Home /News /north-gujarat /

Head clerk Exam: હેડ ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, 1,08,464 ઉમેદવારોએ પરીક્ષા આપી

Head clerk Exam: હેડ ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, 1,08,464 ઉમેદવારોએ પરીક્ષા આપી

હેડ ક્લાર્ક પરીક્ષા પૂર્ણ

Head clerk Exam News: હેડ કલાર્ક વર્ગ - 3 ની ભરતી પરીક્ષા માટે રાજ્યભરમાંથી અંદાજે 2,41,400 ઉમેદવારો નોંધાયા હતા.  અગાઉ 12 ડિસેમ્બરે હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા (Head clerk Exam) યોજાઈ હતી.

ગાંધીનગરઃ આજે ગૌણ સેવા પસંદગી મંડળ (Secondary Service Selection Board) દ્વારા હેડ ક્લાર્ક વર્ગ-3ની (head clerk class 3) પ્રથમ તબક્કાની લેખિત કસોટીનું આયોજન કુલ 186 જગ્યાઓ માટે MCQ - OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનું (Head clerk Exam) આયોજન કરવામા આવ્યું હતું. બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. હેડ કલાર્ક વર્ગ - 3 ની ભરતી પરીક્ષા માટે રાજ્યભરમાંથી અંદાજે 2,41,400 ઉમેદવારો નોંધાયા હતા.  ઉલ્લેખનીય છે કે, અગાઉ 12 ડિસેમ્બરે હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા યોજાઈ હતી. જેમાંથી 88,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ પેપરલીક (Head clerk class 3 Paperleak) થવાને કારણે પરીક્ષા રદ્દ કરાઈ હતી.

હેડ ક્લાર્ક વર્ગ 3નું પેપરલીક (Paperleak) થયું હોવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) પોતે સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં કેટલા લોકોની ધરપકડ કરાઈ હતી અને રદ્દ કરાયેલી હેડ કલાર્ક વર્ગ 3ની પરીક્ષા માર્ચમાં યોજવા અંગે જાહેરાત કરાઈ હતી.

પેપરલીક થવાને કારણે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરા રાજીનામુ આપે એવી યુવાનો તરફથી માંગ કરાઈ હતી. અને અંતે  અસિત વોરાએ અધ્યક્ષપદેથી રાજીનામુ આપતા એ.કે. રાકેશની ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપાઇ હતી

આ વખતે યોજાનારી પરીક્ષામાં કોઈ કચાશ ના રહી જાય એ માટે મંડળ દ્વારા અગાઉથી જ તમામ તૈયારીઓ કરાઈ હતી. પરીક્ષાના ચાર દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રના આચાર્યોને એકત્રિત કરી પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષાની તકેદારી તેમજ ફરી પેપરલીકની ઘટના ન બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.  તમામ આચાર્યોને પેપરનું સિલબંધ કવર ક્યાં સમયે ખોલવું અને કોની હાજરીમાં ખોલવુ એ અંગે તમામ માહિતી આપવામાં આવી હતી.

પરીક્ષામાં કોઇ ગેરરિતી ન થાય તે માટે તંત્રનું જડબેસલાક આયોજન કરાયુ હતું ને પરીક્ષાની આસપાસના તમામ ઝેરોક્ષ સેન્ટર અને શંકાસ્પદ દુકાનો વહેલી સવાર થીજપોલીસ દ્વારા  બંધ કરાવાયા હતા પરીક્ષાને લઇને કોઇ પ્રકારનાં ઇલેક્ટ્રિક ગેજેટ વિદ્યાર્થી ન લઇ જાય તે માટે કડક ચેકિંગ હાથ ધરાયું હતું અને
પરીક્ષા કેન્દ્રની આસપાસ સાથે આવેલા વાલી કે અન્ય કોઇ પણ વ્યક્તિને ઉભા  રહેવા દેવાયા નહોતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ યુવકે હોલિકાની પ્રદક્ષિણા કરતી યુવતીઓ પર ધાણી અને અન્ય વસ્તુઓ ફેંકી

પરીક્ષાના કેન્દ્રો પણ એવી જ શાળાઓને ફાળવાયા હતા જ્યાં CCTV ની સુવિધા હોય, આજે પરીક્ષા દરમિયાન ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા સીસીટીવી દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-સેલવાસઃ દિલધડક Resuceનો video, યુવતીએ લગાવી મોતની છલાંગ, રાહદારી યુવકે જીવના જોખમે બચાવ્યો જીવ

અને ફાઇનલી વિના વિઘ્ને આ પરીક્ષા સદંતર શાંતિપૂર્ણ વાતાવરણ માપૂર્ણ થઇ છે .. આ મુદ્દે ન્યુઝ ૧૮ સાથે વાતચીત કરતા  ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશે જણાવ્યું હતું કે -આ પરીક્ષા ને લઇને તેઓ ખૂબ સજાગ હતા. વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા ના થાય અને પેપર લીક જેવી ઘટનાઓ ના બને તે માટે તેઓ થૂબ સતર્ક રહ્યા હતા અને ફાઇનલી તેમની મહેનત સફળ થઇ છે.

એ કે રાકેશે જણાવ્યું હતું કે - ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્ક ની પરીક્ષા આજે ૧ લાખ ૮ હજાર ૪૯૪ ઉમેદવારો આપી છે .. આ પરીક્ષામાં ગેરરિતી ના થાયતે માટે તેઓએ ખાસ પ્રકારના સિક્યુરિટિ પેકીગ આ વખતે રાખ્યા હતા ..જિલ્લા કલેક્ટર ને જિલ્લા પોલીસ અધિકારી ની અધ્યક્ષતામા સમિતી બનાવી હતી ,સેન્ટ્રલ સ્ટ્રોગ રુમ ઉભો કરીને આ વખતે પેપર ડીસ્ટ્રીબ્યુટ કરાયા હતા ,દરેક તબક્કે વિડીયો ગ્રાફી કરવામા આવી છે .. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે એએમઆર શીટ આજ મોડી રાત સુધી મા અપલોડ થશે.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarati news, Head clerks exam

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन