ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 391 કેસ સાથે કુલ 11380 કેસ, અમદાવાદમાં વધુ 276 કેસ નોંધાય

News18 Gujarati
Updated: May 17, 2020, 11:24 PM IST
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 391 કેસ સાથે કુલ 11380 કેસ, અમદાવાદમાં વધુ 276 કેસ નોંધાય
વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાના, ચંદીગઢ. તમિલનાડુ અને બિહારમાં ગત બે સપ્તાહમાં જે રીતે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તે મુજબ લોકડાઉનમાં અહીં પ્રતિબંધ ચાલુ રાખવાની જરૂર છે. WHO સલાહ આપી છે કે જે રાજ્યોમાં 5 ટકાથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ છે તેમના પર લોકડાઉનનું સખત પણે પાલન કરાવવું જોઇએ.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 391 કેસો નોંધાતા રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 11,380એ પહોંચ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુંઆંક 659 થયો છે.

  • Share this:
ગાંધીનગરઃ કોરોના વાયરસે (coronavirus) ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશને હચમાચાવી દીધો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે લોકડાઉનનો (lockdown) ચોથો તબક્કો પણ અમલમાં મૂક્યો છે. ગુજરાતમાં કોરોના દિવસેને દિવસે વધારે ફેલાતો જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 391 કેસો નોંધાતા રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 11,380એ પહોંચ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુંઆંક 659 થયો છે. અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 276 પોઝિટિવ કેસ સાથે કુલ 8420 દર્દીઓ થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય એગ્ર સવિચ જ્યંતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 391 કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દીના કોરોનાથી અને 20ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. 391 નવા કેસમાં અમદાવાદમાં 276, સુરતમાં 45, વડોદરામાં 21, કચ્છમાં 14, ખેડામાં 6, સાબરકાંઠામાં 6, ગાંધીનગરમાં 5, પાટણમાં 4, પંચમહાલમાં 2, ગીર સોમનાથમાં 2, દાહોદમાં 2, ભાવનગર, આણંદ,અરવલ્લી, જામનગર, વલસાડ, જુનાગઢ, પોરબંદર, અમરેલીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. કુલ 11,380 દર્દીમાંથી 6,148ની હાલત સ્થિર છે અને 38 વેન્ટીલેટર પર છે. તેમજ 659ના મૃત્યુ થયા છે અને 4,999 સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યનો રિકવરી રેટ 39.53 ટકા થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 143,600 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 11,380ના રિપોર્ટ પોઝિટિવ અને 1,32,220ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ગુજરાતના લોકડાઉન અંગે મંગળવારે નવા નિયમો જાહેર કરાશે

આવતીકાલ સવારથી દેશભરમાં લોકડાઉ 4.0 શરૂ થશે. આ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડીને 31 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. આ અંગે નિર્ણય કરવા આજે સાંજે 5 વાગ્યાથી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હાઈ લેવલ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિર્ણય થઈ શકાયો નથી. હવે આવતીકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે.

આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. તેમજ રાજ્યમાં કર્ફ્યુંનો કડક અમલ કરાશે. નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ 19મેથી કરવામાં આવશે.મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં રૂ.200નો દંડ ફટકારવામાં આવશે. બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આવશે.
First published: May 17, 2020, 11:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading