રાજય સરકારના બે પ્રધાનોએ દિલ્હી જવા માટે કર્યો ઇન્કાર, આપ્યું આવું કારણ

News18 Gujarati
Updated: March 7, 2020, 10:18 PM IST
રાજય સરકારના બે પ્રધાનોએ દિલ્હી જવા માટે કર્યો ઇન્કાર, આપ્યું આવું કારણ
ફાઈલ તસવીર

બીજેપીના કેન્દ્રીય નેતૃત્વે ગુજરાત સરકારના બે પ્રધાનોને દિલ્હી લઇ જવા માટે ઓફર કરી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જોકે બન્ને પ્રધાનો એ દિલ્હી જવા માટે ઇન્કાર કરી દીધો છે. ગુજરાતમાં રહીને ગુજરાતના લોકોની સેવા કરતા રહીશું.

  • Share this:
ગાંધીનગરઃ રાજ્યસભા ચૂંટણીની (Rajya Sabha elections) જાહેરાત થતાની સાથે જ ગુજરાતની રાજનીતિમાં (politics of Gujarat) ગરમાવો જોવા મળી રહ્યો છે. બીજેપીના (BJP) કેન્દ્રીય નેતૃત્વે ગુજરાત સરકારના બે પ્રધાનોને દિલ્હી (Delhi) લઇ જવા માટે ઓફર કરી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જોકે બન્ને પ્રધાનો એ દિલ્હી જવા માટે ઇન્કાર કરી દીધો છે.

ગુજરાતમાં રહીને ગુજરાતના લોકોની સેવા કરતા રહીશું. રાજ્યસભાની ચાર બેઠકો શંભુદાસ ટુંડીયા, ચુની ગોહેલ, લાલસિંહ વડોદીયા, મધુસુદન મિસ્ત્રીની મુદત પૂર્ણ થતા બેઠકો ખાલી પડનાર છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં બીજેપી 103, કોંગ્રેસ 73, અપક્ષ 1, બીટીપી 2, એનસીપી 1 સહિત 180 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જે જોતા બીજેપીના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો ચૂંટાઈ શકે તેમ છે. બીજેપી દ્વારા ત્રીજો ઉમેદવાર કોંગ્રેસમાં એમ એલ એમાં તોડફોડ કર્યા વગર જીતી શકે તેમ નથી. આ નરી વાસ્તવિકતા છે.

અત્યારના બીજેપીના ત્રણેય સાંસદોમાંથી એકપણ રિપીટ કરવામાં આવે તેવી કોઈ શક્યતા નથી. જોકે બીજેપીના સંસદ સભ્ય શંભુદાસ ટુંડીયા ફરી રિપીટ થવા માટે મથી રહ્યા છે. જોકે તેમને કોઈ તક મળે તેવું કઈ દેખાતું નથી. ભૂતકાળમાં બીજેપીએ સુરેન્દ્ર પટેલ, જયંતિભાઈ બારોટ, સૂર્યકાન્ત આચાર્ય, પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સહિત બીજેપીના સિનિયર નેતાઓને રિપીટ કરાયા ન હતા. અપવાદ રૂપ મનસુખ માંડવીયા અને પુરષોત્તમ રૂપાલાને ગુજરાતમાંથી રિપીટ કરાયા છે. અત્યારે ગુજરાતમાં દલિત નેતાઓમાં પૂર્વ પ્રધાનો આત્મારામ પરમાર અને રમણ વોરા રાજ્યસભાની બેઠક માટે તક મળે તે માટે દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે. જોકે બીજેપી તેમને તક આપશે કે કેમ તે એક મોટો સવાલ છે.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય બીજેપી નેતૃત્વે ગુજરાત સરકારના બે પ્રધાનોને રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઓફર કરી હોવાનું મનાય છે. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનો સમાવેશ થાય છે. આ બન્ને નેતાઓના નામની ચર્ચાઓના કાર્યકર્તાઓ થઇ રહી છે. આ બાબતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને બીજેપી તરફથી રાજ્યસભાની ચૂંટણીને લઈ કોઈ ઓફર કરાઈ નથી. તેમના નામે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે.

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે તેઓને રાજ્યસભાની ચૂંટણી લડવા માટે કોઈ ઓફર કરાઈ નથી રાષ્ટીય કક્ષાના નેતા થવાની કોઈ ઈચ્છા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે એક વખત દિલ્હીનો અનુભવ કરી લીધો છે. હવે દિલ્હી જવાની કોઈ ઈચ્છા નથી. નકામા ત્યાં જઈને દુઃખી થવું. અહીં ગુજરાતમાં રહી લોકોની સેવા કરવી છે. સૂત્રોની વાત સાચી માનીએ તો કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત બીજેપી અને સરકારમાં રહેલા આતરિક ઝઘડાને ખતમ કરવા માંગે છે.

ગુજરાતમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વચ્ચે કોલ્ડ વોર જગજાહેર છે. એજ રીતે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા અને પૂર્વ ધારાસભ્ય ભરત બોધરા વચ્ચે પણ સીધો સંઘર્ષ જોવા રહ્યો છે. ત્યારે તેનો ઉકેલ લાવવા માટેનો કેન્દ્રીય નેતૃત્વેએ ગુજરાત સરકારના પ્રધાનોને દિલ્હી બોલાવીને કેન્દ્ર સરકારમાં સ્થાન આપીને ગુજરાતની આંતરિક જૂથબંધીને ઠારવા માંગે છે.જોકે ગુજરાતના આ બન્ને સિનિયર નેતાઓને દિલ્હી મોકલવાનો રાજકીય પ્રયોગ કરવામાં આવે તો બીજેપી માટે ચિનગારી સાબિત થઇ શકે છે. કારણ કે ગુજરાતમાં બીજેપીને નીતિન પટેલની અવગણના કરવી ભારે પડી શકે છે. ઉત્તરગુજરાતમાં પાટીદારો પર નીતિન પટેલનું પ્રભુત્વ અકબંધ હોવાથી તેમની સાઈડ લાઈન કરવા નો નિર્ણય બીજેપી નું રાષ્ટ્રીય નેતૃત્વ પણ હિંમત કરી શકે તેમ નથી.
First published: March 7, 2020, 10:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading