મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકારની પહેલ 'મહિલા કલ્યાણ યોજના' , આપશે વ્યાજ વગરની લોન

News18 Gujarati
Updated: September 13, 2020, 2:51 PM IST
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકારની પહેલ 'મહિલા કલ્યાણ યોજના' , આપશે વ્યાજ વગરની લોન
ફાઇલ તસવીર

'મહિલા કલ્યાણ યોજના' માટે ગુજરાત સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

  • Share this:
ગુજરાતની મહિલાઓ (Gujarat Women) માટે એક સારા સમાચાર છે. ગુજરાતની મહિલાઓ સશક્ત (empower), આત્મનિર્ભર (Atmanirbhar) બને તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) 'મહિલા કલ્યાણ યોજના' શરૂ કરી છે. જે માટે ગુજરાત સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

10 લાખથી વધુ મહિલાઓને મળશે લાભ

આ યોજના અંતર્ગત 10 લાખથી વધુ મહિલાઓને વગર વ્યાજની લોન આપવામાં આવશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા માટે આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે.

બેંકોનું વ્યાજ સરકાર ભોગવશે

રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે.

આ પણ વાંચો - છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 137 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ કલ્યાણપુરમાં 5 ઇંચથી વધુ વરસાદઆ પણ જુઓ - 

સરકાર બેંકો સાથે કરશે MOU

રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના એમઓયુ કરશે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. કોરોના પછીની કથળેલી આર્થિક સ્થિતિમાં મહિલાઓને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનને સાકાર કરવાનો આ હેતુ છે.

આ પણ વાંચો - વડોદરાના મહારાણીએ દારૂબંધી અંગે મોટું નિવેદન આપ્યું, ટુરિઝમના મુદ્દે આપી આ સલાહ
Published by: Kaushal Pancholi
First published: September 13, 2020, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading