LRD મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કરાયું, ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે

News18 Gujarati
Updated: March 11, 2020, 9:46 AM IST
LRD મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કરાયું, ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે
પ્રતિકાત્મક તસવીર

મહિલા ઉમેદવારોના હંગામી પરિણામ (Provisional Result)ની માહિતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

  • Share this:
ગાંધીનગર : લોક રક્ષક દળની પરિક્ષાનું (LRD Exam Provisional Result) મહિલા ઉમેદવારોનું (Women Candidate)પરિણામ આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડની મંગળવારે મોડી રાત્રે જાહેર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. બોર્ડની યાદી (LRD Recruitment Board)ના જણાવ્યા પ્રમાણે તારીખ તા.10/12/2019 ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જેમાં મહિલા (સામાન્ય) ઉમેદવારોનું (LRD General Category Women Provisional Result) પરિણામ જાહેર કરવામાં આવ્યું ન હતું. જેને ધ્યાનમાં રાખીને મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરવામાં આવ્યું છે.

બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રમાણે હંગામી પરિણામને લીધે અગાઉ તા.10/12/2019 ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં મહિલા SC, ST અને SEBC ઉમેદવારોનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં ફેરફાર થવાપાત્ર છે, જેની નોંધ લેવી.

ઉમેદવારો ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે

યાદીમાં જણાવ્યા પ્રમાણે આ હંગામી પરિણામ (Provisional Result)માં જે કોઇ મહિલા ઉમેદવારોને વાંધો હોય તો તેઓએ તા.11/03/2020 થી તા.14/03/2020 સુધીમાં “પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં. ગ-13, સરિતા ઉધાન પાસે, સેકટર-9, ગાંધીનગર” ખાતે કચેરી સમય દરમિયાન જરૂરી પુરાવા સાથે રૂબરૂમાં આવીને રજૂઆત કરવાની રહેશે. આ તારીખ બાદ કોઈ જ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે માણી ધૂળેટીની મજા, શેર કરી તસવીર

હંગામી પરિણામમાં જે મહિલા ઉમેદવારોનો સમાવેશ થયેલ છે તે પૈકી જે મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકીમાં છે તેઓની દસ્તાવેજ ચકાસણી ટૂંક સમયમાં કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી સમયે જે ઉમેદવારોના તમામ દસ્તાવેજો માન્ય હશે તેઓને નિમણૂક મળવાપાત્ર રહેશે, અને જે ઉમેદવારોના કોઇપણ દસ્તાવેજો અમાન્ય હશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ વાંચો : બનાસકાંઠાંઃ ટેન્કર પલટતા રસ્તા ઉપર વહી ડીઝલની નદી, લોકોની ઉઘાડી લૂંટ, જુઓ Video
હંગામી પરિણામમાં મહિલા અનામત અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ થયેલ દિવાની દાવાઓ SCA No. 22826/2019, SCA No. 23313/2019, SCA No.3066/2020 તેમજ અન્ય કોઇ દાખલ થયેલ દાવાઓમાં જે ચુકાદાઓ આવે તે તમામને બંધનકર્તા રહેશે.

 

First published: March 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading