Gandhinagar: રાજ્યના કાનુનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા જાહેર કરાયો Helpline number
Gandhinagar: રાજ્યના કાનુનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા જાહેર કરાયો Helpline number
વિભાગના નિયામક ચંદ્રેશ કોટક
gandhinagar latest news: ગુજરાત મોડેલ (Gujarat model) અંતર્ગત આ વિભાગ હવે જેટલી પણ રેડ એટલે કે ડ્રાઇવ કરશે તે સમગ્ર ગુજરાત મા એકસાથે લાગુ કરશે. એટલે કે એકલ દોકલ સ્થળોની સાથે સાથે સમગ્ર ગુજરાતના 33 એ 33 જિલ્લામાં એકસાથે રેડ કરાશે.
ગાંધીનગરઃ રાજ્યનો કાનુનીમાપ વિજ્ઞાન (The science of jurisprudence) અને ગ્રાહક સુરક્ષા વિભાગ (Department of Consumer Protection) અને તેના અધિકારીઓ દ્વારા તેમના વિભાગની કામગીરીને ગુજરાત મોડલ (Gujarat model) તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસો શરુ થયા છે. અને એના જ ભાગરુપે હાલ આ વિભાગ દ્વારા ગ્રાહકોના હિત માટે ગ્રાહક જાગૃતતા સેમિનાર, રેસ્ટોરન્ટ અને મલ્ટીપ્લેક્ષના માલિકો માટે જાગૃતતા સેમિનાર યોજાયા હતા. એટલુ જ નહી વિભાગના સ્ટાફ માટે પણ વિવિધ સેકશન અને નિયમો વિશે જાણકારી સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું.
ગુજરાત મોડેલ અંતર્ગત આ વિભાગ હવે જેટલી પણ રેડ એટલે કે ડ્રાઇવ કરશે તે સમગ્ર ગુજરાત મા એકસાથે લાગુ કરશે , એટલે કે એકલ દોકલ સ્થળો ની સાથે સાથે સમગ્ર ગુજરાત ના ૩૩ એ ૩૩ જિલ્લામાં એકસાથે રેડ કરાશે. હાલ માંજ સમગ્ર રાજ્યમા સિગરેટ મુદ્દેને જે હોટેલો એમઆરપીથી વધુ કિંમત ગ્રાહકો પાસેથી વસૂલી રહ્યા હતા તેમના પર એકસાથે રેડ કરાઇ હતી.
આ મુદ્દે ન્યુઝ 18 ગુજરાતીએ વિભાગના નિયામક ચંદ્રેશ કોટક સાથે વાત કરતા તેઓએ જણાવાયુ હતું કે આ વિભાગે હવે ગ્રાહકો માટે વિશેષ હેલ્પલાઇન નંબર ની જાહેરાત કરીછે 079-232 55700 નંબર પર કોલ કરીને ગ્રાહકો તેમની સમસ્યા જણાવી શકશે એટલુંજ નહી. તેમને કોઇ નિયમોની જાણકારી ના હોય તો તે માહિતી પણ મેળવી શકશે.
ગ્રાહકો ને પોતાના અધિકારો માટે જાગ્રત રહેવા વિભાગના નવ નિયુક્ત નિયામક ચંદ્રેશ કોટકે અપીલ પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે ગ્રાહકો મલ્ટીપ્લેક્સ મા પાણી બોટલ અને નાસ્તો લઇ જઇ શકે જેવા અધિકારોથી લઇને ઓનલાઇન સેવા આપતી એમેઝોન, ફલીપકાર્ટ, સ્વીગી, ઝોમેટો જેવી કંપનીઓએ પણ તેઓ જે ખાણીપીણી ની વસ્તુઓ પૂરી પાડેછે તેના ગ્રામ લખવા નુ ફરજિયાત કરાવ્યુ છે.
પરંતુ, આ વિશે ગ્રાહકોએ પણ જાણકારી રાખવાનીને જાગ્રુત થવાની જરુર છે. આ વિભાગનો હવે પછીનો ટાર્ગેટ ઇ-કોમર્સ અને હેલ્થ વિષયક સેવાઓ રહેશે. રાજ્ય નો કોઇપણ ગ્રાહક કોઇ માહિતી મેળવવા માંગતો હોય અથવા ફરિસાદ કરવા માંગતો હોય તે હવે 079-232 55700 નંબર પર કોલ કરીને કરી તેમની વ્યથા જણાવી શકશે. આ સિવાય tolmapahd@gujarat.gov.in પર લેખિત ફરિયાદ પણ મોકલી શકશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર