Home /News /north-gujarat /

Bank Strike: બેંકમાં જશો તો ધક્કો પડશે, જાણો કેટલા દિવસની છે રાષ્ટ્રવ્યાપી હડતાળ

Bank Strike: બેંકમાં જશો તો ધક્કો પડશે, જાણો કેટલા દિવસની છે રાષ્ટ્રવ્યાપી હડતાળ

8 જેટલી જુદી જુદી માગો સાથે કર્મચારીઓ કાઢશે રેલી

બેન્કો દ્રારા આજે અને આવતીકાલે હડતાળનું એલાન કરવામાં આવ્યું8 જેટલી જુદી જુદી માગો સાથે કર્મચારીઓ કાઢશે રેલીબેંકો બંધ રહેવાને કારણે 25 કરોડના ટ્રાન્જેક્શન અટવાશે

    રાજ્યમાં આજથી બે દિવસ માટે બેન્કોની (Bank) રાષ્ટ્રવ્યાપી હડતાળ (Strike) છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ એસોસિએશન દ્રારા આજે અને આવતીકાલે હડતાળનું એલાન (Announcement) કરવામાં આવ્યું છે. 11 વાગ્યાના રોજ અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, જે.પી.ચોક, ખાનપુર સુધી આ રેલી (Rally) કાઢવામાં આવશે.

    8 જેટલી જુદી જુદી માગો સાથે કર્મચારીઓ કાઢશે રેલી

    SBI, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક, યુકો બેંક, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, દેના બેંક સહિત અનેક બેંકોના કર્મચારીઓએ હડતાળને સમર્થન કર્યું છે. 8 જેટલી જુદી જુદી માગો સાથે કર્મચારીઓ (Employees) રેલી કાઢશે.

    ઉલ્લેખનીય છે કે, 26 માર્ચે ચોથો શનિવાર અને 27 માર્ચે રવિવાર હોવાના કારણે બેંકોમાં રજા છે. આ રીતે બેંકો સતત 4 દિવસ બંધ રહેશે. જેના કારણે કામમાં (Work) અડચણ આવે તે સ્વાભાવિક છે. જોકે, આ સમયગાળા દરમિયાન નેટબેંકિંગ અને એટીએમ સેવા ઉપલબ્ધ રહેશે.

    આ પણ વાંચો: રત: ત્રણ મહિનાનાં બાળકને રૂમમાં મૂકી બીજા રૂમમાં માતાએ કર્યો આપઘાત

    બેંકો બંધ રહેવાને કારણે 25 કરોડના ટ્રાન્જેક્શન અટવાશે

    આમ, જો તમે પણ આ બે દિવસોમાં બેન્કમાં જવાનું વિચારી રહ્યા છો તો હવે રહેવા દેજો. કારણકે બે દિવસ બેંકો બંધ રહેવાને કારણે તમને ધક્કો પડશે. બેંકો બંધ રહેવાને કારણે અનેક લોકોના કામો અટવાઇ ગયા છે. કામ અટવાઇ જવાથી અનેક લોકોને મુશ્કેલીઓનો (Problems) સામનો કરવો પડે છે. બેંકોનું કામ અટવાઇ જવાથી વ્યક્તિના બીજા કામ પર પણ એની મોટી અસર પડે છે. આ માટે તમે બે દિવસ પછી જ બેંકમાં જઇને પોતાનું કામ પૂરું કરજો જેથી કરીને તમને કોઇ ધક્કો ના પડે અને તમારું અટવાયેલું કામ પણ પૂરું થઇ જાય. બેંકો બંધ રહેવાને કારણે 25 કરોડના ટ્રાન્જેક્શન (Transaction) અટવાશે.

    આ પણ વાંચો: નવસારીમાં ટ્રકે ટક્કર મારતા નોકરી જતી 7 વર્ષના પુત્રની માતાનું કમકમાટી ભર્યું મોત

    બેંક કર્મચારીઓની 8 માંગણીઓ

    - જાહેર ક્ષેત્રોને મજબૂત કરવા

    - ગ્રાહકો પર ઉંચા સર્વિસ ચાર્જ ન નાખવા

    - નવી પેન્શન યોજનાને રોકવી

    - DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી

    - કર્મચારીઓનું આઉટ સોર્સિંગ બંધ કરી, કાયમી ભરતીની માંગ

    - બેંકોનું ખાનગીકરણ અટકાવવું

    - બેંક લોનની રિકવરી શરૂ કરવી

    - થાપણ વ્યાજમાં વધારો કરવો

    આમ, કૂલ 40 હજાર જેટલા બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાશે અને રાજ્યમાં કૂલ 25 હજાર કરોડના વ્યવહારોને (Transactions) અસર થઇ શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Bank, Bank holiday, અમદાવાદ, બેન્ક

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन