ભાજપ-કોંગ્રેસ જે પક્ષ ટિકિટ આપશે ત્યાંથી લડીશ, રાજકારણમાં કોઇ પ્રતિષ્ઠા ન હોય : સોમા પટેલ

News18 Gujarati
Updated: October 4, 2020, 3:42 PM IST
ભાજપ-કોંગ્રેસ જે પક્ષ ટિકિટ આપશે ત્યાંથી લડીશ, રાજકારણમાં કોઇ પ્રતિષ્ઠા ન હોય : સોમા પટેલ
ફાઇલ તસવીર

લીંમડીનાં પૂર્વ ધારાસભ્યએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મને કૉંગ્રેસ કે ભાજપમાંથી જે પણ ટિકિટ આપશે હું તેમા જોડાઇશ.

  • Share this:
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ ગરમાઇ રહ્યું છે. આજે લીંમડીનાં પૂર્વ ધારાસભ્યએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મને કૉંગ્રેસ કે ભાજપમાંથી જે પણ ટિકિટ આપશે હું તેમા જોડાઇશ. નોંધનીય છે કે, તેઓ હાલ કોઇ પક્ષમાં નથી. માર્ચ મહિનામાં જે રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે જ તેમણે ટિકિટ ન મળતા કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું હજી કોઇ જ પક્ષમાં જોડાયા નથી.

આ નિવેદન અંગે જ્યારે ન્યૂઝ18ગુજરાતીએ લીંબડીનાં ધારાસભ્ય સોમાભાઇ પટેલ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, મને જે પણ પક્ષ ટિકિટ આપશે તેમાં જોડાઇશ. જો ભાજપ ટિકિટ આપશે તો ભાજપમાં જોડાઇશ અને કૉંગ્રેસ ટિકિટ આપશે તો કૉંગ્રેસમાં જોડાઇશ. મારી બંન્ને પક્ષ સાથે વાત ચાલી રહી છે.

'મારા મતદારો અંગત છે'

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ચૂંટણી માટે લોકોને મળવાનું શરૂ કરી દીધું છે, પ્રચાર શરૂં કરી દીધો છે. જ્યારે તેમને ન્યૂઝ18ગુજરાતીએ પૂછ્યું કે, મતદારો પૂછતા નથી કે તમે કયા પક્ષમાંથી ચૂંટણી લડશ? ત્યારે તેમણે જણાવ્યું કે, જે અંગત હોય તે ન પૂછે, હું ભાજપમાંથી પણ જીત્યો છું અને કૉંગ્રેસમાંથી પણ જીત્યો છું, મારા મતદારો અંગત છે, એમને પણ હું કહું છું કે, મને જે પક્ષ ટિકિટ આપશે તે પક્ષમાંથી ચૂંટણી લડીશ. તમે મને મત આપજો.

'રાજકારણમાં જીત્યે એ જ પ્રતિષ્ઠા'

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કૉંગ્રેસમાંથી જ ચૂંટણી લડવી હતી તો તમે ત્યાંથી રાજીનામું કેમ આપ્યું? એના જવાબમાં સોમા પટેલે જવાબ આપ્યો કે, રાજ્યસભામાં ટિકિટ ન આપી એટલે રાજીનામું આપી દીધું. અત્યારે કોઇ પાર્ટીમાં નથી તો જે પાર્ટી બોલાવશે ત્યાં જઇશું. આમા કોઇ પ્રતિષ્ઠાનો સવાલ ન થાય, રાજકારણમાં કોઇ પ્રતિષ્ઠાનો સવાલ ન થાય. જીત્યે એ પ્રતિષ્ઠા. આપણે ક્યારેય હારતા જ નથી. અમે લોકોની વચ્ચે રહ્યાં છે, લોકનાં કામ કર્યાં છે એટલે લોકો મત આપે છે. એટલે કોઇ પક્ષ સાથે લેવાદેવા નથી. મને લાગી રહ્યું છે કે, ભાજપ મને ટિકિટ આપશે.આ પણ વાંચો - તંત્રની લાપરવાહી? અમદાવાદનાં પિતા પુત્રનો કોરોના એન્ટીજન ટેસ્ટ પહેલા પોઝિટિવ અને 45 મિનિટ બાદ આવ્યો નેગેટિવ

સોમા પટેલનો ઇતિહાસ

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રીજી નવેમ્બરે મતદાન યોજાશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. સોમા પટેલની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક પરથી કૉંગ્રેસના વિસ્તારના અગ્રણી નેતા સોમા ગાંડા પટેલે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપી દીધું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સોમા ગાંડા પટેલે ભાજપના કિરીટસિંહ રાણાને 14,000થી વધુ મતોથી હાર આપી હતી. 2012માં પણ આ બેઠક પર આ જ બે ઉમેદવારો વચ્ચે સીધો જંગ થયો હતો અને પરિણામ પણ આ જ આવ્યું હતું. સોમા ગાંડા પટેલે કિરીટસિંહ રાણાને હાર આપી હતી.
Published by: Kaushal Pancholi
First published: October 4, 2020, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading