દેશમાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવામાં ગુજરાત સાતમા ક્રમે, મહારાષ્ટ્ર મોખરે

News18 Gujarati
Updated: October 6, 2020, 11:18 AM IST
દેશમાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવામાં ગુજરાત સાતમા ક્રમે, મહારાષ્ટ્ર મોખરે
પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2019માં દેશમાં ભ્રષ્ટાચારની ફરિયાદો નોધાઇ હોય તેવા રાજ્યમાં ગુજરાતનો સાતમો નંબર છે.

  • Share this:
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એન્ટિ કરપ્શન બ્યૂરો સમક્ષ 588 ફરિયાદો નોંધાઇ છે. વર્ષ 2019માં દેશમાં ભ્રષ્ટાચારની ફરિયાદો નોધાઇ હોય તેવા રાજ્યમાં ગુજરાતનો સાતમો નંબર છે.

ગુજરાતમાં એન્ટિ કરપ્શન બ્યૂરો સમક્ષ વર્ષ 2019માં છટકું ગોઠવીને પકડવાની 196, અપ્રમાણસર સંપત્તિની 18, ગુનાઇત કામગીરીના 6 જ્યારે અન્ય 35 સહિત કુલ 255 ફરિયાદ નોંધાઇ હતી. રાજ્યમાં વર્ષ 2018માં 333 ફરિયાદ નોંધાઇ હતી જ્યારે વર્ષ 2019માં આ સંખ્યા ઓછી થઇને 255 થઇ છે.

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસમાં દોષિત થવાનું પ્રમાણ 33.90 ટકા

જ્યારે અપ્રમાણસર સંપત્તિનાં કેસમાં 2018 કરતા 2019માં વધારો થયો છે. આસાથે વર્ષ 2019ના અંતે 645 કેસ તપાસ માટે બાકી છે. દેશમાં પેન્ડિંગ કેસ સતત વધી રહ્યાં છે. વર્ષ 2019માં અંત સુધીમાં દેશમાં કુલ 10,839 કેસ તપાસ માટે પેન્ડિંગ હતા. ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસમાં દોષિત થવાનું પ્રમાણ 33.90 ટકા છે.

મિઝોરમ અને નાગાલેન્ડમાં ભ્રષ્ટાચારની એકપણ ફરિયાદ નથી

દેશમાં વર્ષ 2019માં કુલ ફરિયાદનીની સંખ્યા 4243 છે. જ્યારે દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઇ છે તેમા પહેલો નંબર મહારાષ્ટ્રનો આવે છે. જ્યાં 891 ફરિયાદ નોંધાઇ છે. જે બાદ રાજસ્થાનમાં 424 ફરિયાદ સાથે બીજા અને તમિલનાડુમાં 418 ફરિયાદો સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે મિઝોરમ અને નાગાલેન્ડમાં ભ્રષ્ટાચારની એકપણ ફરિયાદ નથી.આ પણ જુઓ - 

આ સાથે મણીપુર- મેઘાલય ત્રિપુરામાં આ પ્રમાણ 0.10 ટકા, ગોવામાં આ પ્રમાણ 0.20 ટકા જ્યારે અરૂણાચલ પ્રદેશમાં 0.30 ટકા છે.
Published by: Kaushal Pancholi
First published: October 6, 2020, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading