ગુજરાતમાં IPS અધિકારીઓની બદલી અને બઢતીને લઈ ફરી બજાર ગરમ, જાણો કોની છે ચર્ચા


Updated: July 14, 2020, 2:20 PM IST
ગુજરાતમાં IPS અધિકારીઓની બદલી અને બઢતીને લઈ ફરી બજાર ગરમ, જાણો કોની છે ચર્ચા
ફાઇલ તસવીર

બીજા રાજયોમાં અનેક અધિકારીઓને બઢતી આપી દેવામાં આવી છે ત્યારે ગુજરાતમાં 14થી વધુ અધિકારીઓ DIG બનવાની રાહ જોઈ રહ્યાં છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં લૉકડાઉન પેહલા IPS અધિકારીઓની બદલી અને બઢતીને લઈ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ કોરોનાને કારણે બધુ અટકી ગયુ છે.ગુજરાતમાં ફરી IPS અધિકારીઓની બઢતી અને બદલીને લઈ ચર્ચાએ જોર પકડયું છે અને અન્ય અધિકારીઓ પણ રાહ જોઈ રહ્યાં છે કે, ક્યારે બદલી આવે અને કયા અધિકારીઓને ક્યાં મૂકવામાં આવે છે. મહત્વ ની વાત તો એ છે કે, 2006ની બેચના IPS અધિકારીઓની બઢતી કયારે આવે તેની રાહ જોવામાં આવી રહી છે. બીજા રાજયોમાં અનેક અધિકારીઓને બઢતી આપી દેવામાં આવી છે ત્યારે ગુજરાતમાં 14થી વધુ અધિકારીઓ DIG બનવાની રાહ જોઈ રહ્યાં છે.

સૌથી મહત્વની વાત એ છે કે, રાજયના DGP શિવાનંદ ઝા આ મહિને નિવૃત થઈ રહ્યાં છે અને તેમને ફરી એક્સટેન્શન આપે તેવી શકયતા ઓછી લાગી રહી છે. ત્યારે  IPS  આશિષ ભાટિયાને dgp તરીકે મૂકવામાં આવે તે શકયતા પ્રબળ બની છે. કારણ કે તેમનાથી 2 IPS સિનિયર છે પરંતુ બંને દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યાં છે.સાથો સાથ લોકોમાં અમદાવાદ પોલીસ કમિશનર કોણ બને તે પણ ચર્ચા છે ત્યારે આ રેસમાં 3 IPS અધિકારી પ્રબળ દાવેદાર લાગી રહ્યાં છે.  જેમાં સંજય શ્રીવાસ્તવ, કેશવ કુમાર અને અજય તોમરની ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો - પોલીસ ભૂલ્યા માનવતા! માસ્ક માટે સગર્ભાની ગાડી રોકી, નવજાતનું મોત થતા પરિવારે અંબાજી પોલીસ સ્ટેશને કર્યો વિરોધ

સૌથી મહત્વ ની વાત છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCPતરીકે કોણ આવે છે એ પણ ચર્ચાનો વિષય છે. જેમાં સાઉથ ગુજરાતમાંથી કોઈ અધિકારી  DCP તરીકે આવે એ વાત હાલ પોલીસ બેડામાં છે. ક્રાઈમ બ્રાન્ચની સાથો સાથ અમદાવાદ ગ્રામ્ય એસપી અને અમદાવાદ રેન્જમાં કોણ આવશે તે પણ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય છે.

આ પણ જુઓ - 
જેમાં રેન્જ માટે 2 IPS અધિકારીઓનું નામ આગળ છે અને બંને ત્યાં આવવા જોર લગાવી રહ્યાં છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં બદલીઓ આવી જશે એવા એંધાણ મળી રહ્યાં છે.

આ પણ વાંચો - અમદાવાદ : પોલીસની રાયફલ સાથે ફોટો પડાવનાર બુટલેગર સામે વધુ એક ફરિયાદ, આપી જાનથી મારી નાખવાની ધમકી
Published by: Kaushal Pancholi
First published: July 14, 2020, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading