ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ગુજરાત શાખાના ચેરમેન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે સન્માનિત

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ગુજરાત શાખાના ચેરમેન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે સન્માનિત
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાને 50 લાખ રૂપિયાની ઇનામ જાહેર

ગુજરાત શાખાને સમગ્ર ભારતમા શ્રેષ્ઠ શાખા તરીકે જાહેર કરાઇ,50 લાખનું ઇનામ જાહેર

  • Share this:
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા તેની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ બદલ દેશની શ્રેષ્ઠ શાખા જાહેર થઇ છે. તેમજ રાજ્ય શાખાના ચેરમેન ડો . ભાવેશભાઇ આચાર્યને રાષ્ટ્રકક્ષાએ શ્રેષ્ઠ કાર્યકર તરીકે ગોલ્ડ મેડલ જાહેર થયો છે અને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય શાખાને રૂ . 50 લાખનું માતબર ઇનામ પણ જાહેર થયું છે. દેશમાં રેડક્રોસની 1100 શાખા છે. વર્ષ 1920માં પાર્લામેન્ટ એક્ટ દ્વારા દેશમાં સંસ્થા સ્થપાઇ છે, જેના પ્રમુખ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને ચેરમેન તરીકે કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન છે. દેશના 36 રાજ્યમાં રેડક્રોસની રાજ્ય શાખાઓ છે, દેશની 36 રાજ્ય શાખામાંથી 2019-20 દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર શાખાને રૂ 50 લાખ ઇનામ સાથે સન્માન જાહેર કરવામાં આવ્યું છે.

તીવ્ર સ્પર્ધા દરમ્યાન ડો. ભાવેશ આચાર્યના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય શાખા પ્રથમ નંબરે આવી છે. વર્ષ દરમ્યાન ગુજરાત રાજ્ય શાખાએ અનેક માનવતાવાદી પ્રવૃત્તિઓ કરી છે જેમાં ડિઝાસ્ટર પ્રિપેરનેસ એન્ડ રીસ્પોન્સ ટ્રેનિંગ , થેલેસેમિયા અને સિક્લશેલ પ્રિવેન્શન પ્રોગ્રામ, પેથોલોજી લેબોરેટરી , વોલન્ટરી બ્લડ ડોનેશન પ્રોગ્રામ,16 બ્લડબેંક તથા આઠ બ્લડબેંક નવી પૂર્ણતાના આરે, સિનિયર સિટીઝન હોમ વાત્સલ્ય ' , આર્ટિફિશીયલ લીંબા સેન્ટર , ફિઝિયોથેરાપી અને સેરેબ્રલ પાલ્સી સેન્ટર , ટીબી, કંટ્રોલ પ્રોજેક્ટ વિગેરેનો સમાવેશ થાય છે.રાષ્ટ્રપતિના હસ્તે આગામી સમયમાં સન્માન મેળવનાર ડો . આચાર્યના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય શાખાને ચાર શ્રેષ્ઠ સન્માન મળ્યા છે જેમાં અમદાવાદ રેડક્રોસ બ્લડબેંકને દેશની શ્રેષ્ઠ બ્લડબેંક તરીકે પ્રથમ નંબર અને 50 લાખ રૂપિયા ઇનામ તરીકે 2018-19માં ગુજરાતની 16 બ્લડબેંક દ્વારા દેશમાં સૌથી વધારે 160000 યુનિટ બ્લડ કલેક્ટર કરવા માટે પ્રથમ નંબર જે માટે રેડક્રોસની સમગ્ર ટીમે સુંદર કામગીરી કરી હતી .

આ પણ વાંચો :  રાજ્યમાં 2 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી, આ વિસ્તારમાં વરસી શકે છે મેઘરાજા

ઉલ્લખનીય છે કે ડો. ભાવેશ આચાર્યના પત્ની ડો.નીમા બેન આચાર્ય કચ્છની અંજાર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પણ છે. આમ રાજકીય અને સામાજીક ક્ષેત્રે અગ્રેસર આ બેલડી એ પ્રજા કલ્યાણના કાર્યો થકી કચ્છી માંડુઓનું નામ રોશન કર્યું છે.
Published by:Jay Mishra
First published:October 20, 2020, 22:27 pm

ટૉપ ન્યૂઝ