ગાંધીનગર : આવતીકાલથી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ, જાણો - કેમ?

ગાંધીનગર : આવતીકાલથી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ, જાણો - કેમ?
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવી

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં બીજો ડોઝ ૨૮ થી ૪૫ દિવસ વચ્ચે લેવાનો થતો હતો પરંતુ હવે બે રસી વચ્ચેનો ગેપ ૧૨ થી ૧૬ અઠવાડિયા સુધીનો રહેશે

  • Share this:
ગાંધીનગર : ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે.

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે. આના પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14 મે 2021 થી ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે.ડૉ. જયંતિ રવીએ એમ પણ જણાવ્યું છે કે, 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021 થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોરાજકોટમાં કરૂણ ઘટના: 3 વર્ષનું બાળક 5મા માળેથી પટકાતા કમકમાટીભર્યું મોત, ઘટના CCTV Videoમાં કેદ?

18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.

આ પણ વાંચોબનાસકાંઠા : પુત્રના અગ્ની સંસ્કાર પાસે 'માતાની મમતા'નો મામલો, જુઓ - સાચી હકીકત કઈંક અલગ જ સામે આવી

આ ત્રણ દિવસો દરમ્યાન કોવિડને લગતી જે કોવાન વેબસાઇટ છે તેને પણ અપડેટ કરવામા આવશે. નવા દિશા નિર્દેશો અનુસાર કોવાન વેબસાઇટ અપડેટ કરવા માટે પણ રાજ્ય સરકારને સમયની જરુર છે, જેથી આગામી ત્રણ દિવસોમાં આ કામગીરી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, પહેલા વકેસીનનો બીજો ડોઝ ૨૮ થી ૪૫ દિવસ વચ્ચે લેવાનો થતો હતો પરંતુ હવે બે રસી વચ્ચેનો ગેપ ૧૨ થી ૧૬ અઠવાડિયા સુધીનો રહેશે.
Published by:kiran mehta
First published:May 13, 2021, 20:28 pm

ટૉપ ન્યૂઝ