કોરોના મહામારીનાં સંકટ વચ્ચે આજથી, સોમવારથી ગુજરાત વિધાનસભાનું (Gujarat Vidhansabha) ચોમાસું સત્ર પાંચ દિવસ માટે શરૂ થયુ છે. તે પહેલા સીએમ વિજય રૂપાણીએ કૉંગ્રેસ સામે પ્રહારો કર્યા હતા. જે સામે કૉંગ્રેસનાં ધારાસભ્યોએ પણ ભાજપની કોરોનાકાળની કામગીરીઓ પર સવાલ ઉભા કર્યા હતા. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાસે એવા કોઇ મુદ્દા નથી જેનાથી સરકાર મુશ્કેલીમાં મુકાય.
'કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા જ નથી'
વિધાનસભા સત્ર શરી થાય તે પહેલા સીએમ વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સત્રમાં કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા નથી. કોરોનાકાળમાં પણ સરકારે પ્રજાના સહકાર સાથે શ્રેષ્ઠ કામગીરી કરી છે. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા જ નથી કે જેનાથી સરકારને કોઇ મુશ્કેલી પડે.
'પોલીસનો અત્યાચાર બંધ થાય'
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ વિધાસભા સત્ર શરૂ થાય તે પહેલા કહ્યું હતું કે, કોરોનાકાળમાં સરકાર કામ કરે અને દંડ લેવાની જે કામગીરી છે તે બંધ કરે. પોલીસ પણ જે કોરોના ગાઇડલાઇનના નામે લોકો પર અત્યાચાર કરીને દંડ લે છે તે ન થવો જોઇએ. ગાઇડલાઇનનું પાલન થવું જોઇએ પરંતુ અત્યાચાર ન થવો જોઇએ.
આ પણ જુઓ -
" isDesktop="true" id="1027260" >
24 વિધયકો પસાર કરાશે
વિધાનસભામાં પણ કોરોના મહામારીના કારણે ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ રદ કરાયો છે. વિધાનસભા સત્રમાં કુલ છ બેઠક યોજવામાં આવશે. મુખ્યત્વે ગુંડા નાબુદી ધારા એક્ટ, પાસા કાયદામાં સુધારા, ભૂ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, મહેસૂલ રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારા સાથે 24 વિધયકો ગૃહમાં પસાર કરવામાં આવશે. સત્ર દરમિયાન દરરોજ 10 કલાક કામગીરી ચાલશે. કોંગ્રેસે કોરોના, બેરોજગારી, અતિવૃષ્ટિ, મોંઘવારી,મંદી સહિતના મુદ્દે સરકારને ઘેરશે. પહેલા દિવસે જ ધમાલ થશે તેવા સંકેત મળ્યા છે. વિધાનસભામાં હાલ સત્તાધારી ભાજપના 103 સભ્યો છે જ્યારે કોંગ્રેસના 65 સભ્યો છે.