ગુજરાત : આ નંબર પર Call કરવાથી નિરાધાર વૃદ્ધોને મળશે મફતમાં ભોજન, સરકારે કરી વ્યવસ્થા


Updated: March 26, 2020, 6:51 PM IST
ગુજરાત : આ નંબર પર Call કરવાથી નિરાધાર વૃદ્ધોને  મળશે મફતમાં ભોજન, સરકારે કરી વ્યવસ્થા
પ્રતિકાત્મક તસવીર

રોજ કમાઇને રોજ ખાનારા શ્રમજીવીઓની તેમજ બીજા પર આશ્રિત રહેતા નિરાધાર નિસહાય વૃધ્ધોની, આજ લોકોની વહારે હવે રાજ્ય સરકાર આવી છે.

  • Share this:
કોરોના(coronavirus)ની મહામારી દરમ્યાન લોક ડાઉનની સ્થિતિમાં સોથી વધારે કફોડી સ્થિતિ થઇ હોય તો રોજ કમાઇને રોજ ખાનારા શ્રમજીવીઓની તેમજ બીજા પર આશ્રિત રહેતા નિરાધાર નિસહાય વૃધ્ધોની, આજ લોકોની વહારે હવે રાજ્ય સરકાર આવી છે.

ગુજરાત સરકારે (Gujarat Goverment) વિવિધ ઉદ્યોગો, કંપનીઓ અને બિલ્ડરોને વિનંતી કરી છે કે તેઓને ત્યા કામ કરી રહેલા શ્રમજીવીઓની રહેવા ખાવા પીવાની જવાબદારી તેઓ ઉઠાવે - અને શ્રમજીવીઓને પણ મિડીયાના માધ્યમ થ જણાવ્યુ છે કે તેઓ જયાં છે ત્યાંજ રહે તેમના ખાવા પીવાની ચિંતા રાજ્ય સરકાર કરશે.

આ સાથે મહાનગરોમાં એકલા રહેતા-નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓના ભોજનની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે. હવે આવા નિરાધાર વૃધ્ધોને ને વિનામૂલ્યે ભોજન સ્વૈચ્છિક સેવા સંગઠનોના સહયોગથી સ્થાનિક સત્તા તંત્ર ઘેર બેઠા પૂરુ પાડશે.

આ પણ વાંચોજાણવા જેવું! 54 વર્ષ પહેલા આ મહિલાએ હેન્ડ સેનિટાઈઝરની શોધ કરી, આજે કોરોનાથી બચાવી રહ્યું છે

સીએમ વિજયભાઇ રૂપાણી(CM Vijay Rupani)એ નિર્ણય કર્યો છે કે, રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યક્તિઓ ને પ્રવર્તમાન લોકડાઉન(Lock Down)ની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવે.

આ પણ વાંચો - અમદાવાદના કેટરર્સની સરાહનીય કામગીરી, જરુરિયાતમંદો માટે રોજ 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાય છે આ હેતુસર સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે.

અમદાવાદ-મહાનગરમાં પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩,

સુરત- આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦,

વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨

રાજકોટ- ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪,

જામનગર- એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭,

ભાવનગર- ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫

ગાંધીનગર– અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯

અને જુનાગઢ- હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.

સીએમ વિજયભાઇ રૂપાણીએ આ વૃદ્ધ નિ:સહાય વડિલોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઘરે બેઠા મળી રહે તે માટે પણ આ અધિકારીઓને સંકલન સાધવા સૂચનાઓ આપી છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर