રાજ્યમાં હવે માસ્ક નહીં પહેરવા બદલ 1,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે, 11 ઓગસ્ટથી અમલ

News18 Gujarati
Updated: August 10, 2020, 12:36 PM IST
રાજ્યમાં હવે માસ્ક નહીં પહેરવા બદલ 1,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે, 11 ઓગસ્ટથી અમલ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત હાઇકોર્ટની ટકોરને પગલે દંડની રકમ 500 રૂપિયામાંથી વધારીને એક હજાર રૂપિયા કરવામાં આવી, મંગળવારથી અમલ.

  • Share this:
ગાંધીનગર : કોરોના (Coronavirus)ને પ્રસરતો અટકાવવા માટે માસ્ક (Mask) ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારે દેશના તમામ નાગરિકોને જાહેરમાં માસ્ક પહેરવાની અનેક વખત અપીલ કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારોને પણ આ અંગે કડક અમલ કરવાની સૂચના આપી છે. ગુજરાત (Gujarat State Mask Fine)માં જાહેરમાં માસ્ક નહીં પહેરવા બદલ 500 રૂપિયા દંડ લેવામાં આવે છે. મંગળવારથી આ દંડ વધારીને 1,000 રૂપિયા કરવામાં આવશે. આ અંગેની જાણકારી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM Vijay Rupani)એ આપી હતી. (આ પણ વાંચો : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ખેડૂતો માટે કરી મહત્ત્વની જાહેરાત)

માસ્ક નહીં પહેરવા બદલ રૂ. 1,000નો દંડ

કૃષિ ક્ષેત્ર માટે અગત્યની જાહેરાત કરવા માટે આજે ગાંધીનગર ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન વિજય રૂપાણીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સવાલ-જવાબ વખતે મુખ્યંત્રીએ આવતીકાલ એટલે કે મંગળવાર 11 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરવા માટે એક હજાર રૂપિયા દંડ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. એટલે કે માસ્ક ન પહેરવાનો દંડ બે ગણો કરી દેવામાં આવ્યો છે. અગાઉ આ દંડ આખા રાજ્યમાં રૂ. 200 લેવામાં આવ્યો હતો. જે બાદમાં દંડની રકમ વધારીને 500 રૂપિયા કરવામાં આવી હતી.

વીડિયોમાં જુઓ : કૃષિ ક્ષેત્ર માટે સીએમની મહત્ત્વની જાહેરાત

ગુજરાત હાઇકોર્ટે સરકારને કરી હતી ટકોરનોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જાહેરમાં માસ્ક ન પહેરતા લોકોને મોટો દંડ કરવાની ટકોર કરી હતી. હાઇકોર્ટે માસ્ક ન પહેરતા લોકોને એક હજાર રૂપિયા સુધી દંડ કરવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના આદેશનો મંગળવારથી અમલ કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને અપીલ કરી હતી કે જન્માષ્ટમની સહિતના તહેવારોમાં ભીડ હોય ત્યાં ન જવું અને બને તો ઘરે રહીને જ તહેવારોની ઉજવણી કરવી.
Published by: Vinod Zankhaliya
First published: August 10, 2020, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading