કપરાડા બેઠક પર છે બંન્ને પેરાશૂટ ઉમેદવાર, જાણો ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનાં જાહેર ઉમેદવારોની યાદી

News18 Gujarati
Updated: October 15, 2020, 8:59 AM IST
કપરાડા બેઠક પર છે બંન્ને પેરાશૂટ ઉમેદવાર, જાણો ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનાં જાહેર ઉમેદવારોની યાદી
બુધવારે મોડી રાતે કપરાડા (kaprada) અને ડાંગ (Dang) બેઠક પર નામ જાહર કરી દીધા છે.

બુધવારે મોડી રાતે કપરાડા (kaprada) અને ડાંગ (Dang) બેઠક પર નામ જાહર કરી દીધા છે.

  • Share this:
ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની પેટા ચૂંટણી (Vidhansabha by Election) આગામી 3 નવેમ્બરનાં રોજ યોજાવવાની છે. ત્યારે 16 ઓક્ટોબર સુધીમાં જ ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે. કૉંગ્રેસે (Gujarat Congress) બુધવારે મોડી રાતે કપરાડા (kaprada) અને ડાંગ (Dang) બેઠક પર નામ જાહર કરી દીધા છે. કપરાડા બેઠક પર બાબુભાઇ વરઠા અને ડાંગ બેઠક પર સૂર્યકાંત ગામિતનાં ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા છે. જેથી હવે ગુજરાત કોંગ્રેસને માત્ર લીંબડી એક જ બેઠક પર નામ જાહેર કરવાનું રહ્યું છે. જ્યારે ગુજરાત બીજેપીએ (Gujarat BJP) તમામ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

કપરાડા બેઠક પર બંન્ને પેરાશૂટ ઉમેદવાર

કપરાડા બેઠક પર કોંગ્રેસ માટે બાબુભાઇ વરઠા અને હરેશ પટેલ વચ્ચે મથામણ ચાલતી હતી. અંતે કોંગ્રેસે કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માં પાર્ટીના ઉમેદવાર તરીકે બાબુ વરઠાના નામ પર પસંદગી કરી છે. આથી બાબુ વરઠાના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. કપરડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના બંને પેરાશૂટ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને એ કપરાડા વિધાનસભા બેઠક પર સતત ચાર ટર્મ સુધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાતા આવતા જીતુભાઈ ચૌધરીને ભાજપે ટિકિટ આપી અને આ વખતે પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. આથી જીતુભાઈ ચૌધરી પાંચમી વખત કપરાડા વિધાનસભા બેઠકની ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે જીતુ ચૌધરીને ટિકીટ આપી દેતા કોઈપણ ભોગે કપરાડા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માગતા બાબુલ વરઠા ભાજપને રામરામ કરી અને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. લાંબી મથામણ બાદ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરી છે. આમ કપરાંડા વિધાનસભા બેઠક પર આ વખતે બે પેરાશૂટ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.

વીકએન્ડમાં ગુજરાતમાં જ ફરવા જવું હોય તો ખુલી રહ્યું છે ગીર અભયારણ્ય, નિયમોનું કરવું પડશે પાલન

લીંબડીના ઉમેદવારની આજે કૉંગ્રેસ કરી શકે છે જાહેરાત

ડાંગ બેઠક પર સૂર્યકાંત ગામિતને ટિકિટ અપાઈ છે, ગાવિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારી છે. આ નામ સ્થાનિક સ્તરેથી પસંદ થઈને આવ્યું હતું. આ કપરાડા અને ડાંગ બેઠકો એસટી અનામત છે. કોંગ્રેસ આજે, ગુરુવારે બાકી લીંબડી બેઠકનું નામ જાહેર કરે તેવી સંપૂર્ણ શક્યતા છે. કોંગ્રેસે અગાઉ પાંચ બેઠકો પર નામ જાહેર કર્યા હતા, જેમાં ત્રણ પાટીદાર અને એક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી હતી, એક એસસી અનામત બેઠક હતી. કૉંગ્રેસે આ વખતે નવા ચહેરાઓ પર પસંદગી પાડી છે.તેલંગાણા બાદ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રેડ અલર્ટ જાહેર

ભાજપ - કૉંગ્રેસના ઉમેદવારોની યાદી
બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા ડો.શાંતિલાલ સંઘાણી
મોરબી બ્રિજેશ મેરજા જયંતીલાલ પટેલ
ધારી જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા
કરજણ અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા
ગઢડા આત્મરામ પરમાર મોહનલાલ સોલંકી
કપરાડા જીતુ ચૌધરી બાબુભાઈ વરઠા
ડાંગ વિજય પટેલ સૂર્યકાંત ગામિત
લીંબડી કિરીટસિંહ રાણા -

આ પણ જુઓ - નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
Published by: Kaushal Pancholi
First published: October 15, 2020, 8:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading