Gujarat Tourism : રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, પરંતુ બહારની સરખામણીમાં ગુજરાતના વધારે વધ્યા!


Updated: March 5, 2020, 12:39 PM IST
Gujarat Tourism : રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, પરંતુ બહારની સરખામણીમાં ગુજરાતના વધારે વધ્યા!
સ્ટેચ્યૂ ઓફ યુનિટી (ફાઇલ તસવીર)

પ્રવાસન વિભાગના રિપોર્ટ અનુસાર 2014-15ના વર્ષમાં ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા 3.26 કરોડ હતી જે પૈકી 70 ટકા પ્રવાસીઓ ગુજરાતમાંથી આવ્યા હતા.

  • Share this:
ગાંધીનગર : રાજ્યનું પ્રવાસન વિભાગ (Gujarat Tourism Department) અને રાજ્ય સરકાર (Gujarat State Government) બંને એક વાતે મૂછો પર તાવ દઇ રહ્યા છે કે રાજ્યના પ્રવાસન સ્થળો (Gujarat Tourist Places) જોવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓની લાઇન લાગી છે. પરંતુ જમીની હકીકત કંઇક અલગ હોવાનું સામે આવી રહ્યું છે.  હકીકત એવી છે કે કુલ પ્રવાસીઓમાં ત્રીજાભાગના પ્રવાસીઓ તો ગુજરાતી પરિવારો જ છે. બહારના પ્રવાસીઓને આકર્ષવામાં રાજ્ય સરકાર ખાસ સફળ નથી થઇ. બહારથી ગુજરાત આવનારા પ્રવાસીઓ વન ટાઇમ વિઝિટર (One time visitor) સાબિત થયા છે.

પ્રવાસન વિભાગે જાહેર કરેલા છેલ્લા આંકડા પ્રમાણે 71 ટકા પ્રવાસીઓ ગુજરાતી જોવા મળ્યા છે.  પ્રવાસન વિભાગના રિપોર્ટ અનુસાર 2014-15ના વર્ષમાં ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા 3.26 કરોડ હતી જે પૈકી 70 ટકા પ્રવાસીઓ ગુજરાતમાંથી આવ્યા હતા. જયારે 22 ટકા પ્રવાસીઓ દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવ્યા હતા. પ્રતિવર્ષની જેમ વિદેશી પ્રવાસીઓની ટકાવારી સરેરાશ એક થી બે ટકા જેટલી જોવા મળે છે. ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચનના 'ખુશ્બૂ ગુજરાત કી કેમ્પેઇન'ની સીધી અસર ગુજરાતના પ્રવાસીઓ પર જરુર પડી છે.

આ પણ વાંચો : 1 માર્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો પરિવાર ગુમ, શોધખોળ શરૂ


દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ તેની માત્રા ગુજરાતી પ્રવાસીઓ કરતાં ઓછી છે. બહારના રાજયોમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 22 થી 25 ટકા જેટલી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાત આવ્યા છે. અન્ય રાજ્યો અને વિદેશના પ્રવાસીઓને મુશ્કેલી એ પડી રહી છે કે તેમને પ્રવાસન સ્થળે દારુ મળતો નથી. દારુ ન હોય ત્યાં પ્રવાસન ઉદ્યોગ ખોટ કરે છે તેવું અવલોકન પણ થયું છે.

ગુજરાત પ્રવાસન નિગમના આંકડા પ્રમાણે 2018-19માં 4.75 કરોડ પ્રવાસીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં કચ્છનું રણ, સાસણ ગીરનું જંગલ, સાપુતારા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, દરિયા કિનારાના સ્થળો, સૌરાષ્ટ્ર્ર અને કચ્છના ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે. આ પ્રવાસીઓમાં મોટો હિસ્સો એટલે કે 17.5 ટકા પ્રવાસીઓ ગુજરાતમાંથી હતા.બીજી મહત્વપૂર્ણ બાબત એવી છે કે દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. આ બન્ને પ્રવાસીઓની સંખ્યા પાંચ વર્ષ પહેલાં 80 લાખ હતી તે વધીને હવે 1.63 કરોડ થઇ છે, આમ છતાં ગુજરાતના પ્રવાસીઓનો એક મોટો હિસ્સો માત્ર ગુજરાતમાંથી છે.

આ પણ વાંચો :  વલસાડ : 'એ મારી નહીં તો કોઇની નહિ,' વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીની બોટલમાં ઝેર ભેળવ્યું

રાજયના ટૂર ઓપરેટર્સ એસોસિએશનના સભ્ય મહેશ દૂદકિયાએ ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં વિદેશી અને અન્ય રાજયોના પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવો હોય તો નશાબંધીના કાનૂનમાં થોડી છૂટછાટ મૂકવાની જરુર છે. સાથે-સાથે હવાઇ અને રેલવે મુસાફરીની ફ્રીકવન્સી વધારવાની જરૂરી છે.

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે જેઓને સાપુતારા, કચ્છના ઘોરડો રણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે સૌરાષ્ટ્ર્રના ઐતિહાસિક સ્થળો જોવા જવું હોય તો અમદાવાદ કે સુરતથી તેમને સડક માર્ગે યાત્રા કરવી પડે છે. કારણ કે પ્રવાસન સ્થળને જોડતી કોઇ એ કનેક્ટિવિટી મળતી નથી.

વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાતમાં દારુની પરમીટ મળે છે પરંતુ પ્રાંતિય પ્રવાસીઓને પ્રવાસન સ્થળોએ આવી સુવિધા ઉપલબ્ધ નથી. મોટાભાગના વાઇલ્ડ લાઇફ પ્રવાસન મથકો એવાં છે કે જ્યાં પ્રવાસીઓ માટે હૉટલોની પુરતી સગવડ પણ નથી. એટલે ગુજરાત આવનારા પ્રવાસીઓ સિંગલ ટાઇમ વિઝિટર તરીકે જ નોંધાય છે. એક વખત અહીં આવેલો પ્રવાસી વારંવાર અહીંયા આવવાનુ પસંદ કરે કે અન્યોને ભલામણ કરે એવું બનતું નથી.

ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા (કરોડમાં)

2014-15 ----3.26

2015-16---- 3.83

2016-17---- 4.48

2017-18---- 5.09

2018-19---- 5.7
First published: March 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading