Home /News /north-gujarat /

આંખોમાં હોળીનો રંગ જાય તો તરત જ કરો આ કામ, નહિં તો...

આંખોમાં હોળીનો રંગ જાય તો તરત જ કરો આ કામ, નહિં તો...

નારિયેળ તેલ, જૈતુનનું તેલનો પણ ઉપયોગ કરી શકો

હોળીના કલરો સ્કિન અને આંખને અનેક રીતે પહોંચાડે છે નુકસાનનારિયેળ તેલ, જૈતુનનું તેલનો પણ ઉપયોગ કરી શકોઆંખમાં રંગ જાય તો આંખોને ક્યારે પણ મસળશો નહિં

    રંગોનો (Color) તહેવાર એટલે હોળી (Holi). મારવાડમાં હોળી રમવાનું અનેરું મહત્વ છે. રંગોના તહેવારમાં (Festival) એટલે કે હોળીમાં દરેક લોકો એકબીજા પર ગુલાલ (Gulal) અને રંગો નાંખીને સેલિબ્રેટ કરતા હોય છે. જો કે આજના આ હોળીના કલરો સ્કિન (Skin) અને આંખને (Eye) અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આ માટે આંખ અને સ્કિનને રંગોથી બચાવવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ વિશે ધ્યાન રાખતા નથી તો તમારી સ્કિન અને આંખને અનેક ઘણું નુકસાન થઇ શકે છે. તો જાણી લો તમે પણ જ્યારે આંખોમાં કલર જાય તો પહેલા શું કામ કરશો.

    મોઇશ્ચરાઇઝર લગાવો

    જ્યારે તમે હોળી રમવા જાવો એ પહેલા જ ચહેરા પર મોઇશ્ચરાઇઝર (Moisturizer) લગાવી દો. તમે નારિયેળ તેલ (Coconut Oil), જૈતુનનું તેલ (Olive Oil) નો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી તમારી આંખો પર એક લેયર (Layer) બની જાય છે. જેના કારણે રંગોની અસર ઓછી થાય છે. આમ કરવાથી રંગો તમારી આંખની અંદર નહિં જાય. અને પાંપણ પર જ ચોંટી જશે.

    આ પણ વાંચો: હાઇકોર્ટનો નિર્ણય : ઓફિસમાં અંગત કામ માટે મોબાઇલનો ઉપયોગ કરવા પર જઈ શકે છે નોકરી

    આંખોને મસળો નહિં

    ઘણાં લોકોને આંખમાં કંઇ જાય તો મસળવાની આદત હોય છે. તમને પણ આ આદત હોય તો તમારે આ આદત બદલવી પડશે. જ્યારે પણ તમારી આંખમાં રંગ જાય તો આંખોને ક્યારે પણ મસળશો નહિં. આમ કરવાથી આંખની અંદર કલર જાય છે અને ખંજવાળ આવવા લાગે છે. આ માટે તમે કોટનના (Cotton) કપડાંથી આંખને સારી રીતે લૂંછી લો.

    આ પણ વાંચો: રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ સ્કિન બેન્ક શરૂ થશે

    આઇ ડ્રોપ નાંખો

    જ્યારે તમારી આંખમાં કલર જાય ત્યારે સૌથી પહેલા આંખોને કોટનના કપડાંથી લૂંછી લો. અને ત્યારબાદ આઇ ડ્રોપ નાંખો. આઇ ડ્રોપ (Eye Drop) તમારે કોઇની સલાહ લઇને નાંખવાના છે. જેથી કરીને આંખોમાં બીજો કોઇ પ્રોબ્લેમ્સ ના થાય.

    ગોગલ્સ પહેરીને હોળી રમો

    તમારે હંમેશા ગોગલ્સ (Goggles) પહેરીને જ હોળી રમવી જોઇએ. ગોગલ્સ પહેરવાથી તમારી આંખોમાં કલર જતો નથી અને આંખોને નુકસાન પણ ઓછું થાય છે. આ માટે હંમેશા ગોગલ્સ પહેરીને હોળી રમવાની આદત પાડો. તમારી આ આદત તમારી આંખોને નુકસાન ઓછું પહોંચાડશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad fire, Holi 2022, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन