'CM વિજય રૂપાણી જેવી જ ખુરશી લઈ આપો,' રાજ્યકક્ષાનો હોદ્દો ધરાવતા નેતાએ જીદ પકડી


Updated: March 4, 2020, 2:16 PM IST
'CM વિજય રૂપાણી જેવી જ ખુરશી લઈ આપો,' રાજ્યકક્ષાનો હોદ્દો ધરાવતા નેતાએ જીદ પકડી
પ્રતિકાત્મક તસવીર

અધિકારીઓએ નેતાને સમજાવ્યા હતા કે બજેટ બહાર ખર્ચ જતો હોવાથી ખુરશી ખરીદી શકાશે નહીં, બાદમાં નેતા પોતાના ખર્ચ ખુરશી ખરીદીને લાવ્યા હતા.

  • Share this:
ગાંધીનગર : ‌રાજકારણ (Gujarat Politics) માટે લોકચાહના હોય તે જરૂરી છે. જોકે, અમુક લોકો નસીબના જોરે પણ રોકેટ ગતિએ આગળ વધી જતા હોય છે. અનેક લોકોની ધારાસભ્યના (Gujarat MLA) પદ સુધી પહોંચવા માટે જિંદગી ખર્ચાઈ જતી હોય છે. ધારાસભ્ય બન્યા બાદ પણ મંત્રી (Minister) બનવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં અનેક લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી હોતા. આવા નેતાઓની ઈચ્છા હોય છે કે તેઓ પણ સીએમ (Gujarat Chief Minister) સમકક્ષ મોભાદાર ખુરશીમાં બેસે! આજે એક ખુરશીની (Chair) વાત કરીએ જે હાલ ગાંધીનગરમાં ચર્ચાનો વિષય બની છે.

વિધાનસભામાં થતા ફેરફાર કે રિનોવેશન માટે નિયત કરેલા નિયમો પ્રમાણે જ ફેરફાર કરવાના હોય છે. જે વ્યક્તિનો જે પ્રમાણેનો હોદ્દો હોય એ મુજબ ઓફિસની સાઈઝ કે પછી ઓફિસમાં ફર્નિચર સહિતની વસ્તુઓ વસાવવામાં આવે છે. આ અંગે ચોક્કસ નિયમો હોય છે અને એ મુજબ જ વસ્તુઓની ખરીદી કરવી અને રિનોવેશનની મંજૂરી મળતી હોય છે.

વાત એમ છે કે રાજ્યકક્ષાનો હોદ્દો ધરાવતા એક નેતાએ મંજૂરીથી વધારે રિનોવેશન કરાવી લીધું હતું. વાત આટલેથી અટકી ન હતી અને તેમણે સીએમ જેવી ખુરશી ખરીદવાની જીદ પકડી હતી. આવી માંગણી બાદ અધિકારીઓએ તેમને સમજાવ્યા કે, તેમની ખુરશી બજેટ બહાર જાય છે, આથી તેની ખરીદી કરી શકાય નહીં.

આ પણ વાંચો : અમદાવાદ : ફોલોઅર્સ વધારવા માટે યુવતીની તસવીર ચોરીને બનાવી દીધી પ્રોફાઇલ અને પછી...

જોકે, અધિકારીની વાત બાદ આ મહાશય અટક્યાં ન હતા અને પોતાની રીતે જ સીએમની ખુરશી જેવી જ ખુરશી ખરીદીને ઓફિસમાં લાવ્યા હતા. તેઓ હવે એ જ ખુરશીમાં બેસીને પોતાની કામગીરી કરી રહ્યા છે. નેતાના આ વર્તનનાં કારણે તમામ લોકોને નવાઈ લાગી છે. આ જ કારણે સરકારમાં અને વિપક્ષમાં આ ખુરશીને લઈને જોરશોથી ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો : ગાંધીનગર : ધોળે દિવસે તલવાર-ચાકૂની અણીએ ચેનલના વ્યવસાયીનું અપહરણ, CCTVમાં ઘટના કેદ 

નોંધનીય છે કે ઘણા લાંબા સમયથી મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. આ વિસ્તરણના સમાચાર વચ્ચે ઘણા નેતાઓમાં મંત્રી બનવાની આશા જન્મી છે. ખુરશીને લઈને ચર્ચામાં આવેલા આ નેતા ચારથી પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આથી હવે તેઓ મંત્રી બનવા માટે ઉતાવળા બન્યા છે. જોકે, હાલ તેઓ ભલે મંત્રી નથી બની શક્યા પરંતુ સીએમ જેવી ખુરશીમાં બેસીને પોતે સુપર સીએમ હોવાનો મનોમન તો અહેસાસ જરૂરથી કરી રહ્યા હશે.
First published: March 4, 2020, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading