ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 સપ્ટેમ્બરથી શરૂ, પાંચ દિવસ સુધી ચાલશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 સપ્ટેમ્બરથી શરૂ, પાંચ દિવસ સુધી ચાલશે
ફાઇલ તસવીર

જેમા 24 સુધારા સાથેના બિલ રજૂ થશે.

 • Share this:
  મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં (CM Vijay Rupani) અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભાનું (Gujarat Vidhansabha) સત્ર અંગે તારીખ નક્કી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનાં ચોમાસુ (Monsoon) સત્ર 21થી 25 સપ્ટેમ્બર સુધી 5 દિવસ સુધી મળશે. જેમા 24 સુધારા સાથેના બિલ રજૂ થશે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Pradipsinh jadeja) આ અંગે મીડિયાને જણાવ્યું હતું.

  પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, વિધાનસભા સત્રમાં 24 પ્રકારનાં વિવિધ કાયદાઓ અને કાયદા સુધારક વિધેયક લવાશે. જેમાં ભૂમાફિયાઓ સામ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે.  આ પણ વાંચો - પક્ષના અનેક નેતા-કાર્યકરો કોરોના પોઝિટિવ આવતા બીજેપીની ચિંતન બેઠક રદ, કમલમ ખાતે નૉ એન્ટ્રી

  કોરોના વાયરસની મહામારી વચ્ચે મળી રહેલા આ સત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ચોમાસું સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ 10 કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. જેમાં સત્ર દરમિયાન ધારાસભ્યની બેઠક વ્યવસ્થામાં મુખ્ય હોલ સિવાય પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્ય બેસી શકશે.

  આ પણ વાંચો - PM મોદીની મુલાકાત પહેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કોરોનામુક્ત કરવાનું અભિયાન, 2,800 કર્મીઓના ટેસ્ટ કરાયા

  આ પણ જુઓ - 

  લોકસભાની જેમ વિધાનસભામાં પણ વિભાગના સચિવોને જિલ્લામાં કોવિડના સંક્રમણને રોકવા માટે અપાયેલી જવાબદારીના કારણે પ્રશ્નોત્તરી કાળ નહિ રખાય, પરંતુ જેતે વિભાગના મંત્રી ટૂંકા ગાળાના પ્રશ્નોનો જવાબ આપી શકશે. વળી મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્ય અને સત્ર દરમિયાન ઉપસ્થિત રહેનાર અધિકારીઓ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:September 09, 2020, 15:37 pm

  ટૉપ ન્યૂઝ