Home /News /north-gujarat /

BJP 2022માં પેજ સમિતિ દ્વારા 182 બેઠકો જીતી શકશે? કેટલી કારગર છે 'પેજ પ્રમુખો'ની વ્યૂહરચના?

BJP 2022માં પેજ સમિતિ દ્વારા 182 બેઠકો જીતી શકશે? કેટલી કારગર છે 'પેજ પ્રમુખો'ની વ્યૂહરચના?

પેજ પ્રમુખ પાટીલે સુરત શહેરના પ્રમુખને પોતાની કમિટિની રચના કરી અને પેજ સુપ્રત કર્યુ હતું.

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટીલે આજે પણ પેજ કમિટિ મુદ્દે કાર્યકર્તાઓને ડારો દીધો છે, જાણો શું છે આ પેજ કમિટિ અને શા માટે પાટીલ તેના પર આટલું જોર આપી રહ્યા છે

ગુજરાતમાં હાલતો સ્થાનિક સ્વરાજની (Gujarat) ચૂંટણીનો માહોલ છે.પરંતુ ભાજપનો લક્ષ 2022 ની વિધાનસભા ની ચૂંટણી છે.વર્ષે 2017ની વિધાનસભાની (Assembly Elections) ચૂંટણીમાં ભાજપનો જીત તો મળી પરંતુ કેડર બેઝ પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપે (BJP Gujarat) ગુજરાત વિધાનસભા માં 99 બેઠક પર જ જીતનો સંતોષ માનવો પડ્યો.એ વાત અલગ છે કે 2017 થી 2020 સુધીમાં ભાજપનું વિધાનસભામાં સંખ્યા બળ 99 થી 111 પહોંચ્યું છે જો કે 2022 ની ચૂંટણી ભાજપ માટે એટલા જ કપરા ચઢાણ છે આ વાત થી ભાજપનું કેન્દ્રીય મુહડી મંડળ જાણકાર છે.એટલા માટે જ કોરોના કાળ દરમ્યાન 20 જુલાઈ એ પ્રદેશ ભાજપનું સુકાન એ સી આર પાટીલ ને સોપવામાં આવ્યું.

સી.આર.પાટીલના (CR Paatil) સુકાન માં ભાજપને 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો.આ વિજય પાછળ પ્રદેશ ભાજપ એ પેજ કમિટીને (BJP Page Commitee) પાયાનો પથર માને છે.ત્યાર બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કાર્યકર્તાઓ થી લઈ નેતા સુધી તમામ લોકોને પેજ કમિટી બનાવવા ભાર મૂકી રહ્યા છે.

જો કે વર્ષોથી એક જ પ્રકારની ઘરેડ માં ચાલતા નેતાઓ ને પેજ પ્રમુખ બનવું એટલું સરળ ન હતું  કેમ કે રાજકારણમાં સ્વાભાવિક રીતે નેતાઓ અને કાર્યકર્તાઓને મોટા હોદા અને પદ ની અપેક્ષા હોય છે જો કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સ્પષ્ટ માનવુ છે કે આગામી વિધાનસભા માં પેટા ચૂંટણી સમાન જીત મેળવી હશે તો કાર્યકર્તા અને નેતાઓ એ યોગ્ય પેજ કમિટીની રચના કરવી પડશે.

આ પણ વાંચો :    સુરત : 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી

કેમ કે આ જ પદ્ધતિ થી સી.આર.પાટીલ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડ સાથે જીત મેળવી છે.પરંતુ કહેવાય છે કે કોઈ પણ કાર્યની શરૂઆત પોતાથી નથી થતી ત્યાં સુધી તે કામ યોગ્ય દિશામાં આગળ વધતું નથી.એટલા માટે જ 27 નવેમ્બરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમના કાયમી નિવસ્થાનમાં આવેલ વોર્ડના એક પેજના પેજ પ્રમુખ બની પોતાની કમિટીને સુરત શહેર પ્રમુખને સુપરત કરી હતી.

લોકસભાથી લઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી ભાજપ એ પેજ પ્રમુખ આધારે જીત મેળવી રહ્યું છે.તેથી જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ એ પેજ કમિટી પર ભાર મૂકી રહ્યા છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ નું માનવું છે કે જો ભાજપ પેજ પ્રમુખ તેનું પેજ જીતાડી આપે તો 100 ટકા ચૂંટણીમાં ભાજપને જીત મળે એટલા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પેજ પ્રમુખ બન્યા બાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પણ પોતાના કાયમી સરનામાં પર પેજ પ્રમુખ બન્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી અને નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલ પણ પેજ સમિતિમાં બન્યા પ્રમુખ


શુ છે પેજ કમિટી:-પેજ,બુથ,શક્તિ કેન્દ્ર,વોર્ડ,શહેર,પ્રદેશ અને રાષ્ટીય પ્રમુખ ની હોદા જોવા મળે છે.એટલે કે એક પેજ પ્રમુખ એ પોતાની નીચે પાંચ પરિવારોને ભાજપના સભ્ય બનાવે છે.એટલે કે 30 મતદારોને ભાજપમાં જોડે છે.આ પેજ પ્રમુખ ઉપર બુથ પ્રમુખ,બુથ પ્રમુખ પર વોર્ડ પ્રમુખ,વોર્ડ પ્રમુખ પર શક્તિ કેન્દ્ર પ્રમુખ,તેના પર શહેર અથવા જિલ્લા પ્રમુખ,જિલ્લા પ્રમુખ પર પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ પર રાષ્ટીય પ્રમુખ ની હોદા જોવા મળે છે.સી આર પાટીલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પેજ પ્રમુખોની સિસ્ટમને વધુ શૂદ્રઢ કરવા માગે એટલા માટે હવે પેજ પ્રમુખો ના આઈ કાર્ડ પણ પ્રદેશ ભાજપ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો :   અમદાવાદ : વરરાજાએ વરઘોડામાં બંદૂક કાઢી ફાયરિંગ કર્યુ, Video વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ

પેજ કમિટીમાં શુ કામ રાખ્યો છે પ્રમુખે આગ્રહ

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જ્યારે કાર્યકર્તા અને નેતાઓને પેજ કમિટી બનાવવા સૂચના આપી હતી ત્યારે એક પરિવાર માંથી એક સભ્યને પેજ સમિતિમાં સમાવેશ કરવાનું સૂચન કરાયું હતું જો કે કેટલાક કિસ્સાઓમાં આ સૂચન ની અવગણના થઈ છે.અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલ પોતાની પેજ કમિટીમાં પોતાના પુત્રનો સમાવેશ કર્યો જ્યારે ધારાસભ્ય રાકેશ શાહે પોતાની પેજ કમિટીમાં પોતાની પુત્રીને સ્થાન આપ્યું તે જ રીતે કેટલાક નેતાઓ અને મંત્રીઓ દ્વારા પણ પોતાની પેજ કમિટીમાં પોતાના જ પરિવાર અથવા એક જ પેજ ના સભ્યો ને બે પેજ માં સમાવેશ કર્યા છે .
Published by:Jay Mishra
First published:

Tags: Bjp gujarat, Gujarat BJP

આગામી સમાચાર