ગાંધીનગર : ધોળે દિવસે તલવાર-ચાકૂની અણીએ ચેનલના વ્યવસાયીનું અપહરણ, CCTVમાં ઘટના કેદ

News18 Gujarati
Updated: March 4, 2020, 1:13 PM IST
ગાંધીનગર : ધોળે દિવસે તલવાર-ચાકૂની અણીએ ચેનલના વ્યવસાયીનું અપહરણ, CCTVમાં ઘટના કેદ
અપહરણના CCTV ફૂટેજમાં કેટલાક શખ્શો ધર્મેન્દ્રસિંહને ચાકૂ અને તલવારની અણીએ ઝાલી ગાડીમાં બેસાડી રહ્યા છે.

રાજ્યના પાટનગરમાં લુખ્ખાઓ બેફામ! સેક્ટર 25માં બનેલી ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો સર્જાયા

  • Share this:
ગાંધીનગર : રાજ્યના પાટનગરમાં (Gandhinagar) ધોળે દિવસે અપહરણ (Kidnapping)ની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર 25માં (Secto-25)માં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કેટલાક લોકોએ બ્લુ કલરની કારમાં આવી અને એક યુવકને ચાકૂની અણીએ જબરદસ્તી અપહરણ કરી કારમાં બેસાડી દીધો હોવાના વીડિયોથી (video)થી પાટનગરની કાયદો અને વ્યવસ્થા (Law and Order) પર ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ધર્મેન્દ્રસિંહ રાઓલ (Dharmendrasinh Raol) નામના ચેનલના વ્યવસાયીનું અપહરણ (Kidnapping) થયું છે.

બનાવની વિગત એવી છે કે ચેનલના વ્યવસાયી ધર્મેન્દ્રસિંહ રાઓલનું ગાંધીનગરના સેક્ટર25માંથી અપહરણ થયું છે. તેઓ એક કેસમાં આરોપી તરીકે ફસાયા હતા. અંગત અદાવતના કારણે આ અપહરણ થયું હોવાની ઘટના છે. જોકે, પાટનગરમાં ધોળે દિવસે ચાકૂની અણીએ ગંભીર ગુનો બનતા હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો :  ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો, હવામાન વિભાગની વરસાદની આગાહી

ધર્મેન્દ્રસિંહ ચેનલના વ્યવસાયી છે અને મૂળ ગાંધીનગરના વતની છે. પ્રાપ્ત અહેવાલો મુજબ જ્યારે તેઓ બાળકોને શાળાએ મૂકી પરત આવી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ થયું હતું. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આ મામલે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.


આ પણ વાંચો :   અમદાવાદનો ગજબ કિસ્સો : કૂતરો અને કૂતરી મસ્તી કરવા લાગતા પાડોશી બાખડ્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

આ મામલે ગાંધીનગરના Dysp MK રાણાએ જણાવ્યું હતું કે 'સવારે સેક્ટર 25માંથી ધર્મેન્દ્રસિંહ રાઓલ નામના વ્યક્તિનું અપહરણ થયું છે. ગાડીના નંબર પણ પોલીસને પ્રાપ્ત થયા છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.' 
First published: March 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading