World Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ

News18 Gujarati
Updated: September 29, 2020, 1:19 PM IST
World Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ
એક ડેટા પ્રમાણે, ભારતમાં દર પાંચમો વ્યક્તિ હૃદયનો દર્દી છે.

એક ડેટા પ્રમાણે, ભારતમાં દર પાંચમો વ્યક્તિ હૃદયનો દર્દી છે.

  • Share this:
માણસનાં શરીરમાં હૃદય ખૂબ જરૂરી અંગ છે. આ અંગનાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકને જાગૃત કરવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરનાં રોજ વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત સૌથી પહેલા વર્ષ 2000માં થઇ હતી. પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે વિશ્વ હાર્ટ દિવસ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ઉજવવામાં આવશે. જે બાદ વર્ષ 2014માં આ ખાસ દિવસ ઉજવવા માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી દેવામાં આવી હતી. એક ડેટા પ્રમાણે, ભારતમાં દર પાંચમો વ્યક્તિ હૃદયનો દર્દી છે. વર્ષ 2019માં આવેલા એક અહેવાલ પ્રમાણે, દેશભરમાં હાર્ટએટેકથી મૃત્યું નીપજવામાં ગુજરાત ત્રીજા સ્થાને છે. પહેલા નંબરે મહારાષ્ટ્ર અને બીજા નંબરે કેરળ આવે છે.

ગુજરાતમાં પ્રત્યેક કલાકે અંદાજે 6 વ્યક્તિને હૃદયને લગતી સમસ્યા

હાર્ટ એટેકનાં એક આંકડા ગુજરાતીઓની આંખો ખોલનારા છે. રાજ્યની ઇમરજન્સી સેવા 108 દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે, ઓગસ્ટ 2019થી ઓગસ્ટ 2020 સુધી તેમની પાસે હૃદયને લગતી સમસ્યાના 57,901 કોલ્સ આવેલા છે. ગુજરાતમાં પ્રત્યેક કલાકે અંદાજે 6 વ્યક્તિને હૃદયને લગતી સમસ્યા થઇ રહી છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન હૃદય રોગની સમસ્યામાં વધારો જોવા મળતો હોય છે.

આ પણ વાંચો - World heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન

આ સમસ્યા અંગે તજજ્ઞોનું કહેવું છે કે, યોગ્ય ખાનપાન અને કસરત માત્ર હૃદય માટે જ નહીં, પરંતુ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તમારા ડાયેટમાં લીલાં શાકભાજી, ફળો, અનાજ અને લો ફેટ મિલ્ક પ્રોડક્ટ્સ જેવાં કે દૂધ, દહીં, પનીર સામેલ કરો. આહારમાં મીઠાનું અને ખાંડનું પ્રમાણ ઓછું કરો. રોજ વીસ મિનિટ કસરત કરો જેમાં ચાલવું, દોડવું, સ્વિમિંગ, ડાન્સ વગેરે થઈ શકે છે.

આ પણ જુઓ- 

મહિલાઓ કરતા પુરૂષોમાં હાર્ટ એટેકથી મૃત્યુંનું પ્રમાણ વધુ

એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા એહવાલ પ્રમાણે, ગુજરાતમાં વર્ષ 2019 દરમિયાન હાર્ટ એટેકથી 2594 પુરૂષ અને 294 મહિલાઓ મળીને 2888ના મોત થયા છે. દેશના રાજ્યની વાત કરીએ તો હાર્ટ એટેકની મરણ આંકમાં ગુજરાતનો ત્રીજો નંબર આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં 11,286 સડનડેથમાં પ્રથમ ક્રમે છે અને કેરળ 3077 સડન ડેથ સાથે બીજા નંબરે છે.

આ પણ વાંચો - Sushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર
Published by: Kaushal Pancholi
First published: September 29, 2020, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading