વિધાનસભા મિશન 182ની તૈયારી શરૂ! અમિત શાહને બનાવ્યા નારણપુરા વિસ્તારના પેજ પ્રમુખ

વિધાનસભા મિશન 182ની તૈયારી શરૂ! અમિત શાહને બનાવ્યા નારણપુરા વિસ્તારના પેજ પ્રમુખ
પેજ પ્રમુખ એ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મિશન 182નો પાયો છે. આ પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા પેજ પ્રમુખ બની ચૂક્યા છે.

પેજ પ્રમુખ એ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મિશન 182નો પાયો છે. આ પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા પેજ પ્રમુખ બની ચૂક્યા છે.

 • Share this:
  વિધાનસભા ચૂંટણીને હતી બે વર્ષ જેટલો સમયગાળો બાકી છે પરંતુ તે જીતવા માટે ગુજરાત ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ભાજના મોટા નેતાઓએ પેજ પ્રમુખ બનવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરા વિધાનસભાના બૂથ નંબર 10ના પેજના પ્રમુખ બન્યા છે. પેજ પ્રમુખ એ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મિશન 182નો પાયો છે. આ પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા પેજ પ્રમુખ બની ચૂક્યા છે.

  ભાજપ પ્રમુખ સી આર પાટીલના મિશન 182નાં પાયા સમાન પેજ પ્રમુખ બનાવવાની કામગીરી વેગ પકડી રહી છે. કાર્યકરોને પાયા સાથે જોડી રાખવા માટે પેજ પ્રમુખો બનાવવામાં આવી રહ્યા છે. આ પેજ પ્રમુખ જનતા સાથે સ્થાનિક સ્તરે પર જ સંવાદ સાધી શકે અને સુચનો પણ કરી શકે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ બન્યા છે પેજ પ્રમુખ. નારણપુરા વિધાનસભાના બુથ નંબર 10 ના એક પેજના પ્રમુખ અમિત શાહ બનતા હવે કાર્યકરોમાં પણ ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે.  CM વિજય રુપાણી આજે કરી શકે છે નવી ફાયર સર્વિસ અંગે મહત્ત્વની જાહેરાત  ભાજપનું મિશન મહત્તમ પેજ પ્રમુખ બનાવીને તમામ મતદારો સુધી પહોંચવાનું છે. વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં એક પેજમા 30 જેટલા મતદારો હોય છે. ભાજપ એક પેજના 30 મતદારો પૈકી એક મતદારને પેજ પ્રમુખ બનાવે છે. ગુજરાતમાં નતદાર યાદીમાં કુલ 15 લાખ મતદાર પેજ છે તેથી ભાજપ નું લક્ષ 15 લાખ પેજ પ્રમુખ બનાવવાનું છે.
  Published by:Kaushal Pancholi
  First published:December 13, 2020, 14:44 pm

  ટૉપ ન્યૂઝ