ગાંધીનગર : રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, 55 હજાર બોટલ મળી, 58 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર : રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, 55 હજાર બોટલ મળી, 58 લાખનો મુદ્દામાલ જપ્ત
રેમડેસિવિર કાળાબજારી મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ

રેમડેસિવિરની કાળાબજારીના મોટા પર્દાફાશના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે મોટી માત્રામાં રેમડેસિવિરનો જથ્થો ઝડપી પાડ્યો છે.

  • Share this:
ગાંધીનગર : રાજ્ય સહિત દેશભરમાં કોરોના મહામારી વચ્ચે રેમડેસિવિર (remdesivir injection)ની કાળાબજારીના મોટા પર્દાફાશના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે મોટી માત્રામાં રેમડેસિવિરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja)એ પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરી સમગ્ર માહિતી આપી છે.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય કોરોના મુક્ત બને તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી શરૂ કરી છે. આ તત્વો દ્વારા અન્ય પ્રકારના ઈન્જેકશનના રેપર કાઢી તેના પર રેમડેસિવિર ઈન્જેકશનના સ્ટિકર લગાવી નકલી ઈન્જેક્શનો બનાવવાનો ધંધો ચાલતો હતો. આ લોકો માનવ વધ જેવો પ્રયાસ કરી રહ્યા હતા.આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મોરબી, રાજકોટ, ભરૂચ અને સુરત પોલીસે પ્રશંસનિય કામગીરી કરી નકલી રેમડેસિવિરનો ગોરખધંધો કરનાર લોકોને ઝડપી પાડી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના ઓલપાડમાં તો રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યારે મોરબીમાં 1 કલાક પહેલા કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદના જુહાપુરામાં 1117 ઈન્જેક્શન મળી આવ્યા હતા. આમ પોલીસે 55 હજાર જેટલા ઈન્જેક્શન ઝડપી પાડ્યા છે. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 લોકોની ધરપકડ કરી છે. ત્યારે મોરબી પોલીસે 1 કલાક પહેલા જ ત્રણ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો - સુરતીલાલાઓ માટે સારા સમાચાર : 18 થી 65 વયના લોકોને Corona માટે Freeમાં વીમા કવચ, ક્યાંથી અને કેવી રીતે મળશે?

રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઈન્જેકશનના જથ્થામાં કાળા બજાર કરવની વિકૃત માનસિકતાથી પૈસા કમાવાની વૃત્તિથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા. જેનું સતત મોનીટરીંગ કરતા હતા. આ ઉપરાંત કેટલાક અન્ય ઈન્જેકશનના રેપર કાઢી તેના પર રેમદેસિવિરના ભળતાં રેપર લગાવી નકલી ઈન્જેકશનના માધ્યમથી પૈસા કમાવવાનો ધંધો ચાલતો હતો. આ નકલી રેમદેસિવિર માનવ વધ જેવો હીન પ્રયાસ વિકૃત માનસિકતા વાળા લોકો કરી રહ્યા હતા. રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી. અને પોલીસ પ્રશાસન એ 23 જેટલા ગુનામાં 57 લોકોની ધરપકડ કરી. જેમાં અમદાવાદમાં નકલી રેમડેસિવિર વેચવામાં ઈન્જેકશન ની સીસીપર સ્ટીકર લગાડી વેચાતું હતું જેમાં 8 લોકોની ધરપકડ કરી છે. વડોદરામાં 45 ઈન્જેકશન માટે 8.58 લાખના તેમજ સુરત, રાજકોટ, ભરૂચ, મોરબીમાંથી પણ આ કેસની વિગતો સામે આવી છે. આવા ગુનાહિત તત્વો સામે પ્રિવેશન ઓફ કાલાબજારી એક્ટ, પાસા એક્ટઅને IPC 308 માનવ વધ જેમાં 7 વર્ષની સજાની જોગવાઈ, 420અને 405, ભેળસેળ અંગેની 274 અને 275 જેવા ગુના લગાડવામાં આવશે. તેમજ ષડયંત્ર રચી લોકોની મજબૂરીનો લાભ લઇ મોતના સોદાગર જેવા લોકો સામે કડકાઇથી સજા કરાશે.

આ પણ વાંચોરાજકોટ : 'બાપ અને દીકરા સહિત 10 લોકોએ એકીલને રહેંસી નાખ્યો', શું છે ઘટના? કેમ જીવ લઈ લીધો?

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા એ જણાવ્યું કે અમદાવાદ અને વડોદરા માં નકલી રેમદેસિવિરના કેસ સામે આવ્યા તે લાઈન પર મોરબીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. રાહુલ લુવાણા તેના વે સાગરિતો સાથે રેમડેસિવિર વેચી રહ્યાની માહિતી મળી હતી. તેમની પાસેથી 40 નગ ઈન્જેકશન અને 2 લાખ કેસ મળી આવ્યા હતા. મોરબીના આ માણસોની પૂછપરછ કરતા અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરામાં દરોડા પડતા મહમદ અસીમ ઉર્ફે આસિફ અને રમીઝ કાદરી પાસેથી 1117 ઈન્જેકશન મળ્યા અને 17 લાખ કેસ મળ્યા પૂછપરછ કરતા બોગસ ઈન્જેકશન હોવાનો પર્દાફાશ થયો હતો. પૂછપરછ કરતા સુરતના કૌશલ વોરાનું નામ સામે આવ્યું. જે અડજનનો રહેવાસી છે તેનો ભાગીદાર પુનિત શાહ જે મુંબઇનો રહેવાસી છે.
Published by:kiran mehta
First published:May 01, 2021, 16:04 pm

ટૉપ ન્યૂઝ