Ph.Dની વિદ્યાર્થિનીની જાતીય સતામણી કેસમાં ગુજરાત યુનિ.નાં પ્રોફેસર સામેનાં આરોપો સાબિત


Updated: January 11, 2020, 8:48 AM IST
Ph.Dની વિદ્યાર્થિનીની જાતીય સતામણી કેસમાં ગુજરાત યુનિ.નાં પ્રોફેસર સામેનાં આરોપો સાબિત
ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરવાના આરોપ આખરે કેમેસ્ટ્રીનાં પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ સામે સાબિત થયા છે.

  • Share this:
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરવાના આરોપ આખરે કેમેસ્ટ્રીનાં પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ સામે સાબિત થયા છે. આ ઘટના મામલે નિમાયેલી તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યા બાદ પ્રોફેસર સામેના આરોપો સાબિત થયા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તાજેતરમાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં આ પ્રોફેસરે ખુલાસો કરવા બોલાવવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પીએચડીનાં પ્રોફેસરે ગત માર્ચ મહિનામાં એક વિદ્યાર્થિની સાથે અભદ્ર માંગ કરી હતી. વિદ્યાર્થિનીને જમવા લઇ જવાના બહાને પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટે લંપટવેડા કર્યા હતા. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસર વાડજમાં વિદ્યાર્થીને હોટલમાં જમવા લઈ ગયો હતો અને જમ્યા બાદ પ્રોફેસરે હોટલનાં રુમ કેવા છે તે જોવા માટે વિદ્યાર્થિનીને લઈ ગયો હતો. ત્યાર બાદ વિદ્યાર્થિનીને થોડીવાર રુમમાં બેસીએ તેવું જણાવતા વિદ્યાર્થિની પ્રોફેસરની દાનત સમજી ગઈ હતી અને ત્યાંથી તે નીકળીને જતી રહી હતી. આ અંગેની ફરિયાદ વિદ્યાર્થિનીએ મેઈલ મારફતે યુનિવર્સિટીનાં સંચાલકોને કરી હતી. તેમજ યુનિવર્સિટીનાં કુલપતિને પણ ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ પગલા નહિ લેવાતા યુનિવર્સિટીએ એબીવીપીનાં વિદ્યાર્થી સંગઠનના આગેવાનોને રજુઆત કરી હતી. જેના પગલે એબીવીપીનાં વિદ્યાર્થી નેતાઓએ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થિનીને ન્યાય આપવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : 'તમારા ઘરમાં દુખ, દોષ છે' - વિધિ કરાવવાના બહાને 'કિન્નરો'એ કર્યું એવું કર્મ કે...

વિદ્યાર્થી સંગઠનનાં આ હોબાળા બાદ યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક અસરથી ઈન્ટરનલ કમ્પ્લેઈન કમિટિ નીમવામાં આવી  હતી. જે બાદ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે, આ વિદ્યાર્થિની સાથે અન્ય એક વિદ્યાર્થિનીએ પણ પ્રોફેસર સામે અભદ્ર વર્તનના આક્ષેપ કર્યા હતા. પોલીસની મદદથી પ્રોફેસર વિદ્યાર્થિનીને જે વાડજની હોટલમાં લઈ ગયો હતો ત્યાનાં સીસીટીવી ફુટેજ પણ ચકાસ્યા હતા. ત્યાર બાદ પ્રોફેસર સામેનાં આરોપો સાબિત થયા હોવાનો રિપોર્ટ ગુજરાત યુનિવર્સિટીને મળ્યો હતો.  આ રિપોર્ટ મળ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં જ મળેલી સિન્ડિકેટની બેઠકમાં સિન્ડિકેટના સભ્યોએ પ્રોફેસરને ખુલાસો કરવા બોલાવવાનો નિર્ણય કર્યો છે.  હવે યુનિવર્સિટીએ પ્રોફેસર પાસે લેખિતમાં ખુલાસો માંગી રજુઆતની એક તક આપવાનો નિર્ણય સિન્ડીકેટે લીધો છે. પ્રોફેસરનો ખુલાસો આવ્યા બાદ આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસરના આ લંપટવેડા સામે આવ્યા બાદ વિદ્યાર્થિનીઓએ પોતાના પીએચડી ગાઈડ બદલવાની માંગ કરી હતી. જે માંગને પણ યુનિવર્સિટીએ ગ્રાહ્ય રાખી વિદ્યાર્થીઓનીઓને નવા ગાઈડ તરીકે મહિલા પ્રોફેસર ફાળવ્યા છે.

 
First published: January 11, 2020
વધુ વાંચો
अगली ख़बर