવે તો વર્ષ 2012માં તળાજા વિધાનસભાથી તેઓ ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2014 અને 2019 ભાવનગર લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે તેમને ચૂંટવામાં આવ્યા છે. ગુજરાતના કોળી સમાજના મહિલા નેતા તરીકે ભારતીબેન શિયાળ હવે રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કદ વધારી રહેલા છે. વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર એવા ભારતીબેન શિયાળ સ્વચ્છ છબી ધરાવતા હોવાથી પાર્ટી હાઈકમાન્ડે તેમનું કદ વધાર્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: September 28, 2020, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading