નરેશ કનોડિયા પંચમહાભૂતમાં વિલીન, પરિવાર અને ચાહકોમાં છવાયો શોક

નરેશ કનોડિયા પંચમહાભૂતમાં વિલીન, પરિવાર અને ચાહકોમાં છવાયો શોક
અંતિમ સફરની તસવીર

નરેશ કનોડિયાની યાદો જ આપણી પાસે છે તેમનું શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ ગયું છે.

 • Share this:
  ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર, ઉમદા સંગીતકાર અને સવાયા રાજકારણી નરેશ કનોડિયાનું (Naresh Kanodia) આજે નિધન  થયું છે. મોટાભાઇ મહેશ કનોડિયાનાં  (Mahesh Kanodia) નિધનનાં બે દિવસ બાદ નાનાભાઇ નરેશ કનોડિયાનું પણ આજે અવસાન થયું છે.

  પરિવાર અને ચાહકોમાં શોક છવાયો  નરેશ કનોડિયાનાં અંતિમ સંસ્કાર (Last ritual) ગાંધીનગર (Gandhinagar) સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે. હવે નરેશ કનોડિયાની યાદો જ આપણી પાસે છે તેમનું શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ ગયું છે. પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ભેગા થયા હતા.

  અંતિમ સફર સમયની તસવીર


  યુ.એન. મહેતામાં હતા દાખલ

  મહત્વનું છે કે, કોરનાને કારણે નરેશ કનોડિયાનું નિધન થયુ હતુ. તેથી કોરોનાની ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ  તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.  તેમના મોતની અફવા પણ ફેલાઇ હતી.

  25 ઓક્ટોબરે મોટાભાઇ મહેશ કનોડિયાનું થયું હતું નિધન 

  મહત્વનું છે કે, 25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતુ.  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નરેશ અને મહેશની જોડીને રામ-લક્ષ્મણની જોડી ગણવામાં આવતી હતી. આને સંયોગ કહો કે બીજું કંઈ પરંતુ મોટાભાઈ મહેશ કોનોડિયાના નિધનના 48 કલાકમાં જ નાનાભાઈ નરેશ કનોડિયાનું નિધન થયું છે. બંનેની જોડીએ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમ આપ્યાં છે. મહેશ કનોડિયા ઘણા લાંબા સમયથી બીમાર હતા. મહેશ અને નરેશ કનોડિયાની જોડીએ આજીવન સાથે જ કામ કર્યું છે અને સંયોગ એવો થયો કે બંનેનું નિધન પણ સાથે થયું છે.
  Published by:Kaushal Pancholi
  First published:October 27, 2020, 15:08 pm

  ટૉપ ન્યૂઝ