ગુજરાત વિધાનસભામાં હંગામો, નીતિન પટેલે સાથે વિવાદ થતા કોંગી ધારાસભ્યએ ગૃહમાં માઇક ફેંક્યુ

News18 Gujarati
Updated: September 23, 2020, 8:48 AM IST
ગુજરાત વિધાનસભામાં હંગામો, નીતિન પટેલે સાથે વિવાદ થતા કોંગી ધારાસભ્યએ ગૃહમાં માઇક ફેંક્યુ
કોંગ્રેસના ધારાસભ્ય વેલમાં ઘસી આવ્યા હતા અને ગેલેરીમા બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિન પટેલ સામે સૂત્રોચ્ચાર કર્યા

કોંગ્રેસના ધારાસભ્ય વેલમાં ઘસી આવ્યા હતા અને ગેલેરીમા બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિન પટેલ સામે સૂત્રોચ્ચાર કર્યા

  • Share this:
ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha) ગૃહમાં મંગળવારે મોડી રાતે હોબાળો મચ્યો હતો. કૉંગ્રેસનાં ધારાસભ્ય નૌસાદ સોલંકીના (Congress MLA Nausad Solanki) નિવેદનો પર ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ કોંગ્રેસના ધારાસભ્ય વેલમાં ઘસી આવ્યા હતા અને ગેલેરીમા બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિન પટેલ (Deputy CM Nitin Patel) સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૃહમાં બંન્ને પક્ષો વચ્ચે શાબ્દિક તકરાર વચ્ચે કૉંગ્રેસનાં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાનું માઇક (mike) ગેલેરી 4માંથી ગૃહમાં ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે મજૂર વિરોધી સરકાર નહીં ચલેગીનાં નારા પણ ઉચ્ચાર્યા હતા. આ બધા દરમિયાન વિધાનસભા અધ્યક્ષે ગેરવર્તણૂક બદલ ઠપકો પણ આપ્યો હતો.

આ બાબતે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે ધારાસભ્ય નૌસાદ સોલંકીને ઉદ્દેશીને કહ્યું કે, બિલમાં બાબા સાહેબ આંબેડકરથી શરૂઆત કરે છે, પોતે કોન્ટ્રાક્ટર છે, મજૂરોના શોષણ અંગે બધી ખબર છે. તમે ઘરમાં કે ખેતરમા મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો? જે બાદ કૉંગ્રેસનાં ધારાસભ્ય નૌશાદે કહ્યું કે, નીતિન પટેલે ગઈકાલે પણ મને કોન્ટ્રાક્ટર બોલ્યા હતા. આમ બોલીને નૌશાદે ગૃહમાં માઈકનો છુટ્ટો ઘા કર્યો હતો. જોતજોતામાં ભાજપ-કોંગ્રેસના સભ્યોમાં હોહા મચી હતી. કોંગ્રેસના તમામ ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને નીતિન પટેલ માફી માગેના નારા લગાવ્યા હતા. ધારાસભ્ય નૌસાદે કહ્યું કે, હું કોન્ટ્રાક્ટર છું તેવું નીતિન પટેલ સાબિત કરે અથવા તો માફી માગે, જ્યાં સુધી માફી નહિ માગે ત્યાં સુધી ગૃહમાં જ ધરણાં પર બેસવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો - સુરત: દાંતનાં ડૉક્ટરની તેમના જ ક્લિનિકમાં થઇ હત્યા, લોહીમાં લથપથ હતું શરીર

નાયબ મુખ્યમંત્રીના વિધાનો બાદ કોંગ્રેસના ધારાસભ્યો નારેબાજી સાથે વેલમાં ધસી આવ્યા હતા. આ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. મંત્રી ભૂપેન્દ્રસિંહે માઈક છુટ્ટુ ફેંકવા મુદ્દે ધારાસભ્ય સામે પગલાં ભરવા માગણી કરી હતી. જ્યારે ધારાસભ્ય નૌશાદ ગેલેરીના પગથિયા પર ધરણાં પર બેસી ગયા હતા. ભારે સમજાવટ બાદ નૌશાદ સોલંકીએ ધરણાં પૂરા કર્યા હતા.

આ પણ જુઓ - 
આજે પણ કૉંગ્રેસ આ મુદ્દાને ગૃહમાં ઉઠાવશે અને નીતિન પટેલ માફી માગે તેવી માગ કરશે તેવી પુરેપૂરી શક્યતા છે. અગાઉ ચર્ચા દરમિયાન ભાજપના દંડક પંકજ દેસાઈનો વિધાનસભા અધ્યક્ષે ઉધડો લીધો હતો. નૌશાદ સોલંકી સ્કોપ બહારનું કહેતા હોવાની દલિલ પંકજ દેસાઈએ કરી હતી. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ અને પંકજ દેસાઈ વચ્ચે પણ શાબ્દિક પ્રહાર થયા હતા.

આ પણ વાંચો - 108ના કર્મચારીને મોબાઈલ ફોન ચાર્જીગમાં મૂકી ઊંઘવું ભારે પડયુ, એકસાથે બે મોબાઈલ ફોન ચોરાયા
Published by: Kaushal Pancholi
First published: September 23, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading