indiagives : ગુજરાતમાં કોરોનાના 35 કેસ પોઝિટિવ, મંત્રીઓ એક મહિનાનો પગાર રાહત ફંડમાં આપશે

indiagives : ગુજરાતમાં કોરોનાના 35 કેસ પોઝિટિવ, મંત્રીઓ એક મહિનાનો પગાર રાહત ફંડમાં આપશે
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય કમિશનર જયંતિ રવિએ માહિતી આપી, રાજ્યમાં આજે 95 સેમ્પલ લેવાયા તેમાંથી માત્ર 2 જ પોઝિટિવ

રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય કમિશનર જયંતિ રવિએ માહિતી આપી, રાજ્યમાં આજે 95 સેમ્પલ લેવાયા તેમાંથી માત્ર 2 જ પોઝિટિવ

  • Share this:
    ગાંધીનગર : રાતમાં કોરોના વાયરસના પોઝિટિવ (Coronavirus) કેસોની સંખ્યા 35 પર પહોંચી ગઈ છે. ગઈકાલે સાંજે 33 કેસ હતા હવે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 35 છે. સોમવારે સાંજ સુધી ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 33 હતી જેમાં રાજકોટ (Rajkot)ના બે પોઝિટિવ કેસ (Positive) કેસનો ઉમેરો થયો છે. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ (CS Gujarat) અને આરોગ્ય કમિશનર ડૉ.જયંતિ રવિ (Jayanti ravi)એ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપી હતી કે આજે રાજ્યમાંથી 95 સેમ્પલ લેવાયા જેમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે અને બાકીના તમામ કેસ નેગેટિવ છે. આમ એક પ્રકારે ગુજરાત માટે પાછલા કેટલાક દિવસોની સરખામણીએ મંગળવારે માત્ર બે જ કેસ આવ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જે લોકોને કોરોના માટે રાહત ફંડમાં દાન આપવું હોય તે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી શકશે.

    રાજ્યના તમામ મંત્રીઓ એક મહિનાનો પગાર આપશે : મુખ્ય સચિવ મુકીમે જણાવ્યું કે રાજ્ય સરકારે નક્કી કર્યુ છે કે કોરોના વાયરસ સામેની લડાઈમાં રાજ્યના તમામ મંત્રીઓ તેમનો એક મહિનાનો પગાર રિલીફ ફંડમાં આપશે જેથી આ લડતને આર્થિક બળ મળશે. જે લોકોને દાન આપવું હોય તે સરકારી કચેરીઓ સામે મુખ્યમંત્રી રીલિફ ફંડના માધ્યમથી પોતાનું યોગદાન આપી શકશે.



    આ પણ વાંચો : Covid-19 LIVE: આજે રાત્રે 12 કલાકેથી આખા દેશમાં સંપૂર્ણ લોકડાઉન : PM મોદી

    રાજ્યમાં 29 લાખ લોકોનું સરવેલન્સ કરાયું

    રાજ્યના મુખ્ય સચિવે વધુમાં ઉમેર્યુ કે રાજ્યમાં હાલમાં કોરોનાના શંકાસ્પદો, ક્વૉરન્ટી કરાયેલા લોકો અને તેમના સગા સંબંધીઓ મળી અને 29 લાખ લોકોનો સર્વેલન્સ કરવામાં આવ્યો છે. જરૂર પડ્યે સેમ્પલ લેવામાં આવ્યા છે. આગામી બે અઠવાડિયામં રાજ્યના તમામ લોકો સુધી આરોગ્ય વિભાગ પહોંચશે અને સર્વેલન્સ કરવામાં આવશે.

    આ પણ વાંચો :   Coronavirus : રાજ્યમાં લોકડાઉન અને ક્વૉરન્ટીનનો ભંગ કરનાર સામે પોલીસની લાલ આંખ, 544 કેસ નોંધાયા

    દેશમાં 21 દિવસનું લોકડાઉન

    દેશમાં કોરોના વાયરસ (Corona virus)ના વધતા પ્રકોપને રોકવા માટે કેન્દ્ર સરકાર (Modi Government) અને રાજ્ય સરકારો (State Governments)એ પોતાના પ્રયાસો વેગવંતા કરી દીધા છે. આ વાયરસના સંક્રમણ (COVID-19)ને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન (Lockdowned) કરવામાં આવ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપના સંબંધમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે શૅર કરીશ. આજે 24 માર્ચે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરીશ.
    Published by:News18 Gujarati
    First published:March 24, 2020, 20:18 pm

    ટૉપ ન્યૂઝ