ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખા દેશમાં પ્રથમ, ચેરમેન ડૉ.આચાર્યનું નીતિન પટેલના હસ્તે સન્માન

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખા દેશમાં પ્રથમ, ચેરમેન ડૉ.આચાર્યનું નીતિન પટેલના હસ્તે સન્માન
ડૉ. ભાવેશ આચાર્યનું સન્માન કરતા નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા શ્રેષ્ઠ કાર્યશૈલીને કારણે દેશમાં પ્રથમ અને અમદાવાદ જિલ્લા શાખા રક્ત એકત્રીકરણ બાબતે દેશમાં પ્રથમ ક્રમાંકે આવી છે.

  • Share this:
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા શ્રેષ્ઠ કાર્યશૈલીને કારણે દેશમાં પ્રથમ અને અમદાવાદ જિલ્લા શાખા રક્ત એકત્રીકરણ બાબતે દેશમાં પ્રથમ ક્રમાંકે આવી છે. ગુજરાત શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્યને વર્ષ 2016-17 માટે સુવર્ણચંદ્રક એનાયત થયો છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઇએ પારિતોષિક વિજેતાઓને અમદાવાદ ખાતે સન્માનતા કહ્યું હતું કે માનવજીવન બચાવવા માટે અમૂલ્ય સેવાનું કામ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાતના લોકોએ કર્યું છે તેને બિરદાવવાનો આજે આ પ્રસંગ છે. રાજ્યના આરોગ્ય મંત્રી અને રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ તરીકે મારો આનંદ બેવડાયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું નિતીનભાઇએ કહ્યું હતુ કે, લોકોના મનમાં રેડક્રોસ માટે બ્લડ કલેક્શન અને બ્લડ ડિસ્ટ્રીબ્યુશનનું કરતી સંસ્થા એવી સીમિત છબી છે. રેડક્રોસ બ્લડ બેન્ક માત્ર નથી. રેડક્રોસ સમાજ સેવાની અન્ય કામગીરી
પણ કરી રહ્યું છે. જે સરાહનીય છે.આ પ્રસંગે તેમણે રેડક્રોસ સોસાયટી દ્વારા રુધિર સંલગ્ન રોગો વિશે સંશોધન થાય તથા થેલેસેમિયા- સિકલસેલ એનિમિયાના નિદાન અને સારવાર માટેની કામગીરી વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેની ભારતમાં સ્થાપનાની 100મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે આ સમારોહ દરમ્યાન રેડક્રોસ ગુજરાત શાખાને મળેલી ઉપલબ્ધીઓ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી દ્વારા પાઠવાયેલા શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ગુજરાત શાખાના ચેરમેન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે સન્માનિત

નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે રેડક્રોસ ભવન અમદાવાદ પરિસરમાં આવેલા ‘વાત્સલ્ય ધામ’ વૃદ્ધાશ્રમ, ફિઝિયોથેરાપી વિભાગ, પેથોલોજી-હિમેટોલોજી વિભાગ અને રેડિયોલોજી વિભાગની મુલાકાત લીધી હતી.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-ગુજરાત શાખાના સન્માન સમારોહ પ્રસંગે સંબોધન કરતા નિતીનભાઇએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય રક્તદાનમાં દેશભરમાં પ્રથમ છે. ઉપરાંત અંગદાન અને અંગ-પ્રત્યારોપણમાં પણ ગુજરાત મોખરે છે. કિડની ઈન્સ્ટીટયૂટમાં ભારતના સર્વાધિક કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થાય છે. હાલમાં જ અમદાવાદમાં બાળહ્રદયરોગની હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થયું. જેથી રાજ્યમાં હવે નાના બાળકથી લઈને વયોવૃદ્ધ માટે હૃદય પ્રત્યારોપણની સુવિધા અને તેનું આંતરમાળખું સુદ્રઢ બનશે.

આ પણ વાંચો :  BIG NEWS : વોટ્સએપ દ્વારા પૈસાની લેવડ દેવડ કરી શકાશે, Whatsapp payને UPI સેવાની મંજૂરી મળી

તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાકાળમાં ફેફસાના સંક્રમણ અને અન્ય જટિલતાઓ સામે આવતા ઘણા કિસ્સામાં ફેફસાના પ્રત્યાર્પણની પણ આવશ્યકતા ઉભી થઈ હતી. આવનારા દિવસોમાં ગુજરાતમાં ફેફસાના પ્રત્યાર્પણ શક્ય બને તે માટે આરોગ્ય વિભાગ માળખું વિકસાવી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:November 06, 2020, 12:32 pm

ટૉપ ન્યૂઝ