Paper Leak Case: શું ચૂંટણીમાં અસર પડે તે પહેલા જ આસિત વોરાને કરાયા ઘર ભેગા? જાણો નિષ્ણાંતોએ આપ્યા કારણો
Paper Leak Case: શું ચૂંટણીમાં અસર પડે તે પહેલા જ આસિત વોરાને કરાયા ઘર ભેગા? જાણો નિષ્ણાંતોએ આપ્યા કારણો
આસિત વોરા ફાઈલ તસવીર
Head clerk exam paper leak case: આખરે ગૌણ સેવા પસંદગી મંડળના (Secondary Service Selection Board) ચેરમેન આસિત વોરા (Asit vora) પાસેથી રાજીનામુ (Resignation) લેવડાવી તેમને ઘર ભેગા કરી દેવાયા છે.
અમદાવાદ: આખરે ગૌણ સેવા પસંદગી મંડળના (Secondary Service Selection Board) ચેરમેન આસિત વોરા (Asit vora) પાસેથી રાજીનામુ (Resignation) લેવડાવી તેમને ઘર ભેગા કરી દેવાયા છે. હેડ ક્લાર્કની પરીક્ષાના (Head Clerk exam) પેપર લીકની (Paper leak) ઘટના બાદ ચર્ચામાં રહેલા આસિત વોરાના રાજીનામાની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી. અન્ય બોર્ડ નિગમના ચેરમેનોની બદલી સરકાર દ્વારા કરવામાં આવી છતાં આસિત વોરાને હટાવવામાં નહિ આવતા વિવાદ વધુ વકર્યો હતો. પરંતુ આખરે આસિત વોરાને ઘરભેગા કરી દેવાયા છે. જેને લઈને નિષ્ણાતો માની રહ્યા છે કે વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા પાળ બાંધવા સમાન સરકારનું આ પગલું છે.
જો આસિત વોરાને હટાવવામાં ન આવ્યા હોત તો આગામી ચૂંટણીમાં 20થી 25 બેઠકોમાં ઘટાડો આવતો જે ભાજપને પોસાય તેમ નથી એટલે જ આખરે વોરાને પુરા કરી દેવાયા છે. આસિત વોરાના ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન તરીકે ના કાર્યકાળમાં જ બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હતું અને ત્યાર બાદ હેડ ક્લાર્કની પરીક્ષા નું પેપર પણ ફૂટતા સરકારની બદનામી બહુ થઈ હતી. પણ આખરે આસિત વોરાને હટાવીને ભાજપે યુવાનોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે નિષણતો આસિત વોરાને બદલવા પાછળના અનેક કારણો આપી રહ્યા છે.
ગઢવી એકેડેમીના સંચાલક પ્રફુલભાઈ ગઢવી જણાવે છે કે આસિત વોરાએ યુવાનોને રાજકારણ કેવી રીતે રમવું તે શીખવાડી દીધું છે. ચૂંટણીમાં ભાજપ યુવા મતદારો પર વધુ મદાર રાખતો હોય છે. જો અસિત વોરાને બદલ્યા ન હોત તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભાજપની 20થી 25 સીટો ઘટી જવાની શક્યતા હતી. આ ઉપરાંત અન્ય કારણો જોવા જઈએ તો બિન સચિવાલયની પરીક્ષામાં ઓછામાં ઓછા 12 લાખ વિધાર્થીઓ હોય. એ લોકો કંટાળ્યા હતા કે પરીક્ષા લેવાય તો સારું.
અને માત્ર અસિત વોરા જ પરીક્ષા લેટ કરતા હતા. બિન સચિવાલયની પરીક્ષામાં કોલ લેટર ડાઊનલોડ નહિ થવાનો પહેલા ક્યારેય પ્રશ્ન નહોતો ઉદભવ્યો પણ આસિત વોરાના સમયમાં 2 લાખ વિધાર્થીઓના કોલ લેટર ડાઉનલોડ નહતા થયા. તેમજ બિન સચિવાલયની પરીક્ષાનું પેપર ફુટવાની અને હેડકલાર્ક પેપર ફુટવાની બંને ઘટના તેમના કાર્યકાળમાં જ બની હતી.
સામાન્ય રીતે ભરતી પ્રક્રિયાના પેપર ગુજરાત બહાર છપાવા જોઈએ તેની જગ્યાએ આસિત વોરા પ્રોટોકોલ તોડી અમદાવાદમાં જ પેપર છપાવતા હતા તે કાયદેસર ન કહેવાય. આગામી 13 તારીખએ બિન સચિવાલયની પરીક્ષા 5100 જગ્યા માટે લેવવાની છે તર પહેલા વધુ 8 હજાર જગ્યાઓ ખાલી થઈ ગઈ. એટલે ભરતી પ્રક્રિયામાં અસિત વોરા નબળા ચેરમેન પુરવાર થયા. અને સરકારમાં ત્રણ વર્ષથી જગ્યાઓ ખાલી પડી છે. આસિત વોરન કારણે ભરતીઓ જ થતી નહતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર